ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સોશ્યલ આર્મી ને સક્રિય અને મજબૂત કરવા મિટિંગ યોજાઈ

કાંકરેજ,

બનાસકાંઠા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં તા.૦૬/૦૯/૨૦૨૦ ના રોજ તેરવાડિયા વાસમાં બિરાજમાન શ્રી મહાકાળી માતાજી ના મંદિરે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોરના આદેશ પ્રમાણે સોશ્યલ આર્મી ને સક્રિય અને મજબૂત કરવા માટે કાંકરેજ તાલુકાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મિડીયા સેલ કન્વીનરોની મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં તાલુકા મિડિયા સેલ કન્વીનર મિત્રોએ હાજરી આપેલ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના આદેશ પ્રમાણે ફેસબૂક, વોટ્સએપ, ટ્વીટર, ટેલીગ્રામ, ઈન્સ્ટાગ્રામ માં કામગીરી કરવા અને સક્રિય રહેવા માટે યોગ્ય સલાહ સૂચન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રદેશ મીડિયા સેલ કન્વીનર નરેશજી ઠાકોર-ગઠામણ, નરેન્દ્રજી ઠાકોર-વેડંચા, થરા શહેર
પ્રમુખ શોમાજી ઠાકોર, થરા શહેર ઉપ પ્રમુખ રંગાજી ઠાકોર, દિનેશજી ઠાકોર વડા, રાજેશ ઠાકોર બનાસકાંઠા જિલ્લા સોસિયલ મિડિયા સેલ, મુકેશજી ઠાકોર સવપુરા સરપંચ, રતુજી ઠાકોર ઉંબરી, શંભુજી ઠાકોર સવપુરા જી.કે.ટી.એસ.પ્રમુખ, ટીનાજી ઠાકોર ઉણ જી.કે.ટી.એસ પ્રમુખ વગેરે કાર્યકરો હાજર રહેલ.

રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Related posts

Leave a Comment