સાબરકાંઠા, જ્યારે રાજ્યની તમામ શાળાઓ – કોલેજો માં ૬મહિના ની ફી માફ કરવામાં આવે તેમજ ઓનલાઇન શિક્ષણ બંધ કરવા માં આવે તે બાબતે આજ રોજ ના રજૂઆત કરવામાં આવી છે . જ્યારે રાજ્યની તમામ શાળાઓ કોલેજો ૪ મહિના થી બંધ છે ત્યારે હાલમાં સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ કાર્ય સારું કરવામાં આવ્યું છે જેને કારણે વિદ્યાર્થી ઓ ને ખુબ જ પરેશાની થઈ રહી છે. અખો દિવસ બાળકો મોબાઈલ મા જ પડ્યાં રહે છે. મોબાઈલ થી આખો ને નુકશાન થાય છે. જ્યારે મધ્યમ વર્ગ ના પરિવાર ને ૪ મહિના થી રોજગારી મળી…
Read MoreMonth: June 2020
જોડિયા તાલુકાના પીઠડ ગામની વિદ્યાર્થીની ચૌહાણ ભૂમિકા રમેશભાઈ જવાહર નવોદય પરીક્ષા ઉત્તીર્ણ કરી પસંદગી પામી
જોડિયા, જોડિયા તાલુકાના પીઠડ ગામની સરકારી શાળા શ્રી પીઠડ તાલુકા શાળાની વિદ્યાર્થીની ચૌહાણ ભૂમિકા રમેશભાઈ એ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધો. 9 માં પ્રવેશ માટે લેવામાં આવતી પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈ મેરીટમાં સ્થાન પામતા શાળા અને ગામનું ગૌરવ વધાર્યુ છે. શ્રી પીઠડ તાલુકા શાળાના આચાર્ય, શિક્ષકગણ, સી.આર.સી. કૉ. ઓર્ડીનેટર તેમજ ગામ લોકોએ તેને શુભેચ્છા આપી હતી અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી શુભેચ્છા આપી હતી. સાથે સાથે સી.આર.સી પીઠડ પરિવાર ના તમામ શિક્ષકોએ પણ તેને શુભેચ્છા આપી હતી. તેમજ શાળાની ગૌરવની બાબતે એક એ પણ છે કે આ વર્ષે NMMS ની…
Read Moreદાહોદ જિલ્લાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા મંત્રી ગણપતસિંહ વસાવા
દાહોદ, તા. ૨૫, દાહોદ જિલ્લાના પ્રભારી મંત્રી ગણપતસિંહ વસાવાએ આજે જિલ્લાના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. તેમણે સિંગવડ તાલુકામાં રૂ. ૨૪૦ લાખના ખર્ચે તૈયાર થનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યાર બાદ સંજેલી તાલુકાના અણિકા ગામે નવનિર્મિત ઔધોગિક તાલીમ સંસ્થા અને ૨૦૦૦ મેટ્રીક ટન ક્ષમતાના ગોડાઉનનું લોકાર્પણ કર્યું હતું. રાજયકક્ષાના મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જશવંતસિંહ ભાભોર પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ગણપતસિંહ વસાવાએ સૌ પ્રથમ સિંગવડ તાલુકામાં રૂ. ર૪૦ લાખના ખર્ચે તૈયાર થનારા તાલુકા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત હતું. ત્યાર બાદ સંજેલી તાલુકાના અણિકા ગામે અત્યાધુનિક નવનિર્મિત…
Read Moreકોગ્રેસ પક્ષ દ્વારા સોમનાથ ના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ની આગેવાની મા થાળી વેલળ ની ગૂજ સાથે પેટ્રોલ/ડીઝલ ના ભાવ વધારા ના વિરોધ પ્રદશન
ગીર સોમનાથ, વિશ્વમાં કોવીડ 19 કોરોનાની મહામારી એ ભરડો લીધેલ છે. ત્યારે દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ આ મહામારી નાં લીધે કોઈ કામ ધંધા ના હોવાથી મોધવારી ના ભોગ બની રહયા છે અને જયારે વિશ્વમા મંદી ના લીધે ફ્રૂટ અને તેલના ભાવો મા સતત ઘટાડો થઇ રહેલ છે ત્યારે આ ઉધોગપતીઓની ગુંગી ભેહરી અને ભ્રષ્ટાચારી ભાજપ ની કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 15 દીવસ મા ડીઝલ અને પેટ્રોલ મા જે અતીસય ભાવ વધારો ઝીકેલ છે ત્યારે આ ઊંધી સરકાર ને જગાડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ…
Read Moreદ્વારકા ખાતે પબુભા માણેક દ્વારા મોરારજી બાપુ પર થયેલ હુમલાના વિરોધમાં આજે જુનાગઢના માંગરોળ સાધુ સમાજ દ્વારા માંગરોળ મામલતદાર ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું
માંગરોળ, માંગરોળ ત્રી પાંખ સાધુ સમાજ દ્વારા માંગરોળ મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવેલ માંગરોળ સાધુ સમાજ દ્વારા આવેદનપત્ર આપી મામલતદારને બે રજુઆત કરી ને જણાવ્યું હતું કે દ્વારકા ખાતે સમાધાન માં ગયેલ પૂજ્ય મોરારજી બાપુ પર કરવામાં આવેલ હિચકારા હુમલા ને વખોળી કાઢીએ છીએ અને આ કૃત્ય કરનાર પબુભા માણેક સામે કાયદાકીય પગલાં લેવાઈ તેવી માંગ કરી હતી અને હુમલો કરનાર પબુભા માણેક માફી માંગે તેવી માંગ સાથે મામલતદાર માંગરોળ ને આવેદનપત્ર આપ્યું હતું અને તેની સામે કાયદેસર કાર્યવાહી થાઇ તેવી લોકમાંગ કરી છે.
