ડિસા, ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાની પ્રશન્સનીય કામગીરી જોવા મળી.. ડીસા જનતા હોસ્પિટલ માંથી કોરોના બે દદીઓ ને રજા અપાઈ… જનતા હોસ્પિટલબમાં સુંદર સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું દર્દીઓએ જણાવ્યું.. કોરોના પોઝિટિવ દર્દીને જનતા હોસ્પિટલમાં સારવાર માટે આરોગ્ય વિભાગ ખડેપગે રહ્યા… જનતા હોસ્પિટલ માં લોકોને વિના મૂલ્યે આપવામાં આવી રહી છે સારવાર.. જનતા હોસ્પિટલ માંથી દર્દીઓને પુષ્પ વર્ષા કરી ધારાસભ્ય શશીકાંત પંડ્યા તથા આરોગ્ય વિભાગ દ્વારા અપાઈ રજા.. રિપોર્ટર : મનુભાઈ સોલંકી, ડીસા
Read MoreMonth: August 2020
ભાભરમાંથી પસાર થતી કારમાંથી સવા બે કિલો માદક પદાર્થ અફીણ નો રસ ઝડપાયો..
ભાભર, ભાભર પોલીસ મથકના પીએસઆઈ પીએલ આહીર અને સ્ટાફના માણસો વાહન ચેકીંગ દરમ્યાન ભાભર રાધનપુર રોડ ઉપર આવેલ કટાવ ત્રણ રસ્તા, ભાભર પાસે પાસેથી પસાર થતી સ્વીફ્ટ કાર નંબર આર.જે.૩૩ સીએ ૦૨૮૧ શકમંદ લાગતાં તેને રોકાવી તપાસ કરતાં ગાડીમાંથી માદક પદાર્થ અફીણ રસ ૨.૨૭૯ કિલો ગ્રામ વજન અંદાજે બજાર કિંમત રૂ.૨,૨૭૯૦૦/ તથા ગાડીમાંથી રોકડ રકમ ૨૧૪૦૦/ મોબાઈલ ફોન નંગ-૩ કિંમત રૂ.૧૧૦૦૦/ અને ગાડી કિંમત રૂ .૧,૫૦,૦૦૦/ મળી કુલ રૂ.૪.૧૦ લાખનો મુદ્દામાલ કબજે લઇ એક આરોપીને અટક કરી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર
Read Moreઋષિપચમી ના પાવન પર્વ નિમિત્તે જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિર હોમ હવન કરવામાં આવ્યો
જોડિયા, આજ રોજ ઋષિપચમી ના પાવન પર્વ નિમિત્તે જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલીયા હનુમાનજી મંદિરના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ ના સાનિધ્યમાં હાલમાં વિશ્વ ભરમાં અને ગુજરાત રાજ્ય માં તથા સૌરાષ્ટ્રમાં કોરોના વાઇરસ ની મહામારીનો ભયંકર ભરડો ચાલી રહ્યો છે.ત્યારે તેમનામાંથી જીત મેળવવા માટે શુભ હેતુથી હનુમાનજી મંદિર ખાતે મહંત દ્વારા શાંતી હવન કરવામાં આવ્યો હતો. અને આ શાંતિ હવનમાં તેમના જામનગર શહેર રહેતા અનુયાયીઓ સાથે મળી ને હોમ હવન કરવામાં આવ્યો છે. રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા
Read Moreદિયોદર ખાતે ગણપતિ ઉત્સવની સાદગીથી ઉજવણી…
દિયોદર, કોરોના ની મહામારી વચ્ચે સરકાર ની ગાઈડ લાઈન મુજબ ઉજવાતા મેળા ઉત્સવો પર હાલ બંધ રાખવા મા આવ્યા છે ત્યારે હાલ ચાલતા ગણપતિ મહોત્સવ દરમિયાન દિયોદર ખાતે દિયોદર શ્રી ગજાનન યુવક મંડળ દ્વારા ભારે ઉલ્લાસ અને વરધોડા સાથે ઉજવાતા ઉત્સવ સાદગી પૂર્વક યોજવાનું નક્કી કર્યું છે. ત્યારે આ વર્ષે કોરોના ની મહા મારી ને લીધે ભાવિ ભક્તોમાં સોસિંયલ ડિસ્ટન્સ રાખી ગણપતિ દાદાની મૂર્તિ ની પૂજા કરવામાં આવી હતી. આ વર્ષે કોરોના ની મહા મારી અને સરકાર ની ગાઈડ લાઈન મુજબ ભારે ઉત્સવ કે વરધોડા સાથે નહીં પણ સાદગી પૂર્વક…
Read Moreદાહોદ જિલ્લામાં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ….
