તંત્ર ક્યારે જાગશે ? હિન્દ ન્યૂઝ, દિયોદર થરાદ ની જેમ દિયોદર પોલીસ તંત્ર અને જવાબદાર તંત્ર પગલાં ભરે તો અઢકલ દવાઓ મળી આવે તેમ છે. બનાસકાંઠા સરહદી વિસ્તાર માં હવે યુવાધન વ્યસન તરફ વળ્યા છે. જેમાં પ્રતિબંધિત અને નશીલી દવાઓ નો વેપલો ખુલ્લેઆમ ધમધમતો થયો છે. જેમાં શહેર અને ગ્રામીણ વિસ્તાર માં નશીલી દવાઓ ખુલ્લેઆમ વેચાઈ રહી છે. દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તાર માં ઘણા સમય થી આજનું યુવાધન વ્યસન ફેશન અને દેખાદેખી થી બરબાદી ના પંથે ધકેલાઈ…
Read MoreMonth: March 2021
વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરાવવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, વેરાવળ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ની બાદલભાઈ મોહનભાઈ હુંબલ, પિયુષભાઈ ખીમજીભાઈ ફોફંડી, હરેશભાઈ જેઠવા, પ્રહલાદભાઈ શામળા અને વોર્ડ નંબર 8 ના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા વિશાલ રાજેશભાઈ કાગડા દ્વારા બીજે દિવસે જ ક્લાસિક શાંતિ એપાર્ટમેન્ટ આ વિસ્તારમાં મુલાકાત લઇ ને આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ ચાલુ કરાવવામાં આવ્યું અને ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ અહીંયા રોડ બનાવવા માટે નું આયોજન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર તંત્રી : તુલસી ચાવડા
Read Moreધારી બજરંગ ગ્રુપ દ્વારા વિનામુલ્યે નેત્રયજ્ઞ નુ આયોજન
હિન્દ ન્યૂઝ, ધારી ધારી બજરંગ ગ્રુપ દ્વારા વિનામુલ્યે નેત્રયજ્ઞ નુ આયોજન કરવામાં આવેલ હતું. જેમા 80 દર્દીઓ ને વિનામુલ્યે આંખ નુ ઓપરેશન પુ. રણછોદ્દાસજી બાપુ હોસ્પિટલ ખાતે ત્રણ બસ ભરી ને દર્દીઓ ને મોકલવા માં આવેલ ત્યારે બજરંગ ગ્રુપ ના દુર્ગેશ ઢોલરિયા જયુભાઈ જેઠવા, રમેશભાઈ મકવાણા, રીતેશ સિરોયા સેવા આપેલ હતી. આ કાર્યમાં ડો. વાઘેલા દ્વારા સુંદર સેવા આપવામા આવી હતી અને દર મહિના ના પહેલા બુધવારે વિનામુલ્યે નેત્રયજ્ઞ નુ આયોજન કરવામા આવે છે તો ધારી અને આજુબાજુ ના ગામડાના દર્દીઓએ બજરંગ ગ્રુપ પ્રમુખ પરેશ પટ્ટણી ને…
Read Moreમાંગરોળ તાલુકાનાં પીપોદરા ગામે હાઇવે ઉપર પૂંઠાનાં કાર્ટૂન ભરેલાં આઇસરમાં લાગેલી આગ
હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામે હાઇવે ઉપર પૂંઠાનાં કાર્ટૂન ભરેલાં આઇસરમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. તાલુકામાંથી પસાર થતાં રાષ્ટ્રીયધોરી માર્ગ 48 ઉપર, પીપોદરા ગામે બ્રીજ ઉપર આ ઘટના બની હતી. આ ઘટનાં બાદ એક તબક્કે હાઇવે પર ટ્રાફીક જામ થઈ ગયો હતો. બનાવની જાણ પાલોદ આઉટ પોલીસ ચોકીને કરાતાં પોલીસ ઘટનાં સ્થળે દોડી ગઈ હતી અને ફાયર ફાઈટરોને બોલાવી, આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરતાં, ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. રિપોર્ટર : નઝીર પાંડોર, માંગરોળ (સુરત)
Read Moreજીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અતુલ કાનાણીની મુખ્યમંત્રીને ધારદાર રજુઆત
ધારી તાલુકાને ફાયર ફાઇટર વાહન ફાળવવા માંગણી હિન્દ ન્યૂઝ, ધારી ધારી વિસ્તારમા આગજની ની ધટના બનવાની ઘટનાઓ વધી ગયેલ છે. હમણા-હમણા ધારી શહેર અને પરા વિસ્તારોમા આગજનીના બનાવો બનવાના વધી ગયા છે. રહેણાક મકાન હોય કે ધંધા રોજગારનું સ્થળ હોય અથવા જાહેર પ્રસંગો હોય આવી જગ્યાએ ઘણી વખત આકસ્મિક આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ધારી શહેરમા હમણા-હમણા આગ લાગવાની ઘટનાઓ બનવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવા સમયે ચલાલા નગરપાલિકા -બગસરા નગરપાલિકા અને વિસાવદર નગરપાલિકા પાસેથી ફાયર ફાઇટર મંગાવવું પડે છે. ફાયર ફાઇટર આવવામા સમય…
Read Moreથરાદ ખાતે બ્રાહ્મણ સમાજ ના અગ્રણી અને શ્રીમાળી સમાજના પુર્વ પ્રમુખ ગણપતલાલભાઈ રામચંદભાઈ જોષી નું અવસાન થતા શ્રીમાળી બ્રાહ્મણ સમાજ માં મોટી ખોટ
