રાજ્ય સરકારની સંવેદનશીલતાને લીધે ‘ધૈર્ય’ હવે ધીરે-ધીરે સાંભળતો અને બોલતો થશે- ધૈર્યના પિતા શૈલેષભાઈ પંડ્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર  કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન માટેનો રૂ. ૧૨ લાખનો ખર્ચ સાંભળીને અમારી તો હિંમત અને ‘ધૈર્ય’ બન્ને તૂટી ગયાં હતાં. પરંતુ રાજ્ય સરકારની સંવેદનશીલતાને કારણે આજે ધૈર્યનું સફળતાપૂર્વક ઓપરેશન થયું છે અને આગામી સમયમાં તે બોલતો થઈ જશે તેવો વિશ્વાસ ધૈર્યના પિતા શૈલેષભાઈ પંડ્યા વ્યક્ત કર્યો હતો. શૈલેષભાઈ પંડ્યાએ જણાવ્યું કે, તેમનો ધૈર્ય નાનપણથી જ સાંભળવાની ક્ષમતા ધરાવતો ન હતો. તેની સારવાર માટે અમે ઘણી બધી જગ્યાએ બતાવ્યું પરંતુ તેની કોઇ સારવાર સફળ થઈ નહીં. આ રોગની સારવાર માટે ઓપરેશન એ એકમાત્ર ઇલાજ હતો અને આ ઓપરેશનનો ખર્ચ રૂ.…

Read More

ભાવનગરમાં કોક્લીયર ઈમ્પ્લાન્ટ સર્જરીની આજથી મંત્રી સુ. વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં શરૂઆત

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે આંખ, કાન અને ગળાના વિભાગ ખાતે નવા મુકાયેલાં સાધનો અને ઉપકરણો બાદ પ્રથમ વખત કોકલીયર ઇમ્પ્લાન્ટ ઓપરેશનની શરૂઆત આજથી કરવામાં આવી છે. જે અંતર્ગત આજે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી વિભાવરીબેન દવેની પ્રેરક ઉપસ્થિતિમાં બે બાળકોના કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યાં હતાં. મંત્રીશ્રીએ જે બાળકોના ઓપરેશન થવાના છે તેવાં બાળકોને સ્નેહપૂર્વક તેડીને તેમના પ્રત્યે પોતાનું વ્હાલ પણ વરસાવ્યું હતું. આ રીતે પોતે બાળકોને કેટલો પ્રેમ કરે છે તેની પ્રતીતિ કરાવી હતી. મંત્રીનો આવો સ્નેહ જોઈને બાળકોના વાલીઓ પણ ગદગદિત થઈ ગયાં હતાં.…

Read More

નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સુપ્રસિદ્ધ કલા સાધકનું પારિતોષિક એવોર્ડ સહ વિશિષ્ટ સન્માન 

હિન્દ ન્યુઝ, દેવભૂમિ દ્વારકા તાજેતરમાં ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે જેવો આગવું સ્થાન ધરાવે છે. પરસોતમભાઈ કછેટીયા સંસ્થામાં પરીક્ષા કેન્દ્ર નિમણુંક અધિકારી તરીકે ફરજ બજાવે છે. એવા દ્વારકા – દ્વારકેશ સ્કૂલ ઓફ મ્યુઝિકના ડાયરેકટર (M.A. B. Ed. In Music) પરસોતમભાઈ જે. કછેટીયાને (B. Ed. In Music) પરીક્ષામંત્રી, અધ્યક્ષ કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે સન્માન પત્ર, પ્રમાણપત્ર સહ પારિતોષિક એવોર્ડ આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું તથા સસ્થાંની સમિતિ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ. રિપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળીયા 

Read More

ગુજરાતના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ ખેતીબેંકના ૩ જિલ્લાના ડાયરેક્ટર તરીકે નિમણૂક થતાં સુત્રાપાડા નગરપાલિકા અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા યોજાયેલ સન્માન સમારોહ

હિન્દ ન્યુઝ, સુત્રાપાડા      સુત્રાપાડા નગરપાલિકા દ્રારા ગુજરાત ના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુત્રાપાડા ના વતની જશાભાઈ બારડ જેઓ ધ ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેન્ક લી (ખેતી બેન્ક) ના 3 જિલ્લા જુનાગઢ, પોરબંદર અને ગિરસોમનાથ ના ચેરમેન તરીકે બિનહરીફ નિમણૂક થતાં સુત્રાપાડા નગરપાલિકા અને સુત્રાપાડા શહેર ભાજપ સંગઠન દ્વારા જશાભાઈ બારડનો સન્માન સમારંભ રાખવામા આવેલ હતો. જેમાં સુત્રાપાડા નગરપાલિકાના ચીફ ઓફિસર, તમામ સભ્યો અને જુદી જુદી સામાજિક સંસ્થાના આગેવાનો, શહેરના શ્રેષ્ઠીઓ અને સામાજિક સંગઠનો દ્વારા શાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવેલ હતું. જશાભાઈ બારડ…

Read More

ગૌરીવ્રત ના તહેવારો આવે ત્યારે કુંવારી કન્યાઓ વ્રત ની ઉજવણીમાં ધણો જ ઉત્સાહ

હિન્દ ન્યુઝ, વાઘોડિયા વાઘોડિયા તાલુકાના જરોદ સહિત પંથકમાં ‌ ગૌરીવ્રત નો પ્રારંભ થતાં જ પ્રથમ દિવસ થી જ કુંવારી કન્યાઓ વહેલી સવારે અવનવા રંગબેરંગી નવા વસ્ત્રો ધારણ કરી ગામના શિવાલયોમાં ભગવાન આશુતોષ પૂજા અર્ચના કરવા માટે હાથ માં પૂજા ની થાળી સાથે પહોંચી ભગવાન ભોળાનાથ ની સેવા પૂજા કરવામાં તલ્લીન બનેલી કુંવારી કન્યાઓ જોવા મળે છે. જેમ જેમ ગૌરીવ્રત ના તહેવારો નજીક આવે ત્યારે કુંવારી કન્યાઓ વ્રત ની ઉજવણી કરવામાં ધણો જ ઉત્સાહ આનંદ ‌જોવા મળે છે. પોતાના ઘરે નાની બાળાઓ જવારા વાવીને તેની પૂજા અર્ચના કરતા નજરે પડે છે.…

Read More

એલ. આઈ. સી. દ્વારા મૃત્યુ દાવા વિમાની રકમ ચુકવી

હિન્દ ન્યુઝ,  દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામે રહેતા ગોજીયા ભિમસીભાઈ વીકમસીભાઈનું તારીખ 10/05/2021 ના રોજ 43 વર્ષની ઉંમરે કેન્સર ની બીમારીના કારણે અવસાન પામેલા તેમના પત્ની હિરીબેન ભીમસીભાઈ ગોજિયાને એલ. આઈ. સી. એજન્ટ રમેશભાઈ એલ. બાથીયા દ્વારા ઝડપી મૃત્યુ દાવા કાર્યવાહી કરી. ફકત ત્રણ દિવસ માં તેમના વારસદારો ને રૂ. 522720/- અંકે પાંચ લાખ બાવીશ હજાર સાતશો વીસ રકમ ની ચુકવણીની ઝડપી કાર્યવાહી કરવા બદલ બાંકોડી ગામનાં સરપંચ તથા ઉપ સરપંચ તેમજ વિકમશિભાઈ નાથાભાઈ ગોજીયા તથા તેમના પરિવાર દ્વારા એલ. આઈ. સી. ખંભાળિયા બ્રાન્ચના મેનેજર રૂપારેલિયા વિકાસ અધિકારી…

Read More

ઔધોગિક તાલીમ સંસ્થા ઉત્તરસંડા ખાતે પ્રવેશસત્ર ૨૦૨૧માં પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૨-૦૮-૨૦૨૧

હિન્દ ન્યુઝ, ઉત્તરસંડા     ઔધોગિક તાલીમ સંસ્થા ઉત્તરસંડા ખાતે પ્રવેશસત્ર ૨૦૨૧માં પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તા. ૦૨-૦૮-૨૦૨૧ સુધી લંબાવવામાં આવેલ છે. જેથી પ્રવેશ વાંચ્છુ ઉમેદવારોએ સંસ્થાનો સંપર્ક કરી વહેલી તકે પ્રવેશ ફોર્મ ભરવું. શનિવાર-રવિવાર રજાના દિવસે પણ સંસ્થા ખાતે પ્રવેશ ફોર્મ ભરવાની કામગીરી ચાલુ રહેશે. રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More

