રાજકોટ શહેરમાં પડી રહેલા વરસાદના પગલે આજીનદી કાંઠાના વિસ્તારોમાં પુરના પાણી ઘુસ્યા હતા, ૧૭૭૦નું સ્થળાંતર

રાજકોટ, તા.૨૫.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં ગત સવારથી મેઘરાજા બેફામ વરસી રહ્યા છે. ગત આખી રાત પણ ધમધોકાર વરસાદને લીધે શહેર આખું પાણી પાણી થઇ ગયુ છે. ઉપરવાસમાં ખુબ સારો વરસાદ પડ્યો હોવાને લીધે રાજકોટની માધ્યમથી પસાર થતી આજીનદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. નદીકાંઠાના વિસ્તારોમાં ફાયરબ્રિગેડ દ્વારા છેલ્લા ૨ દિવસથી સતત સલામત સ્થળે ખસી જવા એલાઉન્સ કરવામાં આવ્યું હોવા છતાં જંગલેશ્વર, ભવાનીનગર, રામનાથપરા, ભગવતીપરા, રૂખડિયાપરા સહિતના નદીકાંઠાના વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જેના પગલે ગત મોડી રાતથી ફાયરબ્રિગેડની ટિમ દ્વારા રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં…

Read More

ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજય પ્રકાશ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર મહેતાની રૂબરૂ મુલાકાત કરી

વેરાવળ, તા.૨૪/૮/૨૦૨૦ , ના રોજ વેરાવળ વોર્ડ ન.૫ અને ૬ માં જે કમર સુધી પાણી ભરાયેલ છે. તેના વિડિયો ફોટો સહિત લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે કે છેલ્લા ૫ વર્ષોથી પાણી ખૂબ ભરાય રહ્યું છે અને નગરપાલિકા દ્વારા જો યોગ્ય પગલાં લેવામાં આવે તો આનુ નિરાકરણ પણ શકય છે અને જો આ પાણી નુ વહેલી તકે નિકાલ નહીં કરવામાં આવે તો આ વિસ્તારમાં ભયંકર રોગચાળો ફેલાશે જેની તકેદારી લેવાની ખાસ જરૂર છે. આ તકે સામાજિક કાર્યકર અફઝલ સર જીવન જ્યોત સેવા ટ્રસ્ટ ના પ્રમુખ બકુલભાઈ પટેલ કોંગ્રેસ શહેર પ્રમુખ…

Read More

વિરમગામ, વિરમગામ શહેર તથા તાલુકામાં વરસાદના કારણે વિરમગામના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. તેમજ વિરમગામ સોકલી રોડ. વિરમગામ પોલીસ દ્વારા બંધ કરવામાં આવ્યો અને વરસાદના કારણે બાલાપીર દરગાહ ની દીવાલમાં મોટી તિરાડ પડતાં દરગાહની દીવાલ નમી ગઈ તેમજ વરસાદી પાણીની આડમાં તે રોડ પર આવેલી કેમિકલ ફેક્ટરીદ્વારા રોડ ઉપર કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે.  જેના કારણે આજુબાજુના ગામોના ખેડૂતોના ખેતરમાંથી પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે તેમજ નગરપાલિકાની બેદરકારીના કારણે ભૂગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું છે…

Read More

છોટાઉદેપુરના ફતેપુરા ખાતે શોર્ટસર્કીટ થવાથી ડીપી પાસે આવેલ વૃક્ષ સળગી ઉઠ્યું

છોટાઉદેપુર, છોટાઉદેપુરમાં આવેલ ફતેપુરા વિસ્તારમાં આવેલી સનરાઇઝ શાળાની બિલ્ડીંગના પાછળના ભાગમાં ડીપી આવેલ છે. જે ડિપી માં મોડી રાત્રે અચાનક શોર્ટશર્કીટ થતા ભડકા થયા હતા. જેથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ડીપી માં થયેલા અચાનક ભડકાઓને કારણે નજીકમાં જ આવેલું લીલું વૃક્ષ સળગી ઉઠ્યું હતું. જેથી સ્થાનિક રહીશોમાં ભયની લાગણી ફેલાઈ હતી જો કે સ્થાનિક રહીશોએ ફાયર ફાઈટર ને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. શાળાના સંચાલકો દ્વારા એમજીવીસીએલ ને જાણ કરાતા તેઓ દ્વારા તાત્કાલિક લાઈન બંધ કરી હતી અને નજીકમાં આવેલી સનરાઈઝ શાળા હોવાથી સળગતા…

Read More

અરવલ્લીના ૭૦,૦૦૦થી વધુ વૃધ્ધોની સંભાળ લઇ ઘરે બેઠા સેવાઓ પુરૂ પાડતું આરોગ્ય તંત્ર

અરવલ્લી, અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસને લઇ ૩૫૦થી વધુ લોકો સંક્રમિત થયા છે. ત્યારે આવા સમયે કોરોનાનું સંક્રમણનું સૌથી વધુ જોખમ વૃધ્ધો,સર્ગભાઓ અને નાના બાળકો પર હોય છે, ત્યારે આવી કોરોનાની કપરી પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા સિનિયર સિટીઝનના આરોગ્યની ખાસ દરકાર રાખવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં જયારથી કોરોનાના સંક્રમણની અસર શરૂ થઇ ત્યારથી જિલ્લામાં વૃધ્ધોના આરોગ્યની વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. કોરોના રોગની જાણકારી આપવાની સાથે કોરોનો વ્યાપ વધુ હોય તેવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રની કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા સરવે હાથ ધરાયો છે. જિલ્લાના કન્ટેન્ટમેન્ટ અને…

