નસવાડી ખાતે ગૌચર ની જગ્યા માટે માલધારી સમાજે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું

સુરત,

પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ગૌચર ની જગ્યા માટે ત્રસ્ત થઈ માલધારી સેના દ્વારા જાહેર કરેલી તા ,24 8–2020 ના દિવસે 33, જિલ્લાના તમામ તાલુકામાં આવેદનપત્ર આપવાનુ હોય તેને લઈને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે ગૌચર ની જગ્યા માટે માલધારી સેના દ્વારા નસવાડી સેવાસદન ખાતે મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું અને જે સમગ્ર દેશમાં ગૌવચર ની જગ્યાઓ છે. જે હાલ ગૌવચર ની જગ્યાઓ ભુ માફિયાઓ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવેલી હોય તેના કારણે હાલ પશુપાલકો ને પશુ ચરાવવા ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હોય તે અંગે સરકાર ગંભીરતા દાખવી ગૌચર ની જગ્યાઓ માફિયાઓ દ્વારા દબાણ કરાઈ હોય તે અંગે સરકાર દ્વારા દબાણ કરનાર સામે કડક પણે તપાસ કરી દબાણ કરેલી ગૌચરની જગ્યાઓ ખુલ્લી કરી પશુપાલકો ને વહેલી તકે ન્યાય અપાવે જો આ અંગે વહેલી તકે સરકાર ગંભીર વલણ નહિ દાખવે તો ગુજરાત માલધારી સેના ગાંધી ચિધ્યા માર્ગ રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચિમકી ઉચારી રહ્યા છે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment