જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અતુલ કાનાણીની મુખ્યમંત્રીને ધારદાર રજુઆત

ધારી તાલુકાને ફાયર ફાઇટર વાહન ફાળવવા માંગણી

હિન્દ ન્યૂઝ, ધારી

          ધારી વિસ્તારમા આગજની ની ધટના બનવાની ઘટનાઓ વધી ગયેલ છે. હમણા-હમણા ધારી શહેર અને પરા વિસ્તારોમા આગજનીના બનાવો બનવાના વધી ગયા છે. રહેણાક મકાન હોય કે ધંધા રોજગારનું સ્થળ હોય અથવા જાહેર પ્રસંગો હોય આવી જગ્યાએ ઘણી વખત આકસ્મિક આગ લાગવાની ઘટનાઓ બની રહી છે. ધારી શહેરમા હમણા-હમણા આગ લાગવાની ઘટનાઓ બનવાના કિસ્સાઓ વધી રહ્યા છે. આવા સમયે ચલાલા નગરપાલિકા -બગસરા નગરપાલિકા અને વિસાવદર નગરપાલિકા પાસેથી ફાયર ફાઇટર મંગાવવું પડે છે. ફાયર ફાઇટર આવવામા સમય લાગવાના કારણે લાગેલી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને જાન માલની મોટી નુકશાની કરે છે. આવી સ્થિતીમા ધારી ગામ પંચાયતને તાત્કાલિક ફાયર ફાઇટર વાહન ફાળવવાની ધારદાર માંગણી અમરેલી જીલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અતુલભાઈ કાનાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યખ્યમંત્રી નિતીનભાઈ પટેલને પત્ર લખીને કરેલ છે.

રિપોર્ટર : સંજય વાળા, ધારી

Related posts

Leave a Comment