ખેડા જિલ્લામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રોડ રસ્તાના કામ માટે રૂ.૨ કરોડ મંજુર કરાયા

હિન્દ ન્યુઝ, નડિયાદ  નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્રારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ મહેમદાવાદ તાલુકા માટે રૂ.૨ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નાયબ નીતિન પટેલ દ્રારા વાંઠવાળી નગારીયા વરસોલા રોડ બનાવવાની મંજુરી આપવામાં આવી છે. ગુજરાત સરકારનો નાણાકીય ખર્ચ લોકહિત માટે થાય તે તરફ રાજ્ય સરકાર સંપુર્ણપણે કાર્યરત છે. નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ ખેડા જિલ્લાના પ્રભારીમંત્રી હોવાથી સમગ્ર રાજ્યની સાથે સાથે ખેડા જિલ્લાને પણ એટલું જ મહત્વ આપીને જનહિતના વિકાસકાર્યને આગળ ધપાવી રહ્યા છે. રસ્તાઓ, પાણી, પુલ અને આરોગ્ય વિષયક જેવી પ્રાથમિક સેવાઓ માટે કરોડોની ગ્રાન્ટ ફળવાઇ…

Read More

ગુજરાત એસ.ટી.લોક ઉપયોગી સેવાઓની સાથે સાથે લગ્નપ્રસંગે, સામાજીક, ધાર્મિક કાર્યક્રમોમાં કોન્ટ્રાક્ટના ધોરણે બસ સેવા પુરી પાડવામાં આવશે

હિન્દ ન્યુઝ, નડિયાદ  ગુજરાત એસ.ટી.લોક ઉપયોગી સેવાઓની સાથે સાથે લગ્નપ્રસંગે, સામાજીક, ધાર્મિક કાર્યક્રમોમાં કોન્ટ્રાક્ટના ધોરણે બસ સેવા પુરી પાડવા ઉપરાંત લાંબાગાળાના કેજ્યુઅલ કોન્ટ્રાક્ટના ધોરણે પણ બસ સેવા આપે છે. નિગમ દ્રારા બસ સેવાનો વ્યાપ વધારવા અને સંસ્થાઓ-નાગરિકોની જરૂરીયાતો અને માંગણીને ધ્યાને લઇ સામાજીક સંસ્થાઓ, ઔધોગિક એકમો, અન્ય સંસ્થાઓ વગેરે પોતાના સ્ટાફને લાવવા લઇ જવા સારૂ નિગમની બસોના લાંબાગાળાના કરાર કરવા રસ ધરાવનારને સુવિધા આપવામાં આવનાર છે. રસ ધરાવનારે પોતાની જરૂરીયાત અનુસાર લાંબાગાળાના વાર્ષિક કેજ્યુઅલ કોન્ટ્રાક્ટથી વાહનો મેળવવા ઇચ્છુક સંસ્થાઓ કે વ્યક્તિને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી.નડિયાદ વિભાગીય કચેરી,…

Read More

સરકારી આઇ.ટી.આઇ,માતરમાં હાલ ઓનલાઇન એડમીશન

હિન્દ ન્યુઝ, નડિયાદ      ખેડા જીલ્લામાં માતર તાલુકાના સોખડા ગામે આવેલ સરકારી આઇ.ટી.આઇ, માતરમાં હાલ ઓનલાઇન એડમીશન ઓગસ્ટ ૨૦૨૧ના ફોર્મ ભરવાની તા.૦૨/૦૮/૨૦૨૧ તેમજ રજીસ્ટ્રેશન કરવાની તા.૦૩/૦૮/૨૦૨૧ છે. પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ સંસ્થાના કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા જણાવવામાં આવે છે. સંસ્થા જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવેલ છે. સંસ્થામાં ચાલતા NCVT ટ્રેડ – ડ્રાફ્ટ્સમેન મિકેનિકલ, ફીટર, ઇલેક્ટ્રીશીયન, વાયરમેન , વેલ્ડર, મિકેનિક ડીઝલ, કોપા, સુઇંગ ટેક્નોલોજી તથા GCVT ટ્રેડ – પ્લમ્બર ટ્રેડમાં એડમીશન મેળવી શકાશે. રિપોર્ટર :- પ્રતિક ભટ્ટ, નડિયાદ

Read More