હિન્દ ન્યૂઝ, થરાદ બ્રાહ્મણ સમાજ ના અગ્રણી અને શ્રીમાળી સમાજના પુર્વ પ્રમુખ તેમજ નિવૃત વિસ્તરણ અધિકારી ગણપતલાલભાઈ રામચંદભાઈ જોષી ધાર્મિક પ્રવૃત્તિ ધરાવતા હતા. શ્રીમંત ભાગવત કથા અને રામાયણ વગેરે ધાર્મિક ભજનો માં પણ જતા અને કોઈ પણ ધાર્મિક કાર્યો નો મોટા પાયે ફાળો પણ આપતા અને ખુબ જ શાન્ત સ્વભાવ અને નિખાલસ અને બ્રાહ્મણ સમાજ ના દરેક કાર્યમાં હર વખતે સહભાગી રહેતા અને થરાદ તાલુકા પંચાયત માં વિસ્તરણ અધિકારી તરીકે ખુબજ લોક ચાહના મેળવી પોતે નિવૃત થયા હતા અને પોતાની પાછળ ની જીંદગી ફક્ત ને…
Read More14 વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિ.નો ૧૩ મો પદવીદાન સમારોહ તા.૫ ના રોજ ઓનલાઈન યોજાશે
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિ.દ્રારા ૧૩ મો પદવીદાન સમારોહ તા.૦૫-૦૩-૨૧ ના રોજ સવારે ૧૧ કલાકે યુનિ. કેમ્પસ પર ઓનલાઇન યોજાશે. જેમા માન.રાજ્યપાલ અને યુનિ.કુલાધિપતિ દેવવ્રત આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય અતિથી તરીકે ભાઈ રમેશભાઈ ઓઝા, સારસ્વત તરીકે એન.ગોપાલસ્વામીજી ઓનલાઈન હાજરી આપશે. ઉપરાંત સાંસદ રાજેશભાઈ ચુડાસમા, કુલપતિ પ્રો.ગોપબન્ધુ મિશ્ર અને કુલસચિવ ડો.દશરથ જાદવ પણ સહભાગી થશે. યુનિ.માં ચાલતા અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી બી.એ.-૩૧૮, આચાર્ય-એમ.એ-૧૭૫, પીજીડીસીએ-૧૭૫, શિક્ષાશાસ્ત્રી-બી.એડ-૪૯, તત્વાચાર્ય-એમ.ફિલ-૨૪, વિભાવારિધિ-પીએચડી-૯ મળી કુલ ૭૫૦ પદવી પ્રમાણપત્રો…
Read Moreથેલેસેમીયા પિડિત બાળકો, કેન્સર તથા કીડનીના દર્દીને વિના મુલ્યે બ્લડ મળી રહે તે માટે બ્લડ ડોનેશન કેમ્પ
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરીમાં શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ તથા ડે. કલેકટર પંકજસિંહ જાડેજા મેમોરીયલ ગ્રુપ તથા રાજકોટ સિવિલ હોસ્પીટલનાં નિષ્ણાત ડોકટરોની ટીમની માનદ સેવા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જરૂરીયાત મંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો, કેન્સરના અને કીડનીના દર્દીઓને વિના મુલ્યે બ્લડ મળી રહે તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું નીચેની વિગતે આયોજન કરવામાં આવેલ હોય સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરવા માંગતા લાઇબ્રેરીના સભ્યશ્રીઓ તથા શહેરના નાગરીકોને આ સમય દરમ્યાન બ્લડ ડોનેટ કરી જરૂરીયાતમંદ દર્દીઓને મદદ કરવા અપીલ કરવામાં આવે છે. તારીખ…
Read Moreરાજકોટ ના હેડકવાર્ટરમાં અંબાજી મંદિર મહાઆરતીનો લાહવો લેતા પોલીસ અઘિકારીઓ, કર્મચારીઓ અને તેમના પરિવારજનો
હિન્દ ન્યૂઝ, રાજકોટ રાજકોટ ખાતે માં અંબાજી માતા નું મંદિર ની પ્રાણ પ્રતિસ્થા ને એક વર્ષ પુરું થતાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સાથે તેમના ભાઈ ડો.અજય અગ્રવાલ પણ જોડાયા. ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી પ્રવીણ કુમાર મીણા, એસીપી ડી.વી બસીયા સહીત ના સામેલ થયા. ધાર્મિક કાર્યક્રમો યજ્ઞ, સત્યનારાયણ ભગવાનની કથા તથા સાંજે મહાઆરતી આયોજન થયું હતું. જેમાં તમામ પોલીસ અઘિકારીઓ-કમૅચારીઓ તેમજ પોલીસ પરિવારજનો એ ભાગ લીધો હતો અને મા જગત જનની અંબા માતાનો જય જય કાર કર્યો હતો. રિપોર્ટર : ચંદ્રેશ વાઢેર, રાજકોટ
Read Moreમહાશિવરાત્રીનો મેળો કોરોનાની મહામારીના કારણે રખાયો મોકૂફ
હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા મહાશિવરાત્રીના મેળાને લઇ વહીવટીતંત્રની યોજાઇ બેઠક સાધુ સંતો ઉતારા મંડળ અને અધિકારીઓ વચ્ચે બેઠક સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયને સાધુ-સંતોએ આવકાર્ય આગામી દિવસોમાં સાધુ-સંતો દ્વારા પરંપરા સાચવા કઈ રીતે તૈયારી કરવી તેની કરશે જાહેરાત શ્રદ્ધાળુઓને આ વર્ષે મેળામાં ના આવવા સાધુ સંતોની અપીલ રિપોર્ટર : આશિષ નકુમ, જામ ખંભાળિયા
Read More