જામનગર, જામનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તા.23.03.2020 થી નોવેલ કોરોના કોવિડ.19 અન્વયે Q. R. T.. ટીમ ન..19 જોડિયા તાલુકા માટે ની ટીમ નો હુકમ કરવામાં આવેલ છે. જેમાં (૧) એમ. ડી.દવે (નાયબ મામલતદાર) કચેરી જોડિયા (૨) બી.કે.ગોધાણી.(T. M. P. S.) બ્લોક હેલ્થ કચેરી જોડિયા (૩) સી. કે. જાડેજા (A S I) પોલીસ સ્ટેશનમાં જોડિયા ટીમમાં સામીલ કરેલ છે. આ Q R T.. ટીમ દ્વારા જોડિયા તાલુકાના કુલ.39 ગામોમાં 1349 માણસોને બહાર ગામથી અન્ય રાજ્ય માંથી આવેલ માણસોને હોમ ક્વોરન્ટIઈન કરવામાં આવેલ છે. તેમજ તા.24.03.2020 થી હાલ સુધી તમામ ક્વોરન્ટાઈન માણસોને ફ્લો…
Read MoreMonth: May 2020
રાજકોટમાં ઘરેલુ ફલાઈટને મંજુરી ન મળતા ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને ફલાઈટ શરૂ કરવા ઉઠી માગ
રાજ્કોટ, જ્યારે દેશમાં ચોથા લોકડાઉન દરમિયાન ડોમેસ્ટિક ફલાઇટની સેવા શરૂ કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાથી પણ વિવિધ શહેરોમાથી ડોમેસ્ટિક ફલાઈટ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીના રાજકોટ શહેરમાથી જ ડોમેસ્ટિક ફલાઇટની મંજૂરી ન આપતા રાજકોટ મેમ્બર ઑફ કોમર્સ દ્વારા ઉડ્ડયન મંત્રીને પત્ર લખીને ફલાઇટ શરૂ કરવા માગ કરવામાં આવી હતી. અને જ્યારે ગુજરાતના શહેરોમાંથી દેશના અન્ય રાજ્યના શહેરો સુધી ડોમેસ્ટિક ફલાઈટ શરૂ કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાંથી એક પાણ ફલાઇટને મંજુરી ન મળી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે રાજકોટમાં કોરોનાના કેસ ઓછા હોવા છતા ફલાઈટ શરૂ ન…
Read Moreરાજકોટમાં હું પણ કોરોના વોરીયર અભિયાનના અનુસંધાને લોકજાગૃતિ કેળવવા અને પ્રસિઘ્ધી આપવાના ઉદ્દેશથી કાર્યક્રમનું આયોજન
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ હું પણ કોરોના વોરીયર અભિયાનના અનુસંધાને લોકજાગૃતિ કેળવવા અને પ્રસિઘ્ધી આપવાના ઉદ્દેશથી આજે તા.ર૬ ને મંગળવારે સાંજે પ વાગ્યાથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના ચીફ એનાલીસ્ટ તરીકે પ્રદેશ ભાજપના આગેવાન નીતીનભાઇ ભારદ્વાર, જાણીતા નિકાસકાર અને ઉઘોગપતિ તથા શહેર ભાજપના સક્રિય આગેવાન અનીમેષભાઇ રૂપાણી, ઇન્ડિયન મેડીકલ એસો.ના રાષ્ટ્રીય કક્ષાના ઉપાઘ્યક્ષ ડો.અતુલ પંડયા તથા વિશ્વકક્ષાના જાણીતા ઉઘોગકાર જયોતિ C.N.C. ના સી.એમ.ડી. પરાક્રમસિંહજી જાડેજા આ અભિયાન અંગે માર્ગદર્શન આપી લોકોને જાગૃત કરવા માહિતી પ્રદાન કરનાર છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખીને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ ગ્રામ્ય વિસ્તાર કોરોનાથી મૂકત રહ્યો હતો. પરંતુ અચાનક છેલ્લા થોડા દિવસોથી ઘણા કોરોનાના કેસો નોંધાયા છે. આમ કેસોની સંખ્યા વધતા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેમાં હવે જિલ્લાના કોઈ પણ ગામમાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તે વ્યક્તિના પરિવારજનોએ ફરજીયાત પણે તાત્કાલિક ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે. જો પરિવારજનો ગ્રામ પંચાયતને જાણ નહિ કરે તો તેઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. તેવું જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જિલ્લા વાસી જોગ જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં ગ્રામ્ય…
