નાબાર્ડના સહયોગથી સિહોર તાલુકાના અમરગઢ ખાતે ખેડૂતો માટેની શિબિર યોજાઈ

હિન્દ ન્યુઝ, ભાવનગર      ખેડૂતો પોતે જ પાછો આવે અને પોતે વાવેલાં પાકના પોષણક્ષમ ભાવ મળે તે માટે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર પોતાની ઉત્પાદક પેટી બનાવી પોતાનું ક્ષમતાવર્ધન કરશે. નાબાર્ડના સહયોગથી ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના અમરગઢ ખાતે યોજાયેલ ખેડૂત શિબિરમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.  જેમાં અમરગઢ, આંબલા, ઈશ્વરિયા, સોનગઢ અને તેની આસપાસના ૧૦ ગામોના ખેડૂતો ભેગા મળી પોતાની ઉત્પાદક પેટી બનાવશે અને પોતાના વાવેલાં માલનો યોગ્ય ભાવ મળે તે માટે પ્રયત્ન કરશે. કેન્દ્ર સરકારના ખેડૂતલક્ષી અભિયાન મુજબ દેશભરમાં ખેતીના પોષણક્ષમ ભાવ હેતુ સંસ્થા, પેઢીઓની રચના થઈ રહી…

Read More

દિયોદર ના ધરમપુરા (લુદ્રા )ખાતે વેકસીન આપવા માં આવી

હિન્દ ન્યુઝ, દિયોદર        દેશ અને વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે તયારે કોરોના થી બચવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન હાથ ધરવા માં આવ્યું છે. લોકો વધુ માં વધુ વેકસીન લે અને કોરો ના થી બચે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા 18 થી 44 વર્ષ ના લોકો ને વેકસીન આપવા માં આવી રહી છે. આજ રોજ દિયોદર ના ધરમપુરા (લુદ્રા) ખાતે રવેલ પી એચ સી ના નેજા હેઠળ સાબલા સબ સેન્ટર ના આરોગ્ય કર્મચારીઓ દ્વારા લોકો ને વેકસીન આપવા નું આયોજન ધરમપુરા(લુદ્રા) પ્રાથમિક શાળા ખાતે કરવા માં આવ્યું…

Read More

આઇએએસ સુજલકુમાર મયાત્રાએ કચ્છ કલેકટર તરીકે વિધિવત્ કમાન્ડ સંભાળ્યું

હિન્દ ન્યુઝ, કચ્છ     કચ્છ જિલ્લામાં 2011 ની બેચના ભારતીય પ્રશાસનિક સેવાના અધિકારી સુજલકુમાર મયાત્રાએ આજરોજ જિલ્લા કલેકટરનો પદભાર સંભાળ્યો છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના વાંસાવડ ગામના વતની એવા સુજલકુમાર મયાત્રાએ ૨૫ વર્ષની યુવા ઉંમરે કેન્દ્રીય જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરી આઈ.એ.એસ. બન્યા હતા. ૨૦૧૧ ની બેચના આ ગુજરાતી અધિકારીએ અત્યાર સુધીમાં અમરેલીમાં રાજુલાના સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ તરીકે ફરજ બજાવી ચુકયા છે તેમજ જીલ્લા વિકાસ અધિકારી તરીકે નર્મદા અને દાહોદ ખાતે ફરજ બજાવી છે. છોટાઉદેપુર જિલ્લામાં કલેકટર તરીકે પ્રસંશનિય સેવાઓ આપી છે. કલેકટર મયાત્રા નિરમા યુનિવર્સિટીમાંથી બી.ફાર્મ થયા…

Read More

મોંઘવારી થી મુક્તિ અપાવવા રેલી કાઢી વિરોધ પ્રદર્શન કરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવતા ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ

હિન્દ ન્યૂઝ, વેરાવળ  આજ રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ માનનીય અમિતભાઈ ચાવડા અને આદરણીય ગાયત્રીબા વાઘેલા ના આદેશ અનુસાર મોંઘવારીના મુદ્દે ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર પાઠવી મોંઘવારી માંથી મુક્તિ આપવા ઉગ્ર માંગણી કરવામાં આવેલ.    આ તકે જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સંગીતાબેન ચાંડપા એ આ કોરોના ના કપરા સમયમાં ગરીબો અને મધ્યમ વર્ગના લોકોની આર્થિક હાલત કથળી ગયેલ છે તેવા જ સંજોગોમાં દરેકે દરેક ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયેલ છે પેટ્રોલ ડિઝલ, રાંધણ ગેસ, અનાજ કરિયાણું, દૂધથી લઈ શિક્ષણની ફી સુધી સરકારની નિષ્ફળતા સાબીત કરે છે સરકારની ખોટી નીતિઓના…

Read More

ફુલસ્કેપ ચોપડા અને પાઠ્ય પુસ્તકોનું વિનામૂલ્યે વિતરણ

હિન્દ ન્યુઝ, ભાવનગર     ફુલસ્કેપ ચોપડા અને પાઠ્ય પુસ્તકોનું વિનામૂલ્યે 336 તેજસ્વી વિદ્યાર્થી દિકરા દિકરીઓને નાત જાત સંપ્રદાય ના ભેદભાવ વગર વિતરણ કરાયું.        દર વર્ષની જેમ કંચન ફાઉન્ડેશન અને ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર પરિવાર દ્વારા – તેજસ્વી વિદ્યાર્થીઓને જેના ઘરની આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા પરિવારને શોધીને વિના મુલ્યે વિતરણ કરાયું.    કોરોના સંક્રમણ મહામારી ના સમયમાં અતિ જરૂરીયાતમંદ પરીવારના વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવી. -: નિમિત્તમાત્ર :- કંચન ફાઉન્ડેશન અને ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર પરિવાર

