રાજકોટ શહેર જીલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી કોમ્યુનિટી હોલમાં મર્યાદીત વ્યક્તિઓ રાખી લગ્ન પ્રસંગ યોજવા માટે મંજૂરી આપશે

રાજકોટ,

રાજકોટ મહાનગરપાલિકા કોમ્યુનિટી હોલ અને ઓડિટોરીયમ લગ્ન અને સામાજીક પ્રસંગો યોજવા માટે બંધ રખાયા હતા. પરંતુ હવે કેટલીક શરતોને આધીન રહીને કોમ્યુનિટી હોલ અને ઓડિટોરીયમમાં પ્રસંગો યોજવા માટે મંજૂરી આપવામાં આવશે. જીલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારી કોમ્યુનિટી હોલમાં મર્યાદીત વ્યક્તિઓ રાખી લગ્ન પ્રસંગ યોજવા માટે મંજૂરી આપશે. અરજદારોએ જીલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીઓને કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ યોજવા માટે લેખિતમાં મંજૂરી લેવી પડશે. ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગમાં કોમ્યુનિટી હોલનું બુકીંગ કરી આપશે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment