ભાવનગર જિલ્લામાં વરસાદી ઋતુનો અત્યાર સુધીમાં ૧૦૫ મી.મી. વરસાદ નોંધાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ચાલુ વરસાદી ઋતુમાં વિતેલાં ૨૪ કલાકમાં ઉમરાળા તાલુકામાં ૨૫ મી.મી., ઘોઘા તાલુકામાં ૧૯ મી.મી., સિહોર તાલુકામાં ૮ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૭ મી.મી., ભાવનગર તાલુકામાં ૭ મી.મી.,પાલીતાણા તાલુકામાં ૫ મી.મી. અને ગારીયાધાર તાલુકામાં ૪ મી.મી. વરસાદ નોંધાયો છે.

  ચાલુ વરસાદી સિઝનમાં અત્યાર સુધી ભાવનગર જિલ્લામાં ઉમરાળા તાલુકામાં ૧૧૬ મી.મી., ઘોઘા તાલુકામાં ૮૮ મી.મી., સિહોર તાલુકામાં ૭૦ મી.મી., વલ્લભીપુર તાલુકામાં ૯૪ મી.મી., ભાવનગર તાલુકામાં ૧૪૭ મી.મી., પાલીતાણા તાલુકામાં ૧૦૫ મી.મી., ગારીયાધાર તાલુકામાં ૧૪૮ મી.મી., જેસર તાલુકામાં ૬૯ મી.મી., તળાજા તાલુકામાં ૧૦૫ મી.મી. અને મહુવા તાલુકામાં ૧૧૬ મી.મી. વરસાદ પડ્યો છે.
ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ ૧૮.૧૯% વરસાદ પડી ચૂક્યો છે.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી (ભાવનગર)

Related posts

Leave a Comment