Read More

નવનિર્મિત ‘વીર મોખડાજી’ની પ્રતિમાનું અનાવરણ કરતાં શિક્ષણ રાજ્યમંત્રી સુ.વિભાવરીબેન દવે

હિન્દ ન્યુઝ, ભાવનગર શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ આજે રૂા. ૨૬.૪૮ લાખના ખર્ચે નવનિર્મિત ‘વીર મોખડાજી’ ની પ્રતિમાનું અનાવરણ આજે કર્યું હતું. આ ઉપરાંત તેમણે સુભાષનગર ખાતે રૂા.૧.૩૮ કરોડના ખર્ચે નવનિર્મિત ‘પરશુરામ પાર્ક’ નું લોકાર્પણ પણ કર્યું હતું. મંત્રી સુ. વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, જે સમાજ ઈતિહાસને ન વિસરી જાય છે. તેને સમાજ કોઇ દિવસ પ્રગતિ ન કરી શકે. ઇતિહાસની મહાન પ્રતિભાઓને ઉજાગર કરવી તે ઇતિહાસને ઉજળું કરવાનું પવિત્ર કાર્ય છે, તેને પુનર્જીવિત કરવાનું કાર્ય છે. ભાવનગર ખાતે નવનિર્મિત ‘પરશુરામ પાર્ક’ જિમ સાથેનો પાર્ક છે તેમ જણાવી તેમણે આ પાર્ક…

Read More

ભાવનગર જીલ્લામાં તા.૨૦ જુલાઇ સુધી ગામોગામ પશુપાલકોના પશુઓને કાનની કડી મારવાની કામગીરી હાથ ધરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાવનગર જિલ્લાના ગાય અને ભેંસ વર્ગના પશુઓ રાખતા પશુપાલકોને “ભારત સરકારના રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કાર્યક્રમ” અંતર્ગત પોતાના ગાય અને ભેંસ વર્ગના પશુઓને પશુઓની ઓળખાણ માટે આધાર યોજનાની જેમ પશુઓના કાને કડી લગાવવાના કાર્યક્રમનો અંતિમ તબક્કો તા.૨૦/૦૭/૨૦૨૧ સુધી ચાલુ છે. પશુઓની કાનની કડી તમામ પ્રકારની સરકારશ્રીની યોજનાનો લાભ તથા અતિવૃષ્ટિ, ભૂંકપ, રોગચાળા જેવી કુદરતી આફતોમાં પશુ જાનહાની સમયે પશુ ઓળખ અતીઉપયોગી નીવડે છે.      આ ઉપરાંત પશુઓને આપવામાં આવતા રસી, કૃમિનાશક દવા, કૃત્રિમ બીજદાન વગેરેના રેકર્ડ પણ સરળતાથી નીભાવી શકાશે. જેથી ગાય અને ભેંસ વર્ગનાં…

Read More

વન વિભાગ દ્વારા પશુ સંવર્ધન હેતુ ઘાસ લઈ જવા બીન અનામત વીડીઓની હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર લાગુ પડતા સર્વે ધંધાદારીઓ અને ઇજારદારો તથા લાગુ પડતી ગ્રામ પંચાયતોને તથા ગૌ-સંવર્ધન કામ કરતી પાંજરાપોળને, માલધારી સહકારી મંડળીઓને જણાવવામાં આવે છે કે વન વિભાગની બિન અનામત વીડીઓ સને ૨૦૨૧-૨૨ના વર્ષનું ઘાસ વાઢી લઈ જવા માટે ઈજારો આપવા માટેની પ્રથમ વખતની જાહેર હરાજી રાખવામાં આવેલ છે. તો કોઈને બિન અનામત વીડીઓ ઈજારા થી રાખવાની ઇચ્છા હોય તેમણે સમયસર હરાજીમાં હાજર રહીને માંગણી કરવાની રહેશે. જેમા ભાવનગર તાલુકાના થોરડી ગામે ૭.૯૬ હે.આર. વિસ્તારમાં, લાખણકા ગામે ૨૧.૭૩ હે.આર. વિસ્તારમાં, ઘોઘા તાલુકાના જુનાપાદર ગામે ૨૭.૯૪ હે.આર. વિસ્તારમા, સાણોદર ગામે ૨૧.૪૦…

Read More

ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર      સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ. સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી- કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પીસી એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા…

Read More

આર્મી ભરતી લેખિત પરીક્ષાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર      દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી ભરતી રેલીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારો માટે તા.૨૫/૦૭/૨૦૨૧ નાં રોજ શ્રી સત્યસાંઈ વિદ્યાલય, જામનગર ખાતે લેખિત પરીક્ષા યોજાનાર છે. દેવભૂમિ દ્વારકા ખાતે યોજાયેલ આર્મી રેલી દરમિયાન આપવામાં આવેલ એડમિટ કાર્ડ હવે માન્ય રહેશે નહી. તેથી ભાવનગર જિલ્લાનાં ઉમેદવારોએ તા.૧૫/૦૭/૨૦૨૧ થી તા.૧૭/૦૭/૨૦૨૧ દરમિયાન એ.આર.ઓ., જામનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ જુનુ એડમિટ કાર્ડ ફરજિયાત પરત કરવાનું રહેશે. તેમજ નવું એડમિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં આવશે તેથી સાથે પાસપોર્ટ ફોટોગ્રાફ પણ લઈ જવાનાં રહેશે તેમ મદદનીશ નિયામક (રોજગાર) ભાવનગર દ્વારા જણાવાયું છે. બ્યુરોચીફ (ભાવનગર) :…

Read More