થરાદ-વાવ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત…..

હિન્દ ન્યૂઝ, વાવ થરાદ વાવ ઉપર અકસ્માત ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત અકસ્માત માં બાઇકચાલકનું કમકમાટી ભર્યું ઘટનાસ્થળે મોત .. અકસ્માત થતા હાઇવે પર ટ્રાંફિક જામ થયો પોલીસ ને જાણ કરતા ઘટના સ્થળે મૃતક ની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ.. રિપોર્ટર : મનુ સોલંકી, થરાદ

Read More

વિરમગામ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરી વડાપ્રધાન ના જન્મદિવસ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, વિરમગામ, વિરમગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસ નિમિત્તે વિરમગામ શહેર અને તાલુકા ભાજપ દ્વારા લાયન્સ ક્લબ ઓફ વિરમગામ ની ઓર્થોપેડીક હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું. તેમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા ના પ્રમુખ માન. ઋત્વિજભાઈ પટેલ તેમજ વિરમગામ શહેર તથા તાલુકા ભાજપના અગ્રણીઓ હાજર રહેલ. રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ

Read More

  થરાદ શહેરમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા 20 થી વધુ બાઈક ચાલકોને દંડ

હિન્દ ન્યૂઝ, બનાસકાંઠા થરાદ શહેરમાં ટ્રાફિકના નિયમનો ભંગ કરનારા 20 થી વધુ બાઈક ચાલકોને દંડ બનાસકાંઠા જિલ્લા માંથી પસાર થતા હાઇવે માર્ગો, થરાદ ચોકડી પાસે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનુ પાલન કરવામાં આવ્યું હતુ. જેમાં હેલ્મેટ તથા માસ ના હોય તે બાઈક ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં 20 થી બાઈક ચાલકોને નિયમ નું પાલન ન કરવા બદલ સ્થળ ઉપર દંડ કરવામાં આવ્યો હતો. ત્યારે થરાદ ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ કાયદાનું વાહનચાલકો પાલન કરે એ દિશામાં પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે થરાદ ડીસા હાઇવે માર્ગ પર કાયદાનું પાલન કરવામાં આવ્યું…

Read More

મોરબી ખાતે માલધારી યુવા એ મૂંગા પ્રાણી નો બચાવ્યો જીવ

હિન્દ ન્યુઝ, મોરબી, વટામણ ચોકડી હાઇવે પર એક ગાય ને કોઈ અજાણ્યા ટ્રક વાળા એ ઠોકર મારતાં ગાય ને ઈજા થઈ, જેની જાણ માલધારી યુવા સંગઠન (મોરબી) ના સભ્ય ભરતભાઈ મીર, ભરવાડ (રામપુર ધોળકા) અને તેના સાથી મિત્રો ને જાણ થતાં તરત જ ઘટના સ્થળે દોડી જતા ગુજરાત સરકાર દ્વારા પશુ એમ્બ્યુલન્સ ને બોલાવી ઘાયલ ગૌમાતા ને સારવાર અપાવી માનવતાનું કાર્ય કર્યું. તેમજ માલધારી સમાજના તેમજ તેઓના મિત્ર મંડળે ભરતભાઈ મીર ને આ પુણ્ય નું કામ કર્યું હોવાથી શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોટૅર : વિનોદ બાંભવા, મોરબી

Read More

વડનગર ના ટાઉન હૉલ માં વડનગર ના ટાઉન હૉલ માં મોદીના જન્મ દિવસ પર જન્મ દિવસ ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, વડનગર તા. ૧૭/૦૯/૨૦૨૦ ના રોજ નરેન્દ્ર મોદીના જન્મ દિવસ પર વડનગર ના ટાઉન હૉલ માં જન્મ દિવસ ની ઉજવણી કરવા માં આવી. જેમાં ઊંઝા ના ધારસભ્ય ડૉ.આશા બેન પટેલ અને એ.પી.એમ.સી. ના ચેરમેન દિનેશ પટેલ અને નગરપાલિકા ના પ્રમુખ ઠાકોર કાનાજીભાઈ અને બી.જે.પી. શહેર પ્રમુખ રાજુભાઈ મોદી અને અન્ય કાર્યકરો એ હાજરી આપી. રિપોર્ટર : અશ્વિન ઠાકોર, વડનગર

Read More

ભાવનગર રાજકોટ રોડ ઉપર આવેલ ચાવંડ ગામ મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા ૬ઠી વાર રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, ઢસા તા. ૧૪/૦૯/૨૦૨૦ ના રોજ ડો. મુકેશસિંહ ને બ્લડબેન્ક ની ટેલિફોનિક સૂચના ને અનુલક્ષી થેલેસેમિયા ના બાળકો માટે બ્લડ ની જરૂરિયાત હોય તા. ૧૬/૦૯/૨૦૨૦ના રોજ રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ. જેમાં આસપાસ ના ગ્રામ્ય તેમજ ચાવંડ આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા રક્તદાન કરી કુલ ૩૨ યુનિટ બ્લડ એકત્રિત કરી બ્લડબેન્ક ને જમા કરાવેલ ચાવંડ આરોગ્ય આરોગ્ય કેન્દ્ર દ્વારા ચાલુ વર્ષમાં ૬ ઠી વાર રક્તદાન કેમ્પ નું આયોજન કરી કુલ ૨૩૯ યુનિટ બ્લડ મેળવી બ્લડબેન્ક ને આપેલ હતું. આ કેમ્પ દરમિયાન માજી આરોગ્ય સમિતિ ના ચેરમેન વિજયભાઈ યાદવ ઉપસરપંચ…

