મોરબી જિલ્લાના હળવદ તાલુકા ખાતે કલ્યાણપુર પંથકના પશુઓમાં રેડ યુરીન નામના રોગનો ભરડો….

મોરબી, તા .07 /09 /2020 કલ્યાણપુર પંથકના પશુઓમાં રેડ યુરીન નામના રોગનો ભરડો કલ્યાણપુર પંથકના 5 દિવસમાં ભારુડીયામાં 19 , સોઈનેશમાં 40 , ભાટિયામાં 19, કુરંગામાં 22, ભોગતમાં 12, બામણાસામાં 15, એમ કુલ 162 ભેંસોના મોત થયા છે, ભેંસોના ટપોટપ મોતથી પશુપાલન કરતા વર્ગ ચિંતામાં મુકાયા છે. આ રોગથી પશુના મળમુત્રમાં લોહી વહે છે અને ઘાંસ ખાવાનું બંધ કરી દે છે. આપને વિનંતી કે તમારા કોઈ પશુને આવા લક્ષણ જોવા મળે તો તાત્કાલિક વેટરનરી ડોક્ટર દ્વારા સારવાર કરાવવા વિનંતી. આ ઘટના ની જાણ થતા મોરબીના રહેવાસી ભરતભાઈ વિંધાણી સ્થળ પર…

Read More

પાલનપુર શહેરમાં રાજીવ ગાંધી આવાસ યોજના ના મકાનો માં જરૂરી સુવિધા નો અભાવ

પાલનપુર, બનાસકાંઠા ના પાલનપુર શહેરમાં રાજીવ ગાંધી આવાસ યોજનાના મકાનો માં લાભાર્થી ઓ ને જરૂરી સુવિધા ના મળતા અને મકાન નું કામ બરાબર નથી કરેલ એવા આક્ષેપો લાભાર્થી ઓ દ્વારા કરવા માં આવતા હોવાથી પાલનપુર ના નગરસેવકો ધારાસભ્ય મહેશ પટેલ રૂબરૂ મુલાકાત લેતા લાભાર્થીઓ વરસાદ માં મકાનની અંદર પાણી પડે છે. એવી મુશિબતો જણાવી હતી. જેથી ધારાસભ્ય મહેશ પટેલ એ રાજીવ ગાંધી આવાસ યોજના ના મકાનો માં ગેરરીતિ આચરવા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તમામ સુવિધા આપવામાં આવે તેમાં પાલનપુર ધારાસભ્ય મહેશ પટેલ એ બનાસકાંઠા કલેકટર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં…

Read More

બનાસકાંઠા જીલ્લાની ગૌશાળાની ગાયો મુખ્ય માર્ગો ઉપર છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો

બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. આ તરફ આજે ડીસાની ટેટોડા, માલગઢ, કાંટ, ભાભર, થરા, દિયોદર અને થરાદ તાલુકાની ગૌશાળાના પશુઓને આજે મુખ્ય માર્ગો ઉપર છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં અમુક જગ્યાએ પશુઓને માર્ગ ઉપર છોડી પણ દેવામાં આવ્યા હતા. તો અમુક જગ્યાએ પોલીસ અને સ્થાનિક આગેવાનોની સમજાવટને અંતે ગાયોને પરત ગૌશાળામાં લઇ જવાઇ હોવાનું સામે આવ્યુ છે. રિપોર્ટર : મનુ સોલંકી, બનાસકાંઠા

Read More

અમદાવાદ ખાતે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ણી મિટિંગ યોજાઈ…..

અમદાવાદ, આજ રોજ અખિલ ભારતીય વિધાર્થી પરિષદ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકા નો અભ્યાસ વર્ગ સોસીયલ ડિસ્ટન્સ સાથે કરવામાં આવ્યો. બાવળા શહેર ની નવ નિયુક્ત ટીમ ની પંસદગી કરવામાં આવી જેમાં સિદ્ધરાજસિંહ ગોહિલ ને નગર મંત્રી ની જવાબદારી સોંપવામાં આવી. જેમાં અમદાવાદ જિલ્લા સંયોજક પ્રવિણભાઇ દેસાઈ અને બાવળાના શહેર ના પૂર્વ ઇન્ચાર્જ રાજવીરસિંહ વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : અભિષેક સુરાણી, અમદાવા

Read More

વાંકાનેર ખાતે વોંકળામાં ડુબી જતા યુવકનું મોત…..

