દુ:ખિયાના દર્દ દૂર કરતું અને માનવ સેવા નું કાર્ય કરતું જન કલ્યાણ એટલે જલારામ મંદિર

વાંકાનેર,

મોરબીમાં વર્ષોથી અયોધ્યાપુરી રોડ ખાતે પશુ પંખીઓને ચણ પાણી મહેમાનોને ઓટલો પીરસતી સંસ્થા એટલે જલારામ બાપા ની સંસ્થા જ્યાં વર્ષોથી વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી દ્વારા ગીરીશભાઈ ઘેલાણી ની આગેવાની મા પ્રવર્તમાન સમયે ભારે વરસાદ ના પગલે રાહત રસોડું શરૂ કરવા મા આવેલ છે. મોરબી ના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારો ના લોકો ને ભોજન પ્રસાદ અર્પણ કરવા મા આવી રહ્યો છે. આ અંગે સંસ્થા ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી એ જણાવ્યુ હતુ કે જ્યા સુધી પરિસ્થિતી થાળે ન પડે ત્યા સુધી આખો દીવસ રાહત રસોડું શરૂ રાખવા મા આવશે તેમજ અસરગ્રસ્તો ને બે ટંક નુ ભોજન પુરુ પાડવા મા આવશે. કોરોનાવાયરસ અંતર્ગત લોક ડાઉનમાં માં પણ લોકોના નજીક રહી રાહત કાર્ય કરી માનવતા ની મહેક લેવડાવી હતી તેવી જ રીતે હાલ વરસાદી માહોલમાં પણ જલારામબાપાના ભકતો એ માનવતાની મહેક પૂરી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

કુદરતી આપત્તિજનક વખતે માનવ મહેક નું કાર્ય કરતી સંસ્થા થી સમગ્ર મોરબી શહેર જિલ્લાના લોકો પરિચિત છે ત્યારે તાજેતરમાં જ મોસમના વરસાદ ને ધ્યાને રાખી સંસ્થાના સેવકોએ રાહત રસોડાની વ્યવસ્થા કરી આપી છે જે તસવીરમાં નજરે પડે છે ત્યારે આ સેવાભાવી સંસ્થાના જલારામ ભકતોને સલામ છે.

રિપોર્ટર : ચતુર બાબરિયા, વાંકાનેર

Related posts

Leave a Comment