પત્રકારને માર મારનાર પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ લાલપુર પ્રાંત અધિકારી ને આવેદનપત્ર પાઠવ્યું

હિન્દ ન્યૂઝ, લાલપુર      જામનગર જિલ્લાના લાલપુર ના પીપર પાટીયા પાસે 5000રૂપીયા ની અજાણીયા શખ્સ દ્વારા પોતાને પોલીસ બતાવીને લાલપુર ટુડે ન્યુઝ ના તંત્રી દિનેશ ભાઈ ચારણ પાસે માંગ કરી. વાહન અટકાવી વાહન ના દસ્તાવેજ માંગી રૂપિયા 5000 હજારની માંગણી કરાઇ હતી. રૂપિયા આપવાનો ઇનકાર કરતાં અને પોતે પત્રકાર છે એવી ઓળખ આપતાં દિનેશ ભાઈ ચારણને અજાણ્યા વ્યક્તિએ બેફામ ગાળો બોલી અને લાતુ પાટુ નો માર માર્યો, તેમજ એમનું વાહન લઈ જવાની ધમકી આપનાર સામે ફરિયાદ. દિનેશભાઈ ચારણે લાલપુર પ્રાંત માહિતી અધિકારીને અને જામનગર કલેકટર તથા જામનગર એસ.પી. ને લેખિતમાં…

Read More

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઈગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે ભણસાલી ટ્રસ્ટ દ્વારા 5 ઓક્સિજન મશીન આપવામાં આવ્યાં

  હિન્દ ન્યૂઝ, સુઈગામ      સરહદી સુઈગામ તાલુકામાં કોરોના વાયરસ સંક્રમણ મહામારી ચાલી રહી છે ત્યારે સુઈગામ તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલ બેન આંબલિયા ના જણાવ્યા મુજબ સુઈગામ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સરહદી સુઈગામ પંથકની તમામ પ્રજાને કોવિડ-19 કોરોના વાયરસ સંક્રમણમાં આવેલા દર્દીઓ ને તાત્કાલિક સારવાર મળે, તે માટે 9-ઓક્સિજન બેડ માટે ઓક્સિજન લાઈન કાર્યરત છે અને આજે ભણસાલી ટ્રસ્ટ, રાધનપુર તરફથી સુઈગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર માટે સુઈગામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી કુ.કાજલ બેન આંબલિયા ને 5 ઓક્સિજન મશીન ભણસાલી ટ્રસ્ટ, રાધનપુર તરફથી આપવામાં આવ્યાં છે. ત્યારે આવી કપરી મહામારીમાં 5…

Read More

દિયોદર ના વખા ગામે માલિકીની 10 ગાયો નું મૃત્યુએ, રંડાના પાન ખાવાથી ગાયો ને મેણો ચડવાથી મોત

હિન્દ ન્યૂઝ, દિયોદર      કોરોના મહામારી વચ્ચે દિયોદર તાલુકાના વખા ગામે ગત રોજ લ મુકેશભાઈ ભરવાડ ની 100 જેટલી ગાયો એરંડા ના ખેતરમાં ચારણ કર્યું હતું. જેમાં ગાયો ને અચાનક મેણો ચડતા ગાયો ની સ્થિતિ ગંભીર બની હતી. ત્યારે ગામલોકો ને ગાયો બીમાર પડી હોવાની જાણ થતાં ઘટનાસ્થળે ગૌ પ્રેમી દોડી આવ્યા હતા. નવા ગામે આવેલ મનોરમાં ગૌ હોસ્પિટલ ના ડોકડરો તેમજ દિયોદર પાંજરાપોળ ના ડોકટરો ઘટના સ્થળે દોડી આવી ગાયો ને સારવાર આપી હતી. પણ ગાયોને ઘાસના ઝેર ની ગંભીર અસર ને લીધે કેટલીક ગાયો બચી ગઈ હતી…

Read More

બનાસકાંઠા એસપી એ આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં આવેલા જન સુવિધા કોવીડ કેર સેન્ટર ખાતે મુલાકાત લીધી

હિન્દ ન્યૂઝ, દિયોદર     કોરોના કાળમાં બનાસકાંઠા એસપી એ આદર્શ હાઈસ્કૂલ ના કેમ્પસમાં આવેલા જન સુવિધા કોવીડ કેર સેન્ટર ખાતે મુલાકાત લીધી હતી. જેમાં દિયોદર જન સુવિધા કોવીડ કેર સેન્ટરના કોવીડ દર્દીઓ ની જાત મુલાકાત, લઈ સમીક્ષા કરી હતી. મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લા એસપી ની કોવીડ કેર સેન્ટર ની મુલાકાત દરમિયાન દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભૂરિયા, પૂર્વ ધારા સભ્ય અનિલ ભાઈ માળી સાથે કોવીડ કેર સેન્ટર ની વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી. જેમાં બનાસકાંઠા એસપી લીધેલી કોવીડ કેર સેન્ટર ની વ્યવસ્થા ની મુલાકાત દરમિયાન વિઝીટ બુકમાં નોંધ કરી…

