રાજકોટ, રાજકોટ શહેરમાં અનલોક ૨ માં જાણે ચોર બેફામ થયા હોય તેવિ ઘટના આજે ભરબપોરે રાજકોટના હાર્દ સમા વિસ્તારમાં બની હતી. અને જ્યારે રાજકોટના મનહર પ્લોટ શેરી નં.૮ માં આવેલા જગજીત એપારમેન્ટમાં ભરબપોરે ૦૪.૫૦ કલાકે ચોર ઘુસ્યા અને ૩૩ મિનિટ સુધી ઘરમાં ફરી આરામથી ચોરી કરી બિલ્ડિંગમાં બીજા માળે ફ્લેટ નંબર પાંચમાં ચોરી કર્યાનાં સીસીટીવી સામે આવ્યા છે. અને મુદ્દામાલ લઈને ચોર ફરાર છે. જ્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને પોલિસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આ અંગેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ…
Read MoreMonth: July 2020
રાજકોટ શહેર પોલીસે અનલોક 2 માર્ગદર્શિકાનું ભંગ કરનારા લોકને એક કરોડથી વધુ દંડ ફટકારાયો
રાજકોટ, રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અનલોક 2 – દરમિયાન જાહેરનામાનો ભંગ કરનાર લોકો સામે કાર્યવાહી કરી જાહેરનામાનો ભંગના ૬૦૯ ગુના દાખલ કરવામાં આવ્યા અને જ્યારે કુલ ૪૬૫૨ વાહન ડિટેઇન કરવામાં આવ્યા અને જ્યારે જાહેર સ્થળોએ માસ્ક નહી પહેરનારા અને જાહેરમાં થૂકનારા કુલ ૫૨,ર૨૯ લોકોને કુલ રૂા.૧.૦૪,૪૫,૮૦૦ દંડ ફટકારવામાં આવ્યો. રિપોર્ટર: વિનુભાઈ ખેરાળીયા, રાજકોટ
Read Moreજોડીયા પંથકમાં અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની આગેવાનો સાથે મુલાકાત લેતા જિલ્લા પંચાયત ના પ્રમુખ અને સદસ્યો…
જોડીયા, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના પંથકમા આણદા, લખતર, ભાદરા, કુનડ, બાદનપર, જોડિયા, સહિતના ગામોની અતિવૃષ્ટીગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જામનગર જિલ્લા માં થયેલ ભારે વરસાદ ના કારણે ઉંડ-2 ડેમ માં વિપુલ માત્રા માં પાણી આવવા થી ડેમ ઓવર ફ્લો થતા અને ઉંડ-2 ડેમ માંથી પાણી છોડવા માં આવતા ડેમ ના નીચાણવાળા વિસ્તાર માં આવતા ગામો આણંદા, લખતર, ભાદરા કુનડ, બાદનપર, જોડીયા ગામના ખેડૂતો ની જમીન ના થયેલ ધોવાણ અને વાવેલ પાક ને થયેલ વ્યાપક નુકસાન અંગે નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. આ મુલાકાત વખતે જામનગર જિલ્લા પંચાયત ના પ્રમુખ નયનાબેન…
Read Moreલાઠી તાલુકાના નારાયણ નગર પંચાયત નીચે આવેલ અલગ અલગ વિસ્તાર માં ટાશ પાથરવાનું કામ શરૂ
લાઠી, હાલ મા સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે તેને ધ્યાને રાખીને આ મહામારી અટકાવવાના ભાગરૂપે લાઠી તાલુકાના નારાયણ નગર ગામે સ્વચ્છતા જળવાઈ રહે તેથી નારાયણ નગર ગામ ના યુવા સરપંચ નિલેશ ભાઈ પી ડેર તથા કર્મનિષ્ઠ તલાટી કમ મંત્રી રવિરાજ સિંહ ખેર દ્વારા ગામના વિવિધ વિસ્તારમાં સફાઈ કામગીરી તથા ટાશ પાથરવામાં આવી ગોદડિયા નગર તેમજ અલગ અલગ વિસ્તાર માં જ્યાં રોડ પાસ નથી થયેલ એવા વિસ્તાર માં કીચડ થાય છે એવા વિસ્તાર માં ટાશ પાથરવા નું કામ ચાલે છે. પંચાયત સભ્ય હાજીભાઇ તાજાણી તેમજ રહીમભાઈ…
Read Moreરાજકોટ શહેર અનલોક-૨ નિયમોનો ઉલાળીયો કરી ટોળા એકઠા કરતી ૧૪ જેટલી ચા-પાનની દુકાનો અને કેબીનો ઉપર મનપાની ટીમે દરોડો પાડી સીલ કરી દીધી
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ અનલોક-૨ ના નિયમોનો ઉલાળીયો કરતા હોવાનું મનપા તંત્રની સામે આવતા રાજકોટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર એ.કે.સિંઘ સહિતના સ્ટાફે ચા-પાનની દુકાનોએ માણસોના ટોળા ભેગા ન થાય તે માટે માત્ર પાર્સલ લઈને જતા રહેવાનું જાહેરનામું બહાર પાડેલ છે. તેમ છતાં જાહેરનામાનો ભંગ કરતા ચા-પાનની દુકાનો સીલ કરવામાં આવી છે. શક્તિ ટી શોપ (સંત કબીર રોડની પાસે), ગાત્રાડ પાન ટી સ્ટોલ (માર્કેટિંગ યાર્ડ મેઈન રોડ), ખેતલા આપા ટી સ્ટોલ (અમુલ સર્કલ, ૮૦ ફૂટ રોડ), રાધે હોટેલ (અટિકા ફાટક પાસે), મોમાઈ હોટેલ (રૈયા ચોકડી), કિસ્મત હોટેલ (હનુમાન મઢી,…
