હિન્દ ન્યૂઝ, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરીમાં શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ તથા ડે. કલેકટર પંકજસિંહ જાડેજા મેમોરીયલ ગ્રુપ તથા રાજકોટ સિવિલ હોસ્પીટલનાં નિષ્ણાત ડોકટરોની ટીમની માનદ સેવા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જરૂરીયાત મંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા ગ્રસ્ત બાળકો, કેન્સરના અને કીડનીના દર્દીઓને વિના મુલ્યે બ્લડ મળી રહે તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું નીચેની વિગતે આયોજન કરવામાં આવેલ હોય સ્વેચ્છાએ બ્લડ ડોનેટ કરવા માંગતા લાઇબ્રેરીના સભ્યશ્રીઓ તથા શહેરના નાગરીકોને આ સમય દરમ્યાન બ્લડ ડોનેટ કરી જરૂરીયાતમંદ દર્દીઓને મદદ કરવા અપીલ કરવામાં આવે છે.
તારીખ : ૪/૩/૨૦૨૧ ગુરૂવાર
સમય : સવારે ૧૦.૦૦ થી બપોરે ૨.૦૦ કલાક સુધી
માર્ગદર્શન : રાજકોટ સિવિલ હોસ્પીટલના નિષ્ણાત ડોકટરોની ટીમ
સ્થળ : રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત બાબુભાઇ વૈધ લાઇબ્રેરી, બાપા સીતારામ ચોક પાસે, પેરેડાઇઝ હોલ સામે, રૈયા રોડ, રાજકોટ