હિન્દ ન્યૂઝ, વડોદરા, વડોદરામાં ગુજરાતી ફિલ્મ (Gujarati Film)ના પ્રોડ્યૂસરે યુવતીને હોટલમાં બોલાવી બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે. પોલીસે આ કેસમાં દીપ પટેલની ધરપકડ કરી છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી અદિતી હોટલમાં રૂમ ભાડે રાખી રહેલા ડ્રામા પ્રોડક્શન હાઉસના માલિકે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. માંજલપુર વિસ્તારમાં રહેતી યુવતી રાજમહેલ રોડ પર આવેલા ડ્રામા પ્રોડકશન હાઉસમાં આસિસ્ટન્ટ તરીકેની પોસ્ટ માટે 1 ઓગષ્ટના રોજ ઇન્ટરવ્યુ આપવા માટે ગઇ હતી અને સીલેક્ટ થતાં યુવતીએ 4 ઓગસ્ટથી નોકરીની શરૂઆત કરી હતી. કોઇ અગમ્ય કારણોસર તારીખ 28 ઓગસ્ટે તેણે નોકરી…
Read MoreMonth: September 2020
ભાભર પત્રકાર એકતા પરીષદ ના કાર્યકારી પ્રમુખ તરીકે કાન્તુભા રાઠોડ ની વરણી કરાઈ
હિન્દ ન્યૂઝ, ભાભર, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વસંતભાઇ ના અધ્યક્ષ સ્થાને ભાભર તાલુકા પત્રકાર એકતા પરીષદના કાર્યકારી પ્રમુખ તરીકે કાન્તુભા રાઠોડ ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ભાભર ખાતે બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વસંતભાઇ ગૌસ્વામીના ભાભર પત્રકાર એકતા પરિષદ પ્રમુખ વિક્રમસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને ભાભર પત્રકાર એકતા પરીષદની મિટિંગ વકિલ દશરથભાઈ વ્યાસ ની ઓફીસ ખાતે યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ વસંતભાઇ એ જણાવ્યું હતું કે પત્રકાર તરીકે લોક હિતોના સમાચારો સાથે સેવાકીય પ્રવૃતિઓ કરવા સૂચનાઓ અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મિટિંગ ના ચર્ચા વિચારણા અંતે ભાભર તાલુકા પત્રકાર એકતા પરીષદના…
Read Moreથરાદ માર્કેટયાર્ડ પાસે બાઇક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત…
હિન્દ ન્યૂઝ, થરાદ, કાર ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારતાં સર્જાયો અકસ્માત… અકસ્માતમાં બાઇક સવાર એક શિક્ષકને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો.. રિપોર્ટર : રજનીકાંત જોષી, થરાદ
Read Moreછેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં સૌથી વધુ- ૫૦ મિ.મિ. અને સાગબારા તાલુકામાં સૌથી ઓછો-૦૬ મિ.મિ. વરસાદ નોંધાયો
હિન્દ ન્યૂઝ, નર્મદા, નર્મદા જિલ્લામાં તા.૨૦ મી સપ્ટેમ્બર, ૨૦૨૦ ને ગુરુવારના રોજ સવારના ૬:૦૦ કલાકે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં સૌથી વધુ-૫૦ મિ.મિ. અને સાગબારા તાલુકામાં સૌથી ઓછો-૦૬ મિ.મિ વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના દેડીયાપાડા તાલુકામાં-૩૫ મિ.મિ., નાંદોદ તાલુકામાં-૩૫ મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં-૨૦ મિ.મિ. વરસાદ નોંધાયાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં આજદિન સુધી સરેરાશ કુલ ૧૨૯૨ મિ.મિ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૨૦૩૪ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો…
Read Moreબરોડા જીલ્લા ડભોઇ તાલુકા દર્ભાવતિ નગરી નાડભોઇ પોલીસ દ્વારા ત્રણ સવારી અને હેલ્મેટ વગર ફરતા બાઈક ચાલકો સામે 20 દિવસમાં 5 લાખ દંડનીય વસૂલી કરવામાં આવી
હિન્દ ન્યુઝ, ડભોઇ સરકારે જાહેર કરેલા હેલ્મેટ તથા માસ્ક પહેરવાના નિયમ ને લઈ શિનોર ચોકડી, વેગા ચોકડી, નાદોદી ભાગોળ સહિત ના હાઇવે રોડ ઉપર ડભોઇ પોલીસ દ્વારા સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે ચેકીંગ દરમિયાન ત્રણ સવારી અને હેલ્મેટ વગર ફરતા બાઈક ચાલકો સામે પોલીસે લાલઆંખ કરી બાઈક ચાલકો ને ઉભા રાખી રૂ.૫૦૦ લેખે સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવ્યું હતો. જેથી ત્રણ સવારી અને હેલ્મેટ તથા મસ્ક વગર ફરતા લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. હાલ બાઈક ચાલકો ના અકસ્માત માં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં હેલ્મેટ ન…
Read Moreઅંબાજી પોલીસ ની સુંદર કામગીરી ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અંબાજી પોલીસ
