રાજકોટ જિલ્લા યુવા ભજપના મહામંત્રી તરીકે મુકેશ મકવાણા ની વરણી

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા રાજકોટ જિલ્લા યુવા ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવેલ જેમાં જસદણ કોળી સમાજના યુવા આગેવાન રાજકીય તેમજ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલ હર હમેશ સેવા કાર્ય માટે તત્પર રહેતા મુકેશભાઈ મકવાણાંની રાજકોટ જિલ્લા યુવા ભાજપના મહામંત્રી તરીકે નિમણુંક થતા રાજકીય ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરો તેવી શુભેચ્છા પાઠવતા પંકજભાઈ ચાંવ, પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા જસદણ તેમજ વિજયભાઈ રાઠોડ પ્રમુખ યુવા ભાજપ જસદણ શહેર સહ. રિપોર્ટર : વિજય ચાંવ, જસદણ

Read More

ભાલ વિસ્તારમાં ભરાતાં વરસાદી પાણીના નિકાલ માટે ભાવનગરના પંચાયત સિંચાઇ વિભાગની અભૂતપૂર્વ કામગીરી

હિન્દ ન્યુઝ, ભાવનગર       ભાલ પ્રદેશ ગુજરાતના ભાવનગર, અમદાવાદ, અને આણંદ જિલ્લાઓની રાજકીય સીમાઓ પર ફેલાયેલો વિસ્તાર છે. ભાલ પ્રદેશ સાબરમતી, ભોગવો, ભાદર, લિલ્કા અને અન્ય સૌરાષ્ટ્રની નદીઓના ડેલ્ટા પર સ્થિત વિસ્તાર છે. જે કાઠિયાવાડ દ્વીપકલ્પથી પૂર્વ અને દક્ષિણપૂર્વમાં ખંભાતના અખાતમાં વહે છે. ભાવનગર જિલ્લાના ભાલ પંથકના ગામોમાંથી મુખ્યત્વે કાળુભાર, ગૌતમી, ઘેલો, ખારી, કેરી, વેગડ, રંઘોળી, પાડલીયો જેવી મોટી નદીઓ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે અને ખંભાતના અખાતમાં ભળે છે. ભાલ વિસ્તાર કપાળ જેવો સપાટ અને કાંકરા-પત્થર વગરનો છે.     ભાલ વિસ્તાર સપાટ હોવાથી જમીનનો ગ્રેડિયંટ(ઢાળ) બહુ સામાન્ય…

Read More

NNS એવોર્ડ માટે તા.૨૮ જુન સુધી અરજી કરી શકાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય દ્વારા નેશનલ સર્વિસ સ્કિમ અંતર્ગત યુવા કાર્યક્રમ અને રમત-ગમત મંત્રાલય દ્વારા ૧૯૯૨-૯૩ થી નેશનલ સર્વિસ સ્કિમ (NNS) એવોર્ડ આપવામાં આવે છે. જે અન્વયે વર્ષ ૨૦૨૦-૨૧ માટે ૩ કેટેગરીમાં નોમિનેશન મંગાવવામાં આવે છે.      જેમાં યુનિવર્સિટીઓ + ૨ કાઉન્સિલ, NNS એકમો અને પ્રોગ્રામ ઓફિસર તેમજ NNS સ્વયંસેવક (વોલેન્ટિયર્સ) આ ત્રણ કેટેગરી માટે લાગુ પડતા ઉમેદવાર અને યુનિવર્સિટી/સંસ્થાએ અત્રેની કચેરીના બ્લોગ એડ્રેસ http://dsosportsbvr.blogspot.com પરથી ફોર્મ મેળવી જરૂરી વિગતો તા.૨૮-૬-૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી,…