Read More

કોરોના મહામારીમાં માંગરોળ સહારા હોસ્પિટલની સેવાને સલામ

હિન્દ ન્યૂઝ, માંગરોળ     દેશભરમાં કોરોનાની બીજી લહેરે કોહરામ મચાવ્યો છે અને ઘણાં ઓછા સમયમાં સેંકડો લોકો મોતના મુખમાં ધકેલાઈ ચૂક્યા છે. આવા સમયે હોસ્પિટલો, સામાજિક સંસ્થાઓ, સેવાભાવી લોકો જરૂરિયાતમંદો ની સેવા કરવામાં રાત-દિવસ એક કરી રહ્યા છે. એ જ કળીમાં માંગરોળમાં ઈમદાદે મરીઝ કમિટી સંચાલિત સહારા હોસ્પિટલ પણ અવીરત દર્દીઓની સેવામાં છે. હોસ્પિટલ મેનેજમેન્ટે કોઈ પણ પ્રકારનો ચાર્જમાં વધારો કર્યા વિના લોકોને સતત સેવા આપીને માનવતા મહેકાવી છે. કપરા કાળમાં તકસાધુ આફતને અવસર સમજી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારના ઈમરજન્સી ચાર્જ લીધા વિના મોડી…

Read More

ચોટીલા નગરપાલિકા ના સફાઈ કર્મીઓ 3 માસ નો પગાર અને સુરક્ષાના સાધનો ને લઈને લેખિત રજુઆત કરાઈ

હિન્દ ન્યૂઝ, ચોટીલા     ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા લેખિત રજુઆત સાથે સફાઈ કર્મચારીઓ હડતાલ અંગે ચીમકી ઉચ્ચારી. ચોટીલા ની સફાઈ નો જવાબદારી નિભાવતા 55 જેટલા સફાઈ કર્મચારીઓ નો 3 માસ નો પગાર અને કોરોના ના કહર વચ્ચે સુરક્ષાના સાધનો આપવાની માંગણી સાથે નગરપાલિકા માં લેખિત સાથે હડતાલ ની ચીમકી સાથે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા રજુઆત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય કર્મચારી સંઘના મયુરભાઈ પાટડીયા એ જિલ્લાની ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં સફાઈ કામગીરી કરતા 55 જેટલા સફાઈ કર્મીઓના 3 માસ થી પગાર ન ચૂકવાયા તેમજ હાલ કોરોના વોરિયર્સ તરીકે…

Read More

પાલનપુર નાં હોડા ગામ માં પેટા આરોગ્ય કેન્દ્ર પર કોવિડ બીજા ડોઝ ની રસી મુકાવવા માટે લાઈન લાગી

હિન્દ ન્યૂઝ, પાલનપુર    કોરોના ની રસી માટે લોકો ને રસી લેવા સરકાર દ્વારા અપીલ કરવામાં આવે છે. જેમા આજ રોજ હોડા ગામ ના પરા વિસ્તાર મા પેટા આરોગ્ય કેન્દ્ર પર 45 વર્ષ ઉપર ના દરેક નાગરિકો ને રસી આપવામાં આવી હતી જેમા રસી નો બીજો ડોઝ માટે ગામ ના નાગરિકો ઉમટી પડ્યા હતા લાઇનો લાગી હતી. કોરોનાની મહામારી માં સરકાર દ્વારા દો ગજ કી દુરી માસ હૈ જરૂરી ના કેન્દ્ર ની અંદર સોશિયલ ડિસ્ટન્સ ના પાલન મા દો ગજ કી દૂરી નું પાલન ના ધજાગરા કેન્દ્ર પર સબ સેન્ટર…

Read More

રાજકોટ ઝૂ ખાતે સિંહણ રૂત્‍વીને સ્‍નેક બાઇટ પછી તાત્કાલિક સારવાર અપાતા સિંહણની તબીયતમાં ખુબ સારો સુધારો

હિન્દ ન્યૂઝ, રાજકોટ     રાજકોટ ઝૂ ખાતે તા.૧૦/૦૫/૨૦૨૧ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે સિંહ વિભાગના એનિમલ કિ૫ર પોતાના નિયત સમયે ફરજ ૫ર જઇ દૈનિક ક્રિયા મુજબ તમામ પ્રાણીઓને ચેક કરતા સિંહણ રૂત્‍વી ઉંમર ૬.૫ વર્ષ સુતેલી હાલતમાં જોવા મળેલ. આ સિંહણને ઉભી કરવા છતા ૫ણ ઉભી ન થઇ શકતા એનિમલ કિ૫ર દ્વારા વેટરનરી ડોકટરને તાત્‍કાલિક જાણ કરી બોલાવવામાં આવેલ. વેટરનરી ડોકટર દ્વારા સિંહણને તપાસતા સિંહણના પૂછડીના મૂળના ભાગે સોજો મળેલ અને સિંહણ કોમા કન્‍ડીશનમાં સુતેલી અવસ્‍થામાં હોય, પ્રાથમિક રીતે સિંહણને રાત્રી દરમિયાન ઝેરી સર્પદંશ થવાનું જણાઇ આવતા તેમને તાત્‍કાલિક સારવાર…

Read More

જામ ખંભાળિયા મા RTPCR લેબ નું ઉદ્ઘાટન કરતા રાજ્ય સરકાર ના મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુભા)

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા જામ ખંભાળિયા જનરલ હોસ્પિટલ ખાતે રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ના વરદ હસ્તે RTPCR લેબ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઈ જોગલ કલેક્ટર ડીડીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લા ભાજપ દ્વારા ચાલતું કોવિડ કેર આયસોલેશન ની મુલાકાત લીધી હતી તેમજ વરિયા પ્રજાપતિ સમાજ ખાતે દર્દીઓ ના સગા માટે જિલ્લા ભાજપ દ્વારા ચાલતું રહેવા જમવાની વ્યવસ્થા સેન્ટર પર મુલાકાત કરી દર્દીઓ ના સગા મળી વ્યવસ્થા અંગે સુચન હોય તો જણાવવા કીધું હતું.  દેવભૂમિ દ્વારકાnu જિલ્લામાં કોવિડ ટેસ્ટ…

Read More