Read Moreરાજકોટ શહેરના રૈયા રોડ નહેરૂનગર પાસે આવેલા રઝાનગરમાં ૨ કેસ પોઝિટિવ નોધાયા છે
રાજકોટ, રાજકોટ શહેરના રૈયા રોડ નહેરૂનગર પાસે આવેલા રઝાનગરમાં ૨ કેસ પોઝિટિવ નોધાયા છે. જેથી આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં કુલ કેસની સંખ્યા ૨૦૦ પર પહોંચી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો રૂ.૪૩,૨૦૦ના વિદેશી દારૂ સહિત રૂા.૯૩,૦૦૦ મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી બી.ડીવીઝન પોલીસ
રાજકોટ, રાજકોટ શહેર પોલીસ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મળેલ બાતમી મુજબ નવાગામ ૫૬ વારીયા ક્વાટર્સ, રાજકોટથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ એપીસોડ ક્લાસીક વિસ્કી ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી લખેલ ૭૫૦ ML ની શીલપેક બોટલ નંગ.૭૨ જેની કુલ કિ.રૂ.૨૮,૮૦૦/ ભારતીય બનાવટનો વિદેશીદારૂ એપીસોડ ક્લાસીક વિસ્કી ફોર સેલ ઇન હરિયાણા ઓન્લી લખેલ ૧૮૦ ML ની શીલપેક બોટલ (ચપલા નંગ.૧૪૪ ની કિ.રૂ. ૧૪,૪૦૦/- અને CNG રીક્ષાની કિ.રૂ.૫૦,૦૦૦/સહીત કુલ મુદામાલ રૂ.૯૩,૨૦૦/કબજે કરી એક આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર જીલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી કોમ્યુનિટી હોલમાં મર્યાદીત વ્યક્તિઓ રાખી લગ્ન પ્રસંગ યોજવા માટે મંજૂરી આપશે
રાજકોટ, રાજકોટ મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ અને ઓડિટોરીયમ લગ્ન અને સામાજીક પ્રસંગો યોજવા માટે બંધ રખાયા હતા. પરંતુ હવે કેટલીક શરતોને આધીન રહીને કોમ્યુનિટી હોલ અને ઓડિટોરીયમમાં પ્રસંગો યોજવા માટે મંજૂરી આપવામાં આવશે. જીલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી કોમ્યુનિટી હોલમાં મર્યાદીત વ્યક્તિઓ રાખી લગ્ન પ્રસંગ યોજવા માટે મંજૂરી આપશે. અરજદારોએ જીલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ યોજવા માટે લેખિતમાં મંજૂરી લેવી પડશે. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં કોમ્યુનિટી હોલનું બુકીંગ કરી આપશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરમાં કોરોના વાયરસ સાંજે રાતે ૮.૩૦ આસપાસ ૬ કોરોનાના પોઝીટિવ આવ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઇ
રાજકોટ, રાજકોટ શહેરમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો. આજે મોડી સાંજે રાતે ૮.૩૦ આસપાસ શહેરમાં એક સાથે ૬ કોરોનાના પોઝીટિવ આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઇ ગઈ છે. ભાવનાબેન વિજયભાઈ તંતી. ઉ.૪૧ વિજયભાઈ ગોબરભાઈ તંતી. ઉ.૪૫ સરનામું. શ્રધ્ધા, કિંગ્સ લેન્ડ પાર્ક-B, પ્લોટનં.૬૨, ૪૦ ફૂટ રામાણી મોટર ગેરેજ રોડ, મવડી પ્લોટ, રાજકોટ, હિસ્ટ્રી- ઉપરોક્ત બંને વ્યક્તિ અમદાવાદની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. રાધિકા અર્જુન કાલરીયા, ઉ.૨૩ સરનામું, ૮૦૧, શાલીગ્રામ એપાર્ટમેન્ટ, કોટેચા ચોક, રાજકોટ. નીલમબેન ડેનીસભાઈ કાલાવડીયા, ઉ.૩૫ સરનામું, ગાર્ડન સીટી, સાધુવાસવાણી રોડ, રાજકોટ, શ્રીલ જયેશભાઈ કાલાવડીયા. ઉ.૧૬ સરનામું. ગાર્ડન સીટી, સાધુવાસવાણી…
Read Moreઆદ્યશકિત માં અંબાજી ના પૂજન અર્ચન કરીને તેમના દિવસ નો પ્રારંભ કર્યો હતો. વિજયભાઈ રૂપાણી
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૪.૬.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વહેલી સવારે આદ્યશકિત માં અંબાજી ના પૂજન અર્ચન કરીને તેમના દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રીએ કોરોના સંક્રમણ દરમ્યાન ૩ મહિના લોકડાઉનની સ્થિતિ બાદ ગઈ કાલે ભગવાન જગન્નાથના દર્શન અને રથયાત્રા માં વિધિ કર્યા બાદ મોડી સાંજે અંબાજી પહોંચીને સવારે જગદમ્બા માતાજીની મંગલા આરતી કરી પૂજન કર્યું હતું. મુખ્યમંત્રીએ લોકડાઉનની સ્થિતિ બાદ પ્રથમ વાર અમદાવાદ ગાંધીનગર બહારના તેમના પ્રવાસની શરૂઆતમાં આદ્યશકિત જગત જનની ના દર્શન અર્ચનથી કરી છે. તેમણે આદ્યશકિત માં અંબાજી સમગ્ર માનવ જાત ને કોરોના ના આ સંકટ માંથી સલામત…
Read More