વાંકાનેર, વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ વોકળામાં ડુબી જતા એક યુવકનું મૃત્યુ થયું છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવની નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 7ના રોજ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કમાન્ડર સીરામીક પાછળ પાણીના વોકળામાં અવધેશકુમાર શ્રીરામવીલાસ શાહની (ઉ.વ. 19, રહે. હાલ એડોરેશન સીરામીક) પાણીના વોંકળામાં ડુબી ગયા હતા. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે. રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Read More

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સોશ્યલ આર્મી ને સક્રિય અને મજબૂત કરવા મિટિંગ યોજાઈ

કાંકરેજ, બનાસકાંઠા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં તા.૦૬/૦૯/૨૦૨૦ ના રોજ તેરવાડિયા વાસમાં બિરાજમાન શ્રી મહાકાળી માતાજી ના મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરના આદેશ પ્રમાણે સોશ્યલ આર્મી ને સક્રિય અને મજબૂત કરવા માટે કાંકરેજ તાલુકાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મિડીયા સેલ કન્વીનરોની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં તાલુકા મિડિયા સેલ કન્વીનર મિત્રોએ હાજરી આપેલ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આદેશ પ્રમાણે ફેસબૂક, વોટ્સએપ, ટ્વીટર, ટેલીગ્રામ, ઈન્સ્ટાગ્રામ માં કામગીરી કરવા અને સક્રિય રહેવા માટે યોગ્ય સલાહ સૂચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મીડિયા સેલ કન્વીનર નરેશજી ઠાકોર-ગઠામણ, નરેન્દ્રજી…

Read More

વાંકાનેરનાં દીધલીયા ગામમાં વિદેશી દારૂની 10 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર, વાંકાનેર તાલુકાના દીધલીયા ગામમાં વિદેશી દારૂની હેરાફેરી કરતો એક શખ્સ પકડાયો છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ પોહિબીશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. ગત રોજ દીધલીયા ગામમાં પ્લેન્ડર પ્લસ મો.સા. જી.જે. ૩૬ પી ૨૭૫૯માં ગે.કા. રીતે પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 10, કિ.રૂ. 3000 સાથે સાગરભાઇ રાજેશભાઇ અંગેચાણીયા (ઉ.વ. ૨૧, ધંધો વાયરમેન, રહે. કુબેર ટોકીઝની બાજુમાં, ધારખારી) હેરફેર કરતા ઝડપાયો હતો. પોલીસે વિદેશી દારૂની બોટલો અને મોટર સાયકલ સહીત કુલ રૂ. 33,000નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં પોલીસે…

Read More

જોડિયા તાલુકા વિકાસ અધિકારી એ કરી હડિયાણા, બેરાજા અને વાવડી ગામ ની મુલાકાત…..

જોડિયા, જોડિયા તાલુકા વિકાસ અધિકારી જે.એચ.સોરઠીયા ની હડિયાણા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી. અને હાલમાં કોવિડ 19 વિશે ની માહિતી મેળવી હતી. અને સ્વચ્છતા, સફાઇ અંગે માર્ગદર્શન આપવા આવ્યું હતું. અને ત્યાંથી લેવામાં આવી હતી. ત્યાં પણ ગામ સ્વચ્છતા અંગે સાવચેતી રાખવી જરૂરી છે. એવું માર્ગદર્શન આપ્યું. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

હડિયાણા ખાતે શ્રી કન્યા શાળા મેદાનને દંપતી એ સાથે મળી સફાઈ કરી…..

હડિયાણા, આજ રોજ હડિયાણા શ્રી કન્યા શાળા ના વિશાળ મેદાનમાં ભારે વરસાદ પડયો હતો. ત્યારે સ્કૂલના મેદાનમાં ખળ ઊગી નીકળયુ હોય તે મેદાન ને શાળા ના શિક્ષક દંપતી એ સાથે મળી ને સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી હતી. અને બન્ને દંપતી ભેગા મળી આખું સ્કૂલનું મેદાન સ્વચ્છ અને સુંદર રીતે સફાઈ કરી હતી. આમ બંને દંપતીએ સફાઈ અભિયાન કરેલ હોવાથી અન્ય શિક્ષકગણે તેઓને બિરદાવ્યા હતા અને સમાજ ને પેરણાદાયી નીવડયા હતા. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Read More

કામરેજના માં લેક પ્લેસ એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કીટ ના કારણે લાગી આગ

સુરત, સુરત જિલ્લાના કામરેજના વોર્ડ-૧૬ માં આવેલી લેક પ્લેસ એપાર્ટમેન્ટમાં આજે આગની ઘટના બનવા પામી હતી. શોર્ટ વધુમાં જાણવા મળ્યું છે કે શોર્ટ સર્કીટના પગલે સોસાયટીના મીટર બોક્ષમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. વોર્ડ સભ્યએ આગની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરતા, ફાયર વિભાગની ટીમ ઘટનાં સ્થળે પોહચી ગઈ હતી અને આગને કાબુમાં લીધી હતી. વોર્ડ સભ્યની સમય સુચકતાને પગલે મોટી દુર્ઘટના થતી રહી ગઈ હતી. રિપોર્ટર : રીયાઝ મેમણ, કઠોર

Read More