હિન્દ ન્યૂઝ, અંબાજી બોર્ડર રેન્જ આઈ.જી.પી. જે.આર.મોરથલીયા તથા પોલીસ અધીક્ષક તરુણ દુગ્ગલ નાઓ એ હાલમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે સુચના કરેલ હોય તેમજ એ.એસ.પી. સુશીલ અગ્રવાલ સા.પાલનપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ અમો પો.ઈંન્સ.જે.બી.આચાર્ય તથા અ.પો.કો. મુકેશકુમાર ગલબાભાઈ બ.નં.-૧૬૦૨ તથા પો.કો.શૈલેષકુમાર સાયબાભાઈ બ.નં.-૧૪૨૯ તથા પો.કો. દિલીપપુરી વસંતપુરી બ.નં.-૧૫૩૧ નાઓ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે અંબાજી પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.રનં.૧૦/૨૦૧૮ ઈ.પી.કો. ક-૧૧૮, ૧૯૩, ૧૯૬, ૩૮૪, ૪૧૭, ૪૧૮, ૪૨૦, ૪૨૬, ૪૪૭, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૩૪, ૧૨૦(બી) મુજબના ગુનાના કામના આરોપી રેમાભાઈ સોમાભાઈ જાતે…
Read Moreજેતપુર સીટી પો.સ્ટે. ના પ્રોહીબિશન ગુનાના કામે છેલ્લા આઠ માસ થી નાસતા ફરતા આરોપીને પકડીપાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ રાજકોટ રૂરલ
હિન્દ ન્યૂઝ, જેતપુર, રાજકોટ રેન્જ ના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર એ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઇન્સ્પેક્ટર એ. આર. ગોહિલ ની રાહબરી હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો જેતપુર સીટી પો.સ્ટે. વિસ્તારમાં એલ.સી.બી ને લગતી કામગીરી અનુસંધાને પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ. કૌશીકભાઇ જોષી ને મળેલ સંયુક્ત હકિકત આધારે જેતપુર સીટી પો.સ્ટે. c પાર્ટ ગુ.ર.ન ૧૧૨૧૩૦૨૨૨૦૦૦૦પ/૨૦ પ્રોહી કલમ ૬૫(એ)(ઇ) ૧૧૬(બી) ૮૧ મુજબના ગુન્હાનાકામે છેલ્લા આઠ માસથી નાશતા ફરતા આરોપી ને પકડી પાડી…
Read Moreરાજકોટ શહેરમાં જિલ્લા પંચાયત ચોક ખાતે સ્કુલ ફીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો તે દરમિયાન ૧૦૦ વધારે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી
રાજકોટ, રાજકોટ શહેરમાં આજે સવારમાં જિલ્લા પંચાયત ચોક ખાતે સ્કૂલ ફીને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તે દરમિયાન આમ આદમી પાર્ટીના તમામ ૧૦૦ વધારે કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને ઘેટા બકરાની જેમ પોલીસ બસમાં પૂરીને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તમામ કાર્યકર્તાઓને પોલીસ હેડકોટરે લઈ જવામાં આવ્યા હતા.સામાન્ય વાસ્તવિક જોઈએ તો અત્યારે કોરોના અને લોકડાઉન ના કારણે ધંધા-રોજગાર ખોવાઈ ગયા છે. ત્યારે સામાન્ય માણસને પોતાનુ ઘર સલાવિ શકાય તેવી પરિસ્થિતિ નથી. અત્યારે સામાન્ય લોકોને ખાવાના પણ ફાંફા છે. જ્યારે આ સરકાર ફી…
Read Moreહરિયાણા ખાતે રખડતા ઢોર નાં કારણે વાણીયા શેરી નાં સોસાયટી માં મુખ્ય પ્રવેશદ્વાર પર સામૂહિક સમજૂતીથી ગેટ મૂકવામાં આવ્યું
હિન્દ ન્યૂઝ, હડિયાણા, હડિયાણા ગામ તથા શહેરના માર્ગો અને સોસાયટીઓમાં અસંખ્ય રેઢિયાળ ઢોર ના ત્રાસ થી વાહન ચાલકો અને નાના બાળકો મહિલા ઓને અને વયોવૃદ્ધ ને ભારે તકલીફ પડતી હોય છે. વધુમાં વધુ નુકસાની નો સામનો કરવો પડે છે. અને કોઇ પણ પ્રકારની તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા નથી. પરંતુ હડિયાણા ગામે વાણીયા શેરીમાં એક સોસાયટીમાં રહેતા લોકો દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જે સોસાયટીના મુખ્ય પ્રવેશ દ્વાર પર સામુહિક સમજૂતી થી એક ગેઇટ મુકવામાં આવેલ છે. જેનાથી સોસાયટીમાં રખડતા ઢોર પ્રવેશ ન કરે અને કોઇ પણ જાતની નુકસાની…
Read Moreકાંકરેજ કિસાન એકતા સમિતિ દ્વારા કાંકરેજ તાલુકાને પાક નિષ્ફળ સહાય આપવા મામલતદાર ને આપ્યું આવેદનપત્ર
હિન્દ ન્યૂઝ, કાંકરેજ, બનાસકાંઠા જિલ્લામાં ચાલું ચોમાસામાં ભારેથી અતિભારે વરસાદ ના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે. ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે ઉભો પાક પાણીમાં તણાઇ ગયો છે અને નાશ પામ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ, તાલુકાને પાક નિષફળ વળતર આપવા બાબતે કાંકરેજ કિસાન એકતા સમિતિ દ્વારા કાંકરેજ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લામાં ચાલું વર્ષ થયેલ ભારે અતિભારે વરસાદ ના કારણે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ પાકને ભારે નુકસાન થવા પામેલ અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થવા પામેલ છે. ગુજરાતમાં આ વર્ષે ખરીફ પાકને વરસાદથી…
Read More