હિન્દ ન્યુઝ, પાલનપુર
પાલનપુર જિલ્લા પંચાયત ખાતે આર.સી.એચ.ઓ. ર્ડા. જીગ્નેશ હરીયાણીના અધ્યક્ષસ્થાને ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ અને ‘વર્લ્ડ હિયરીંગ ડે’ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ કામગીરી કરનાર મેડિકલ ઑફિસરઓને પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા અને ૨૭ લાભાર્થી બાળકોને ન્યુટ્રીશિયન કીટનું વિતરણ કરાયું હતુ. આ કાર્યક્રમમાં ર્ડા. હરીયાણીએ જણાવ્યું કે, જન્મથી ખોડ-ખાંપણ ધરાવતા બાળકોની ઝડપી ઓળખ અને તેમને ત્વરિત સારવાર મળે તે માટે વિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. ડીલીવરી સમયે તમામ બાળકોનું સ્ક્રીનિંગ કરીને જરૂરિયાતમંદ બાળકોને સમયસર સેવાઓ આપી તેમના આરોગ્યની જાળવણી કરવા તેમણે અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમમાં પાલનપુર તાલુકા આરોગ્ય અધિકારી ર્ડા. દિપક અનાવાડિયા, આર.બી. એસ.કે. તબીબો અને જન્મ જાત ખોડ-ખાંપણમાંથી સાજા થયેલા બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
