ગીર સોમનાથ,
વિશ્વમાં કોવીડ 19 કોરોનાની મહામારી એ ભરડો લીધેલ છે. ત્યારે દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ આ મહામારી નાં લીધે કોઈ કામ ધંધા ના હોવાથી મોધવારી ના ભોગ બની રહયા છે અને જયારે વિશ્વમા મંદી ના લીધે ફ્રૂટ અને તેલના ભાવો મા સતત ઘટાડો થઇ રહેલ છે ત્યારે આ ઉધોગપતીઓની ગુંગી ભેહરી અને ભ્રષ્ટાચારી ભાજપ ની કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 15 દીવસ મા ડીઝલ અને પેટ્રોલ મા જે અતીસય ભાવ વધારો ઝીકેલ છે ત્યારે આ ઊંધી સરકાર ને જગાડવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવા સૂચન કરેલ તેના અનૂસંધાને વેરાવળ શહેર તથા તાલૂકા કોંગ્રેસ સમિતી દ્વારા વિમલભાઈ ચુડાસમા ની આગેવાની મા આ ઊધતી સરકાર ને જગાડવા બહૂજ વિશાળ સંખ્યામાં કોંગ્રેસીજનો એ થાળી ને વેલળ વગાડી ને વિરોધ પ્રદર્શન કરી રહેલ ત્યારે પોલીસ ખાતા દ્વારા સર્વ આગેવાનો ની ધરપકડ કરેલ. આ વિરોધ પ્રદર્શન ફારૂક ભાઈ મલિક પેરેડાઈજ, અનવર ભાઈ પટેલ , હીરાભાઈ રામ , કરસન ભાઈ બારડ, દીનેશભાઈ રાયઠઠા, ઊષા બેન કૂશકીયા, સંગીતાબેન ચાનડપા, કાજલબેન લાખાણી, અમઝદ ભાઈ પંજા, તસ્લિમભાઈ કાજી, મૂશાભાઈ વાકોટ, અફજલ, યાસ્મીનબેન ચોહાણ, નઝમાબેન પંજા, કિસનભાઈ પરમાર, રમેશભાઈ દરજી વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