રાજકોટ શહેરમાં કોરોના વાયરસ સાંજે રાતે ૮.૩૦ આસપાસ ૬ કોરોનાના પોઝીટિવ આવ્યા છે, ત્યારે આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઇ

રાજકોટ,

 

રાજકોટ શહેરમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો. આજે મોડી સાંજે રાતે ૮.૩૦ આસપાસ શહેરમાં એક સાથે ૬ કોરોનાના પોઝીટિવ આવ્યા છે. ત્યારે આરોગ્ય વિભાગની ટીમો દોડતી થઇ ગઈ છે. ભાવનાબેન વિજયભાઈ તંતી. ઉ.૪૧ વિજયભાઈ ગોબરભાઈ તંતી. ઉ.૪૫ સરનામું. શ્રધ્ધા, કિંગ્સ લેન્ડ પાર્ક-B, પ્લોટનં.૬૨, ૪૦ ફૂટ રામાણી મોટર ગેરેજ રોડ, મવડી પ્લોટ, રાજકોટ, હિસ્ટ્રી- ઉપરોક્ત બંને વ્યક્તિ અમદાવાદની ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. રાધિકા અર્જુન કાલરીયા, ઉ.૨૩ સરનામું, ૮૦૧, શાલીગ્રામ એપાર્ટમેન્ટ, કોટેચા ચોક, રાજકોટ. નીલમબેન ડેનીસભાઈ કાલાવડીયા, ઉ.૩૫ સરનામું, ગાર્ડન સીટી, સાધુવાસવાણી રોડ, રાજકોટ, શ્રીલ જયેશભાઈ કાલાવડીયા. ઉ.૧૬ સરનામું. ગાર્ડન સીટી, સાધુવાસવાણી રોડ, રાજકોટ. હિસ્ટ્રી ઉપરોકત ત્રણેય વ્યક્તિઓ સુરેન્દ્રનગર ખાતે નોંધાયેલ કોરોના પોઝીટીવ કેસના સંપર્કમાં આવેલ છે. રીમ્પલ પ્રકાશ ખેર. ઉ.૩૦ સરનામું, મોરારીનગર, રાજકોટ, હિસ્ટ્રી તા.૨૩/૦૬/૨૦ ના રોજ પોઝીટીવ આવેલ કેસ રેખાબેન ખેરના સંપર્કમાં આવેલ છે. આ તમામ ૬ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે આજે નોંધાયેલ કેસ થઇને શહેરમાં કુલ કેસની સંખ્યા ૧૩૩ પર પહોંચી ગઇ છે. જ્યારે ૨૬ લોકો સારવાર હેઠળ છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment