વાંકાનેર ખાતે વોંકળામાં ડુબી જતા યુવકનું મોત…..

વાંકાનેર,

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ વોકળામાં ડુબી જતા એક યુવકનું મૃત્યુ થયું છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આ બનાવની નોંધ કરવામાં આવી છે. ગઈકાલે તા. 7ના રોજ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ કમાન્ડર સીરામીક પાછળ પાણીના વોકળામાં અવધેશકુમાર શ્રીરામવીલાસ શાહની (ઉ.વ. 19, રહે. હાલ એડોરેશન સીરામીક) પાણીના વોંકળામાં ડુબી ગયા હતા. આથી, તેમનું મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રિપોર્ટર : ચતુર બાબરીયા, વાંકાનેર

Related posts

Leave a Comment