Read Moreરાજકોટ શહેરમાં હોકર્સ ઝોનમાં લારી-ગલ્લાનાં ધંધાર્થીઓને ૩ મહિનાનો રૂ.૧૫૦૦નો ચાર્જ માફ : બીનાબેન આચાર્ય, ઉદિત અગ્રવાલ, ઉદય કાનગડ
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવામાં આવેલા ૯૯ હોકર્સ ઝોનમાં ૪૫૦૦ જેટલા ધંધાર્થીઓ વ્યવસાય કરી રોજીરોટી મેળવે છે. હોકર્સ ઝોનમાં જગ્યા મેળવી વ્યવસાય કરતા આ ધંધાર્થીઓએ દર મહિને રૂ.૫૦૦નુ ભાડું ચૂકવવાનું હોય છે. કોરોનાની મહામારી વચ્ચે તા.૨૫-માર્ચથી મે-૨૦૨૦ના અંત સુધી લોકડાઉનને કારણે આ ધંધાર્થીઓ વ્યવસાય કરી શક્યા ન હતા. અને આ બધા ધંધાર્થી ખૂબ જ નાના વર્ગના હોય જેથી આ બાબતે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને મ્યુનિ. કમિશનર ચર્ચાના પરિણામ સ્વરૂપે મહાનગરપાલિકાએ આ ધંધાર્થીઓને આર્થિક રાહત આપવાના ત્રણ માસ એટલે કે એપ્રિલ, મે, અને…
Read Moreરાજકોટ શહેર ખાતે ચા હોટલ એસોસિયેશન દ્વારા લેવાયેલો નિર્ણય……
રાજકોટ, રાજકોટ ના ચા હોટલ એસોસિયેશન દ્વારા લેવાયેલ નિર્ણય કે શનિ,રવિ,સોમ આમ ત્રણ દિવસ માટે ચા ની દુકાનો/હોટલો બંઘ રહેશે, એવું ચા દુકાનો & હોટલ એસોસિયેશન (રાજકોટ) એ જણાવેલ. રિપોટર : સંદિપ રાખશીયા, રાજકોટ
Read Moreચા અને પાનની દુકાનોએ ગ્રાહકોના સમૂહ એકત્ર થતા અટકાવવા મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ
રાજકોટ, તા. ૧૦/૦૭/૨૦૨૦ કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ પ્રસરતું અટકે તે અને લોકોમાં જાગૃતિ પણ ફેલાય તે માટે જાહેર સ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચા અને પાનની દુકાનોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં ૧૭ દુકાનો સીલ કરવામાં આવેલ છે. જેમાં એક થડાનો સમાન પણ જપ્ત કરાયો છે. ગ્રાહકો પાર્સલ લઈને જતા રહે જેનાથી ટોળા ભેગા ન થાય તે માટે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરતા ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી છે. મ્યુનિ. કમિશન…
Read Moreરાજકોટ શહેર રાત્રે ૧૦ થી સવારે ૫ સુધી કરફ્યુ દરમિયાન કામ વગર લપાતા-છુપાતા બહાર નિકળનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે
રાજકોટ, રાજકોટ શહેર જીલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે. તેને ઘટાડવા માટે રાજકોટ જીલ્લા કલેકટર તંત્ર છેલ્લા ઘણા સમયથી કમર કસી રહ્યું છે. જે સંદર્ભે જીલ્લા કલેકટર રેમ્યા મોહને આજે તમામ પ્રાંત અધિકારીઓ અને મામલતદારોને પેટ્રોલીંગના કડક આદેશ કર્યા છે. જીલ્લા કલેકટરની સૂચના મુજબ હવે પ્રાંત અધિકારીઓ અને મામલતદારો પોતાના વિસ્તારમાં પોલીસ વિભાગ તેમજ અન્ય સરકારી વિભાગોને સાથે રાખીને સઘન પેટ્રોલીંગ કરશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરના પત્રકાર જયદેવસિંહ શક્તિસિંહ જાડેજા કોઈપણ કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં ન આવ્યા છતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
રાજકોટ , રાજકોટ શહેરમાં નિર્મલા કોન્વેન્ટ માતૃકૃપા-૪ બાલમુકુંદ પ્લોટ ખાતે રહેતા પત્રકાર જયદેવસિંહ શક્તિસિંહ જાડેજાને ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પૂરતી તકેદારી અને જાહેર સ્થળોએ જવાનું ટાળવા છતાં પણ કોરોનાની ઝપટે ચડ્યા હોવાનુ જાણવા મળ્યું છે. થોડા દિવસો પહેલા જ W.H.O. અને અન્ય આરોગ્ય સંસ્થાઓએ કોરોના વાયરસ હવામાં પણ ફેલાતો હોવાની પુષ્ટિ કરી હતી. એ જ રીતે રાજકોટના પત્રકાર પણ કોઈ પોઝિટિવ દર્દીના સંપર્કમાં ના આવ્યા છતાં પણ કોરોના પોઝિટિવ આવતા વાયરસના લક્ષણ હવામાંથી જ લાગ્યા હોવાનું લાગી રહ્યું છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read More