Read More

આત્મનિર્ભર યોજના માટે અત્યારે સરકારી સહાયના ફોર્મ મેળવવા માટે લોકો વડોદરા મહાનગર પાલિકાની વોર્ડ નંબર 8 ની કચેરી ખાતે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

હિન્દ ન્યૂઝ, વડોદરા, પ્રધાનમંત્રી આત્મનિર્ભર યોજનાની લોન આપવાની છે લારી ધારકોના ધંધા બંધ થઈ ગયા તેથી અહીંયા તો કંઈ વ્યવસ્થા નથી જે લોકો લાઈનમાં ઉભા રહે એમને ફોર્મ આપવામાં આવે છે તેમનું રજીસ્ટ્રેશન થાય છે, અને 300 રૂપિયા માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. વોર્ડ કચેરીમાં મોટી સંખ્યામાં મહિલાઓ આવી રહી છે ત્યાં સોશિયલ અંતરનો સરેઆમ ભંગ થઇ રહ્યો છે. કોર્પોરેશન ઓફિસ રાજ્ય માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે ત્યાં આવેલી છે. છેલ્લા બે દિવસથી લાઈન લાગી ગઈ છે. એટલું ગંભીર છે કોરોનાની મહામારી વચ્ચે થયેલો છે. એક તરફ નગર પાલિકા લોકોને દંડ…

Read More

સુરતના કામરેજથી વડોદરા ની પોલીસે 20 વર્ષ જુના ખૂની ની ધરપકડ કરી

હિન્દ ન્યૂઝ, સુરત, ભૂતકાળના ગુનાહિત રેકોર્ડથી 20 વર્ષ ચાલ્યા પછી ખૂનીને ધરપકડ કરવામાં આવી હતી. સુરતના કામરેજથી વડોદરા ની પોલીસે 65 વર્ષ ના ખૂનીની ધરપકડ કરી છે. 1992 માં ભરૂચમાં મહેન્દ્ર તડવીએ તેની પત્નીને સળગાવી દીધી હતી. 1993 માં સેશન કોર્ટે ડાહ્યાને આજીવન કેદનો ચુકાદો આપ્યો હતો. પરંતુ 2000 માં તેમને 45 દિવસ માટે વચગાળાના જામીન મળ્યા હતા. પરંતુ તે ક્યારેય પાછો પાછો ફર્યો નહીં. તેણે નામ બદલીને ડાહ્યાભાઇ રાખ્યું અને કામરેજની બીજી સ્ત્રી સાથે લગ્ન કર્યા અને નવી જિંદગી શરૂ કરી. પ્રાપ્ત ટીપના આધારે વડોદરા ની પોલીસે 20 વર્ષ…

Read More

સોમનાથ ખાતે તા.૧૭ ના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો ઈ-લોન્ચીંગ કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ, ગીર સોમનાથ તા.૧૬, રાજ્ય સરકાર દ્રારા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો તા.૧૭-૦૯-૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા ઈ-લોન્ચીંગ કાર્યક્રમ યોજાનાર છે. જેના ભાગરૂપે તા.૧૭ ના રોજ બપોરે ૩ કલાકે ઓડીટોરીયમ હોલ યાત્રી સુવિધા કેન્દ્ર, લીલાવંતી ભવન કેમ્પસ સોમનાથ ખાતે આ કાર્યક્રમ યોજાશે. આ યોજના અંતર્ગત જોઈન્ટ લાયાબિલિટી અર્નિંગ એન્ડ સેવિંગ ગ્રૃપની રચના કરી તેમાં આશરે ૧૦ લાખ મહિલા સભ્યોને આર્થિક ઉપાર્જનની પ્રવૃતિ સાથે જોડી સ્વાલંબી/આત્મનિર્ભર બનાવવામાં આવશે. તેમ ચીફ ઓફિસર જતીન મહેતાની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

માન.વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી નરેન્દ્રભાઇ મોદીજી ના જન્મદિવસ નિમિતે સોમનાથ મહાદેવને વિશેષ પુજા સહિતના કાર્યક્રમો યોજાયા

હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ માન.વડાપ્રધાન તેમજ સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી નરેન્દ્રભાઇ ના જન્મદિવસ  નિમીતે સોમનાથ મંદિર ખાતે તેઓના નિરામય આરોગ્ય અને   દીર્ઘાયુષ્ય માટે તીર્થ પુરોહિતો દ્વારા મહામ્રુત્યુંજય જાપ, આયુષ્યમંત્ર જાપ તેમજ મહાપૂજન કરવામાં આવેલ. સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ, માન.ટ્રસ્ટી સેક્રેટરી તથા સર્વે ટ્રસ્ટીઓ તેમજ ટ્રસ્ટ પરિવાર તરફથી માન. નરેન્દ્રભાઇને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. સાયં સમયે સોમનાથ મંદિરમાં વિશેષ દીપમાળા પ્રજ્વલિત કરવાના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. પ્રમુખ ગીર સોમનાથ જીલ્લા ભાજપ ઝવેરીભાઇ ઠકરાર, દેવાભાઇ ધારેચા સાથે ભાજપના કાર્યકરો દ્વારા માન. વડાપ્રધાન ના જન્મદિને સોમનાથ મંદિરે માર્કંન્ડેય પૂજા કરવામાં આવેલ. રિપોર્ટર…

Read More