Read More

ભાવનગર જિલ્લામાં વરસાદી ઋતુનો અત્યાર સુધીમાં ૧૦૫ મી.મી. વરસાદ નોંધાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ચાલુ વરસાદી ઋતુમાં વિતેલાં ૨૪ કલાકમાં ઉમરાળા તાલુકામાં ૨૫ મી.મી., ઘોઘા તાલુકામાં ૧૯ મી.મી., સિહોર તાલુકામાં ૮ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૭ મી.મી., ભાવનગર તાલુકામાં ૭ મી.મી.,પાલીતાણા તાલુકામાં ૫ મી.મી. અને ગારીયાધાર તાલુકામાં ૪ મી.મી. વરસાદ નોંધાયો છે.   ચાલુ વરસાદી સિઝનમાં અત્યાર સુધી ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકામાં ૧૧૬ મી.મી., ઘોઘા તાલુકામાં ૮૮ મી.મી., સિહોર તાલુકામાં ૭૦ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૯૪ મી.મી., ભાવનગર તાલુકામાં ૧૪૭ મી.મી., પાલીતાણા તાલુકામાં ૧૦૫ મી.મી., ગારીયાધાર તાલુકામાં ૧૪૮ મી.મી., જેસર તાલુકામાં ૬૯ મી.મી., તળાજા તાલુકામાં ૧૦૫ મી.મી. અને મહુવા તાલુકામાં ૧૧૬…

Read More

ભારતીય જૈન સંગઠન જામનગર ડિસ્ટ્રિક્ટ, રોટરી ક્લબ ઓફ જામનગર અને રોટરી ક્લબ ઓફ સેનોરાઝ જામનગર ના સયુક્ત વેબીનાર નું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર ભારતીય જૈન સંગઠન જામનગર ડિસ્ટ્રિક્ટ, રોટરી ક્લબ ઓફ જામનગર અને રોટરી ક્લબ ઓફ સેનોરાઝ જામનગર ના સયુક્ત ઉપક્રમે તારીખ ૨૨ જૂન ૨૦૨૨ ને મંગળવાર ના રોજ રાત્રિના ૯:૦૦ વાગ્યે “વોટર હાર્વેસ્ટિંગ અને લઘુમતી તથા બિન અનામત વર્ગો ને મળતા લાભ અંગે માર્ગદર્શન” આપતા વેબીનાર નું આયોજન કરેલ. આ પ્રોગ્રામ માં રોટેરિયન શરદભાઈ શેઠ જલ યોધ્ધા, પાણી નો સંગ્રહ અને બચત કેવી રીતે કરી શકાય એ વિષય પર અને મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી અતુલભાઈ મહેતા, ધારા શાસ્ત્રી કે. કે. વિસરિયા પોતાનું વક્તવ્ય રજૂ કર્યું. બહોળી સંખ્યા માં લોકો…

Read More

અંબાજી માટે કલેકટરે 6 ટીમો ની રચના કરી, યાત્રીકો સાથે ઉઘાડી લૂંટ બિલકુલ ચલાવી લેવાશે નહીં

હિન્દ ન્યુઝ, અંબાજી      શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે. હાલમાં અંબાજી મંદિર 2 મહીના બાદ ખોલવામાં આવ્યું છે ત્યારે અંબાજી ના સોશીયલ મીડિયામાં એક પ્રસાદનું બીલ વાઈરલ થતા વહીવટીતંત્ર અને પોલીસતંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે અને મંગળવારે પાલનપુરમાં કલેકટર કચેરી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મિટિંગમાં પોલીસતંત્ર, વહીવટી તંત્ર હાજર રહ્યા હતા. આ મીટિંગ મા દાંતા અંબાજી ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ના વિપુલ ગુર્જર હાજર રહ્યા હતા અને તેમણે પણ રજુઆત…

Read More

માળિયા તાલુકાના વવાણીયા ગામમાં આવેલ ગૌચર જમીનમાં વાવેતર કરવામાં આવતું હોય જેથી ગૌચર જમીન બચાવવા માલધારી સેના દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું

હિન્દ ન્યુઝ, મોરબી    ગુજરાત માલધારી સેના આઈટી ઉપપ્રમુખ નવઘણભાઈ વકાતરની રાહબરી હેઠળ ગુજરાત માલધારી સેનાએ માળિયા મામલતદારને આવેદન પાઠવ્યું છે. જેમાં જણાવ્યું છે કે માળિયા તાલુકાના વવાણીયા ગામમાં ગૌચર જમીન ખેડીને વાવેતર કરેલ છે. ગત વર્ષે પણ તે લોકોને જાણ કરવા છતાં આ વર્ષે વાવેતર માટે તૈયાર કરેલ છે. જો આમ જ ગૌચર જમીન ખેડાતી જશે તો બધી જ ગાયો રસ્તા પર રઝળતી થઇ જશે. જેથી જલ્દીથી પ્રશ્નનો નિરાકરણ લાવવા માલધારી સમાજએ માંગ કરી છે. ક્રાઈમ રિપોર્ટર : કાળુભાઈ પાચિયા, મોરબી

