માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે કાર્યરત GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટને સામાજીક કામગીરી કરવા બદલ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આપવામાં આવેલ એવોર્ડ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે કાર્યરત GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટને સામાજીક કામગીરી કરવા બદલ સુરત નાં સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી એવોર્ડ આપવામાં આવ્યો છે. GIPCL કંપનીના કાર્યક્ષેત્રમાં આવતાં ગામોમાં અનેક વિકાસ કામો કરવા માટે કંપનીએ દીપ નામના ટ્રસ્ટની રચનાં કરવામાં આવેલી છે. આ ટ્રસ્ટે સામાજીક ક્ષેત્રે ખૂબ સારી કામગીરી કરી છે. જેમાં પણ ખાસ કરી સ્વચ્છતા અને મહિલા સશક્તિકરણની કામગીરી ખૂબ જ સારી કરી હોય, આ કામગીરીને ધ્યાનમાં લઈ સુરતનાં સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્દ્રસ્ટ્રીરીઝ તરફથી દીપ ટ્રસ્ટની પસંદગી કરી, એવોર્ડ આપવામાં…

Read More

ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલના યુવાનો ધૈર્યરાજસિંહની મદદ માટે આવ્યા આગળ….

હિન્દ ન્યૂઝ, ખેડા મહીસાગરના કાનેસર ના રહેવાસી રાઠોડ રાજદીપસિંહ ના ત્રણ મહિનાના બાળક ધૈર્યરાજસિંહને એસએમએ ૧ નામની ગંભીર બીમારી છે. તેને બીમારીમાંથી બહાર લાવવા માટે ૧૬ કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂરિયાત છે, ત્યારે તેના પિતા તેમજ તેની માતાએ ગુજરાતમાંથી લોકોને પોતાનો વ્હાલસોયા ત્રણ મહિનાના બાળક બચાવવા માટે મદદ માંગી, ત્યારે છેલ્લા એક અઠવાડિયાની અંદર સમગ્ર ગુજરાતમાંથી અંદાજિત ચાર કરોડ રૂપિયાની રકમ મળી ચૂકી છે, ત્યારે ‘જન સેવા એ જ પ્રભુ સેવા’ ને પ્રેરણાસ્ત્રોત માની ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલ ના યુવાનો પણ મદદ માટે આગળ આવ્યા છે. થર્મલના યુવાનોએ માસુમ ત્રણ મહિનાના…

Read More

ખેડા જિલ્લામાં પીંગળજ ગામે દાંડીયાત્રાનુ ભવ્ય સ્વાગત મહાત્મા ગાંધી અમર રહોના નાદથી વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયુ

હિન્દ ન્યૂઝ, નડિયાદ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લામાં પ્રવેશેલી દાંડીયાત્રાનુ જિલ્લામાં વહીવટીતંત્ર દ્રારા ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામા આવી રહ્યુ છે. સાથે સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ રાત્રિ રોકાણ દરમ્યાન દાંડીયાત્રીકોના રાત્રિ નિવાસ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. આજે નવાગામ ખાતે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. દાંડીયાત્રાના અમૃત મહોત્સવ નિમિતે યોજાનાર દાંડીયાત્રાનુ ખેડા જિલ્લામાં પીંગળજ મુકામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. દાંડીયાત્રાના આ યાત્રિકોનુ ડીજે, બેન્ડ, ઢોલ, શાળાની બાળાઓએ કળશ સાથે સ્વાગત કર્યુ હતુ. રસ્તાની બન્ને બાજુએ ગ્રામજનોએ હરોળમાં ઉભા રહી દાંડીયાત્રીઓ પર પુષ્પવર્ષા કરી હતી. સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય અર્જુનસિંહ…

Read More

વસીમ રિઝવીની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે સોમવારે યંગ એકતા ફાઉન્ડેશનના નેજા હેઠળ માંગરોળનાં મામલતદારને આવેદનપત્ર અપાશે

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત) વસીમ રિઝવી તરફથી ઇસ્લામ ધર્મનાં પવિત્ર કુરાન શરીફમાંથી 26 જેટલી આયતો હટાવવા પ્રશ્ને એક વિવાદી નિવેદન કરી દેશમાં અરાજકતા અને કોમી રમખાણો ફાટી નીકળે એ પહેલાં એનાં વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી એની ધરપકડ કરવામાં આવે એવી માંગ સમગ્ર દેશનાં મુસ્લિમ ધર્મ ગુરૂઓએ કરી છે. જ્યારે વસીમ રિઝવીનાં આ વિવાદી નિવેદનનાં ઘેરાપ્રત્યાઘાટ, સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં પડ્યા છે. માંગરોળ તાલુકામાં કાર્યરત યંગ એકતા ફાઉન્ડેશનનાં નેજા હેઠળ આગામી તારીખ 15 મી માર્ચના સોમવારે બોપોરે ત્રણ વાગ્યે માંગરોળનાં મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં માંગરોળ તાલુકાનાં મુસ્લિમ…

Read More

ધારી પો.સ્ટે.ખાતે ગૃહ વિભાગ ગાંધીનગર તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં નવી બોલેરો ગાડીની ફાળવણી

હિન્દ ન્યૂઝ, ધારી ધારી ખાતે ગૃહ વિભાગ ગાંધીનગર તરફથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં નવી બોલેરો ગાડીની ફાળવણી થયેલ હોય જે પૈકીની એક નવી બોલેરો ગાડી ની ફાળવણી ધારી પોલિસ સ્ટેશનમાં પણ થતાં આજરોજ પીએસઆઇ એન.એ.વાઘેલા, વિરમદેવ સિંહ જાડેજા, એસ.એમ.સરધારા મનજી ભાઈ જાદવ, ઉમેશભાઈ માંજરીયા, સ્નેહલ બેન સભાયા તેમજ હાજર સ્ટાફ નાઓએ હાર, શ્રીફળ, ચુંદડી થી ગાડી ને આવકારેલ છે. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

3 મહિનાના ધૈર્યરાજને રૂ.16 કરોડની જરૂર હોવાથી ચોટીલાનાં યુવાનોએ ધૈર્યરાજ માટે દાન એકત્રિત કર્યું

ગંભીર બિમારીથી પિડાતા ધૈર્યરાજસિંહ માટે હાલક હિન્દ ન્યૂઝ, ચોટીલા મહિસાગર જિલ્લાના કાનેસર ગામના અને હાલ ગોધરા રહેતા એક પરિવારના રાજદીપ રાઠોડના 3 મહિનાના પુત્ર ધૈર્યરાજસિંહને તમારી મદદની જરૂર છે. ધૈર્યરાજને SMA-1 નામની બિમારીના ઈલાજ માટે એક ખાસ ઈન્જેક્શનની જરૂર છે. જેની કિંમત 16 કરોડ રૂપિયા છે. જેના માટે હાલ ગુજરાત ભરમાંથી ફંડ એકઠું કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચોટીલાના રવિરાજસિંહ ઝાલા, અક્ષયપાલસિંહ ચૌહાણ, યુવરાજસિંહ જાડેજા, મીતરાજસિંહ ચૌહાણ, દીપરાજસિંહ ઝાલા, રવિભાઈ મોચી, લક્કીરાજસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ જાડેજા દ્વારા ચોટીલા શહેરમાં તેમજ હાઇવે પર થી ૨૧,૫૦૦/- રૂ.નું ધૈર્યરાજસિંહ માટે દાન એકઠું કર્યું હતું.…

Read More

જામ ખંભાળિયા નાં શિવમ સોસાયટી નાં યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

હિન્દ ન્યૂઝ, જામ ખંભાળિયા જામ ખંભાળિયામાં શીવમ સોસાયટીમાં યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી. યુવાનના આપઘાતનું કારણ હજું અકબંધ. પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી. રીપોર્ટર : જયરાજ માખેચા, જામ ખંભાળિયા

Read More

થરાદ માર્કેટ યાર્ડ મા રાયડા ની બહોળી આવક

હિન્દ ન્યુઝ, થરાદ              થરાદ માર્કેટ યાર્ડમાં ખેડૂતો રાયડા ની જણસી નો વેપાર કરવા બહોળા પ્રમાણમાં ટ્રેક્ટર અને ડાલા લઈને આવેલા જોવા મળ્યા. માર્કેટયાર્ડ ખાતે પુષ્કળ પ્રમાણમાં રાયડાની આવક શરૂ થતાં માર્કેટમાં ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ. વેપારીઓએ બોરીઆે રસ્તા પર મુકવી પડી. આશરે ચાલીસ હજાર બોરીની આવક થતી હોય તેવુ વેપારીઓ દ્વારા જાણવા મળ્યું. રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Read More

ગુજરાતના ખ્યાતનામ કલાકારો દાંડીયાત્રા દરમ્યાન ખેડા જિલ્લામાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભક્તિના ગીતો રજુ કરશે

હિન્દ ન્યૂઝ, નડિયાદ            આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લામાં પ્રવેશેલી દાંડીયાત્રાનુ જિલ્લામાં વહીવટીતંત્ર દ્રારા ઠેર-ઠેર ભવ્ય સ્વાગત કરવામા આવી રહ્યુ છે. સાથે સાથે જિલ્લામાં વિવિધ સ્થળોએ રાત્રિ રોકાણ દરમ્યાન દાંડીયાત્રીકોના રાત્રિ નિવાસ સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં તા. ૧૪મી માર્ચના રોજ સાંજે ૭.૦૦ થી ૮.૦૦ કલાક દરમ્યાન માતર તાલુકામાં એન.સી.પરીખ હાઈસ્કુલ ખાતે સંગીત વૃંદ દ્રારા આશ્રમ ભજનાવલી પર સંગીત અવિનાશ બારોટ, કીરણ ઉસ્તાદ, સંજય બારોટ, જીતુ ઉસ્તાદ, પરેશ રાવળ અને તેમની ગાયક ટીમ દ્રારા ભજનો-ગીતો રજુ કરાશે તથા સ્વચ્છ ભારત અને ક્લાઇમેન્ટ ચેન્જ નૃત્ય…

Read More

શિહોરી ખાતે પુણ્યતિથિ નિમિત્તે ભજન સંતવાણી નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યૂઝ, કાંકરેજ           બનાસકાંઠા જિલ્લા નાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે પૂર્ણ્યતિથી નિમિતે ભજન સત્સંગ કાર્યક્રમ યોજાયો. પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ કોતરવાડિયા પરિવાર ના મોભી શ્રી સ્વ. ઠાકોર રવાજી રૂપાજી ની બીજી પુણ્યતિથિ નિમિત્તે ભજન ભોજન સાથે સત્સંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પાદરડી ના આચાર્ય ગોવિંદજી ઠાકોર અને બલોચપુર ના મફાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને શ્રોતા ગણ ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે કોતરવાડિયા રવાજી રુપાજી સ્વર્ગવાસ તારીખ..૧૨/૦૩/૨૦૧૯, ને ફાગણ સુદ ૬ ને મંગળવારે દેવલોક પામ્યા…

Read More