દાહોદ, પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં મેઘરાજા ની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જેમાં દાહોદ માં ૪ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દાહોદ જિલ્લા માં ફતેપુરા માં પણ ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના થી પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી છે. જ્યારે સંજેલી માં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઝાલોદ માં પણ અઢી ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાણી ભરાયા ની સમસ્યા સામે આવી છે. દાહોદ માં નદી બે કાંઠે વહી રહી છે. મુખ્ય વાત એ છે કે એક સાથે આટલો બધો વરસાદ વરસતા ખેડૂત મિત્રો માં…
Read Moreભાભરમાં ૨૪ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.. વધુ વરસાદથી એક દિવાલ ધરાશાયી…
ભાભર, ભાભરમાં ૨૪ કલાકમાં પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જેના કારણે ભાભર બજાર અને રસ્તા માં ઘુંટણ સમાં પાણી ભરાતા ભારે હાલાકી ભોગવતા રાહદારી અને વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. બજાર ની દુકાન માં પાણી અને નીચાણવાળા ઘરમાં પાણી ભરાતા લોકો ની હાલત કફોડી બની ગઈ હતી શાકભાજી ની રેકડી ફળ ફૂલ ના વેપાર ધંધા સ્થળે ફરી વળતાં નુકસાન થયું હતું. સતત વરસાદ ના કારણે એક મકાન ની દીવાલ પડતા પરિવાર નો આબાદ બચાવ થયો હતો. ભાભર પાલિકાના કરોડોના ખર્ચે બનેલા પ્રિમોન્સૂલ પલાન નિષ્ફળ નિવડયો છે. વરસાદી…
Read Moreવિરમગામ મા મેઘરાજાની મહેર……
વિરમગામ, વિરમગામ મા મેઘરાજાની મહેર અને નગરપાલિકાનો કહેર વિરમગામ શહેર સહિત પંથકમાં સવારે છ વાગ્યાથી સતત વરસાદ છેલ્લા છ વાગ્યાથી ચાર વાગ્યા સુધી 4.5 વરસાદ નોંધાયો છે. વિરમગામ શહેર ના ભરવાડી દરવાજા નૂરી સોસાયટી રૈયાપુર દરવાજા જૂનીમિલની ચાલી ગોલવાડી દરવાજા વિરમગામ માંડલ રોડ પર ઢીંચણ સમા પાણી ભરાયા. વિરમગામ નગરપાલિકા તંત્રની પ્રિમોન્સુન ની અપૂરતી કામગીરી ને લઇને વીરમગામના રહીશોનો આક્રોશ જોવા મળી રહ્યો છે. વિરમગામ શહેરમાં હાલ કોરોનાની મહામારી ચાલતી હોવા છતાં ઠેર-ઠેર ગંદા પાણી અને ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. રિપોર્ટર : નસીબ ખાન મલેક, વિરમગામ
Read Moreપાટણ આનંદ સરોવર ઓવરફ્લો થતા પાટણની મુલાકાતે ….
પાટણ, પાટણ આનંદ સરોવર ઓવરફ્લો થતા પાટણના જાગૃત ધારાસભ્ય ડૉ. કિરીટ સી. પટેલ, ચીફ ઓફિસર પાંચાભાઈ માળી, ભરત ભાટીયા, જયેશ પટેલ, મુકેશભાઈ જોષી, અને પાટીદાર કિસાન સેના ના કાર્યકરોએ પાટણ શહેર ના વરસાદી પાણી ભરાતા વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત કરી હતી. તેમજ કેનાલ નો સર્વે કરી કેનાલમાં અવરોધ કરતા તમામ અવરોધો તોડી દીધા હતા. તેમજ વહીવટી તંત્રની સૂચનાથી અવરોધો દૂર કર્યા હતા. રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર
Read Moreરાધનપુર સિટીમાં ધોધમાર વરસાદથી હાઈવેથી પટણી ગેટ સુધી ઘુટણ સુધી પાણી ભરાયા
રાધનપુર, રાધનપુર નગર ના ટાવર રોડ પર એક જુનું મકાન ધરાશય થયું તે કારણે રસ્તો બ્લોક થયો હતો જેથી રસ્તા ને ખુલ્લો કરવા ની કામગીરી શરૂ કરાઈ, રાધનપુર ગોઠવાડ વિસ્તારમા અતિભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ઘરમાં ઘુસી ગયા. અને ‘ઓ બાપુ’ ની બુમરાણ ઊઠવા પામેલ હતી. વરસાદ હળવાસ લેતા ઠેર ઠેર ગંદકી નું સિમરાજય જોવા મળેલું. નગરપાલિકા આ ગોઠવાડ વિસ્તારમાં રહેતા લોકો પાણી નો યોગ્ય નિકાલ તથા ગંદકી દુર કરવામાં આવે કર્ણ કે ગંદકીના કારણેરોગચાળો ફેલાય તેવી શક્યતા ઉભી થાય તેમ છે . યોગ્ય ઘટતું કરવા લોક માંગ ઉઠવા…
Read Moreકાંકરેજ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારમાં મોડી રાત થી ભારે મેઘમહેર યથાવત…
કાંકરેજ, હવામાન વિભાગ ની આગાહી ને લઈ બનાસકાંઠા કાંકરેજ તાલુકામાં છેલ્લા ૨૪ કલાક થી પડી રહ્યો છે. … વરસાદ ના કારણે રોડ રસ્તા , ખેતરો તથા શહેર ના નીચાણવાળા વિસ્તારો માં ભરાયા પાણી…. પવન ના સુસવાટા તથા વીજળી ના કડાકા સાથે વરસી રહ્યો ભારે વરસાદ … ગ્રામ્ય વિસ્તાર માં વોહળા નાળા છલકાતા તળાવ માં આવ્યા નવા નીર….. વાવેતર કરેલ ખરીફ પાકો પાણી માં ગરકાવ … ભારે વરસાદ ને લઈ ખેતરોમાં પાણી ભરાતા પાક માં નુકશાન ની ભીતી સેવાઇ…. રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ
Read More