Read More

લાખણી નાં કોટડા ગામે ગ્રામજનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

હિન્દ ન્યુઝ, લાખણી  રક્તદાતાઓ દ્વાર 50 બોટલ રક્તદાન કરવામાં આવ્યું હતું.     લાખણી તાલુકા નાં કોટડા ગામે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ગ્રામજનો સહિત લોકો દ્વારા 50 બોટલ રક્તદાન રક્તદાતાઓ દ્વારા એકત્રિત કરવામાં આવ્યું હતું. જે બ્લડ ધાનેરા વ્હાઈટ ક્રોસ વોલન્ટરી બ્લડ બેંક માં જમાં કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે ડો.દિનેશભાઈ ચૌધરી, દીપકભાઈ ચૌધરી, શંકરભાઈ ચૌધરી એલ.વી.ચૌધરી, રઘુભાઈ સોલંકી રાષ્ટ્રીય કિસાન સંગઠન નાં જીલ્લા પ્રમુખ દોલાભાઈ ખાગડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Read More

લાખણી ના કુંડા થી કોટડા ગામે જોડતો રસ્તા પર ટ્રેક્ટર નું ટાયર ફુટતા ટ્રેકટર રોડ થી નીચે ધરસાયુ

હિન્દ ન્યુઝ, લાખણી      કુંડા થી કોટડા જોડતો રસ્તા પર ટ્રેક્ટર નું ટાયર ફુટતા રોડની સાઈડમાં નિચાણવાળા ભાગમાં દિવાલ કામ ન હોવાથી ટ્રેક્ટર પલ્ટી ગયુ.સ્થાનિક લોકો ના જામ્યા ટોળેટોળા સ્થાનિક લોકો નું કહેવુ છે, કે જો હવેથી વાહનો પલ્ટી મારવાનું ચાલું થઈ ગયું તો હજુ તો રોડનું કામ પુરું થયું નથીં નિચાણવાળા ભાગ માં દિવાલ કામ થાય તેવી સ્થાનિક લોકો ની માંગ ઉઠી છે.  જો રોડ ની સાઈડ બાંધ કામ અથવા દિવાલ નું બાંધકામ નહીં થાય તો આવાં અકસ્માત થશે તો કોણ જવાબદાર ? તંત્ર ની આળસ, કૌભાંડ, બેદરકારી…

Read More

જાણીતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદમયી માતાજીએ કોરોનાની બીજા તબક્કાની રસી મૂકાવી

હિન્દ ન્યુઝ, ભાવનગર      રાજ્ય સરકાર દ્વારા ‘સ્થળ પર પહોંચો અને રસીકરણ કરાવો’ ની શરૂઆત કરવામાં આવી છે અને તેના દ્વારા રાજ્યના તમામ નાગરિકોને રસીકરણ થાય તે માટે વ્યાપક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોરોના રસીકરણના આરોગ્ય તંત્રના આ વ્યાપક અભિયાનમાં ઉમરાળા તાલુકાના જાળિયાના શિવકુંજ આશ્રમના શ્રી વિશ્વાનંદમયીજી પણ જોડાયા છે. જાણીતા કથાકાર વક્તા શ્રી વિશ્વાનંદમયી માતાજીએ જાળિયા ગામમાં આજે બીજા તબક્કાની રસી મૂકાવી હતી. રસીકરણ બાદ તેમણે જણાવ્યું કે,વ્યક્તિ તંદુરસ્ત હશે તો જ રાષ્ટ્ર તંદુરસ્ત બનશે. તેથી રાજ્યના દરેક નાગરિકો સત્વરે રસી મુકાવીને પોતાની જાત સાથે રાષ્ટ્ર અને…

Read More