સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ જૂનાગઢની કોલેજમાં યોજાઈ મૂટ કોર્ટ સ્પર્ધા

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

          જૂનાગઢ ની જુનિયર ચેમ્બર, એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત લો કોલેજ માં ગુજરાતી મુટ કોર્ટ સ્પર્ધા નું આયોજન કરાયું હતું, જેમાં કોલેજમાં કુત્રિમ કોર્ટ ઉભી કરાઈ,વિવિધ કલમોના કેસ રજૂ કરાયા જો પ્રથમ સફળ પ્રયોગ કર્યો હતો સંસ્થાના પ્રમુખ નાનજી ભાઈ વેકરીયા માર્ગદર્શન હેઠળ યોજાયેલ મૂટ કોર્ટ સ્પર્ધામાં કાયદાનો અભ્યાસ કરી વકીલાત કરવા માંગતા વિદ્યાર્થીઓએ પ્રેક્ટિસ નોલેજ મેળવ્યું હતું આ માટે કોલેજમાં જ કુત્રિમ કોર્ટ બનાવાઈ હતી સાથે સાથે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨,૩૦૪,૩૭૯,૩૮૦,૩૦૬ વગેરે કલમો લગતા કેસો તેમજ ફોજદારી કાર્યકર સહિતની કલમો અન્વયે ભરણપોષણના કેસો બિઝનેસ લો વગેરે કેસો તૈયાર કરી સ્પર્ધા યોજવામાં આવી હતી.

આ સ્પર્ધામાં કુલ ૧૦ ટીમોએ ભાગ લીધો હતો ૧૦ ટીમો માંથી ૧૧૦ વિદ્યાર્થીઓએ પોતાની કાબેલિયત રજૂ કરી હતી આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે નિવૃત્ત જજ એસ.એ શેખ, લો કોલેજના પ્રિન્સિપાલ ડો. પરવેઝ બ્લોચ સર,ડો.એન.જી.મહેતા,ડો.કલ્પના રાઠોડ,તેજસ પરમાર, મયુરીબેન ગોંધિયા ની પેનલ સેવા આપી હતી, આ સ્પર્ધામાં ત્રણ ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી જેમાં પ્રથમ નંબરે ભાવેશભાઈ વાઘાણી ની ટીમ દ્વિતીય નંબરે શિરોજ રઈશની ટીમ અને તૃતિય નંબરે જીત મંઘણી ની ટીમ વિજેતા બની હતી આ તકે સંસ્થાના સુરેશભાઇ વેકરીયા અને ડો. એમ.પી ત્રાડા વગેરે હાજર રહ્યા હતા.

રિપોર્ટર : હિરેન નાગ્રેચા, જૂનાગઢ

Related posts

Leave a Comment