Read More

સુરત જીલ્લા ના અબ્રામા-વાલક ઞામ ને જોડતો ફલાય ઓવર મંજુર

સુરત, સુરત મહાપાલિકા વિસ્તારમાં આઉટર રીંગ રોડ અંતર્ગત તાપી નદી પર અબ્રામા-વાલકને જોડતા ફલાય ઓવર માટે રૂ. ૧૦૦ કરોડ મંજૂર કરતા ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જાહેરાત કરી છે. મુંબઇ તરફથી નેશનલ હાઇવે-પલસાણા બાજુથી આવતા વાહનો સુરત શહેરમાં પ્રવેશ્યા સિવાય વરિયાવ-ગોથાણ-સાયણ તરફ જઇ શકશે. સુરત મહાનગરના પૂર્વ અને ઉત્તર તરફના વિસ્તારોને મહત્વની કનેકટીવીટી મળતાં શહેરી વિસ્તારમાં ટ્રાફિક ભારણ હળવું થશે. રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Read More

કરોડો રૂપિયાના ખર્ચે ભાવનગરના ચોતરફા વિકાસના થઈ રહેલા કામોની માહિતી અને પ્રગતિની વિગતો આપતા પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી – સૌની યોજના અંતર્ગત ગૌરીશંકર સરોવર ટૂંક સમયમાં ભરાશે

ભાવનગર, તા.24/8/20, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઇ વાઘણીએ આજે સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં ભાવેણાના ચોતરફ થઈ રહેલા વિકાસના કામો તેમની હાલની સ્થિતિ, પ્રગતી અને વિવિધ બાબતોએ વિસ્તૃત માહિતી આપી હતી આ ઉપરાંત ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમારસિંહજીની ભાવેણાને મળેલ અદભુત ભેટ સમાન ગૌરીશંકર સરોવર ( બોરતળાવ)ને સૌની યોજના નીચે નર્મદાના પાણીથી ભરવાના કાર્યની માહિતી આપી હતી અને ટુક સમયમાં મહારાજાએ આપેલ તળાવને નર્મદાના પાણીથી મહી પરીએજના પાણીથી ભરી ભાવનગરનો કાયમ માટે પાણીનો પ્રશ્ન હલ થવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. આ…

Read More

પાલનપુર નગરપાલિકા ના કર્મચારી લાંચ લેતા ઝડપાયા…..

પાલનપુર, પ્રધાનમંત્રી આવાસ યોજના સાઈડ સુપરવાઈઝર નિર્મળ ગઢવી લાંચ લેતા ઝડપાયા….. આવાસ યોજના ની સહાય મેળવવા ફરિયાદી પાસે માંગી હતી રૂપિયા 10500 ની લાંચ….. પાલનપુર જામપુરા રોડ પર જીઆઇડીસી પાસે લાંચ સ્વીકારતા ઝડપાયા….. પાલનપુર ACB પીઆઈ એન એ ચૌધરીએ કરી સફળ ટ્રેપ….. પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય મેળવવા માટે માંગી હતી લાંચ….. રિપોર્ટર : મનું સોલંકી, પાલનપુર

Read More

દુ:ખિયાના દર્દ દૂર કરતું અને માનવ સેવા નું કાર્ય કરતું જન કલ્યાણ એટલે જલારામ મંદિર

વાંકાનેર, મોરબીમાં વર્ષોથી અયોધ્યાપુરી રોડ ખાતે પશુ પંખીઓને ચણ પાણી મહેમાનોને ઓટલો પીરસતી સંસ્થા એટલે જલારામ બાપા ની સંસ્થા જ્યાં વર્ષોથી વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા ગીરીશભાઈ ઘેલાણી ની આગેવાની મા પ્રવર્તમાન સમયે ભારે વરસાદ ના પગલે રાહત રસોડું શરૂ કરવા મા આવેલ છે. મોરબી ના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારો ના લોકો ને ભોજન પ્રસાદ અર્પણ કરવા મા આવી રહ્યો છે. આ અંગે સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી એ જણાવ્યુ હતુ કે જ્યા સુધી પરિસ્થિતી થાળે ન પડે ત્યા સુધી આખો દીવસ રાહત રસોડું…

Read More

નસવાડી ખાતે ગૌચર ની જગ્યા માટે માલધારી સમાજે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

સુરત, પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ગૌચર ની જગ્યા માટે ત્રસ્ત થઈ માલધારી સેના દ્વારા જાહેર કરેલી તા ,24 8–2020 ના દિવસે 33, જિલ્લાના તમામ તાલુકામાં આવેદનપત્ર આપવાનુ હોય તેને લઈને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ગૌચર ની જગ્યા માટે માલધારી સેના દ્વારા નસવાડી સેવાસદન ખાતે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું અને જે સમગ્ર દેશમાં ગૌવચર ની જગ્યાઓ છે. જે હાલ ગૌવચર ની જગ્યાઓ ભુ માફિયાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલી હોય તેના કારણે હાલ પશુપાલકો ને પશુ ચરાવવા ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય તે અંગે સરકાર ગંભીરતા…

Read More