Read Moreલાઠી તાલુકાના નારાયણનગર માં આશાવર્કર બહેનોની ઉમદા કામગીરી
લાઠી, કોવિડ- 19 અંતર્ગત નારાયણનગર માં લોકડાઉન દરમિયાન આરોગ્ય વિભાગની સુંદર કામગીરી સાથે બહારગામ થી આવેલ અત્યાર સુધીમાં ટોટલ કુલ 198 લોકોને હોમ કોરોનટાઈન કરેલ જેમાં હાલ માં 49 લોકો હોમ કોરોટાઈન ની તારીખ નીચે છે. જેમાં ચાવંડ p.h.c.(સબ સેંટર ) નીચેના ડૉક્ટર સિંઘ અને તેમના સ્ટાફ દ્વારા નારાયણનગર માં આશાવર્કર બહેનો ( સોનલબેન સુપર વાયઝર ) અને આશાવર્કર( પ્રભાબેન ઉર્ફે હંસાબેન ચૌહાણ ) તથા ગીતાબેન ગઢવી તેમજ વનીતાબેન ચૌહાણ ઉપરોક્ત તમામ આશાવર્કર બહેનો દ્વારા નારાયણનગર માં સતત પોત પોતાના વિસ્તાર માં ઘરે ઘરે જઈ ને કોરોના જેવી મહામારી વચ્ચે…
Read Moreસાબરકાંઠાના જિલ્લા માં કોરોના નો કપરો કાળ
સાબરકાંઠા, વડાલી મા માણેક ચોક વિસ્તારમાં કોરોના પોજીટીવ કેશ મળી આવતા પોલીસ અને આરોગ્ય તંત્ર એક્શન માં…. દરદી રાજસ્થાન થી સફર કરી આવેલ જાણવા મળ્યું છે.. દરદી ની ઉમર આશરે 42 વષૅ જાણવા મળેલ છે…. એમ્બ્યુલન્સ ધ્વારા હિમતનગર સિવિલ માં રિફર કરાયો… માણેકચોક વિસ્તાર ને કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યો છે નગરપાલિકા ધ્વારા માણેકચોક વિસ્તાર ને સેનેટાઈઝ કરવામાં આવ્યો છે ધર માં રહો અને સુરક્ષિત રહો…. રિપોર્ટર : ઋત્વિક પટેલ, સાબરકાંઠા
Read Moreવલસાડ જિલ્લામાંથી પાંચમા દર્દીએ કોરોનાને આપી માત
વલસાડ, વલસાડ જિલ્લાના પાંચમા દર્દીએ કોરોનાને માત આપી હોસ્પિટલમાંથી રજા લઇ બહાર નીકળતા હોસ્પિટલની ટીમ દ્વારા ફુલોની વર્ષા કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના બલીઠાના યુવકનું સેમ્પલ નેગેટીવ આવતાં આજે કોવિડ હોસ્પિટલ, સિવિલ, વલસાડ ખાતેથી રજા આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં આજદિન સુધી નોંધાયેલા કુલ-૧પ કોરોના પોઝિટિવ પૈકી પાંચ વ્યક્તિઓને રજા આપવામાં આવી છે, જ્યારે એકનું મોત થવા પામ્યું છે. હાલ જિલ્લામાં કોવિડ-૧૯ના ૯ પોઝીટીવ કેસો એક્ટીવ છે. વલસાડ જિલ્લામાં તા.૨૩/પ/૨૦૨૦ સુધીમાં લેવાયેલા ૩૨૬પ સેમ્પલ પૈકી ૩૨૪૬ સેમ્પલના રીપોર્ટ નેગેટીવ અને ૧૯ના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. પરંતુ ચાર…
Read Moreરાજકોટ શહેર ભાવનગર હાઇવે પર આવતા ત્રંબા-કસ્તુરબાધામ ખાતે જરૂરીયાતમંદ લોકોને સહાય પહોંચાડવામાં ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ નિમિત્ત બન્યા
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ રાજુભાઇ ધ્રુવ ગામના સ્થાનિક આગેવાનોને સાથે રાખીને કચરો વીણતાં, પ્લાસ્ટિક વીણતાં અને ખેતમજૂરોના પરિવારોની ઘેર ઘેર મુલાકાત લઇને તેમની વ્યથાને સાંભળીને યથાશક્તિ હુંફ આપવાનો મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો હતો. આમાંના ઘણા પરિવારો નિરાધાર હતા. અને ઘરમાં કોઇ કમાઈ કરનાર વ્યક્તિ પણ ન હતી. આવા અસરગ્રસ્ત પરિવારોને માનવતાની હૂંફ આપવાનું પ્રેરક કાર્ય રાજુભાઈ ધ્રુવે કર્યું છે. રાજુભાઈ ધ્રુવે ત્રંબા ખાતે ગામમાં રહેતા આર્થિક રીતે અત્યંત સાધારણ સ્થિતિ ધરાવતા ઘણા લોકોની વ્યક્તિગત રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજકોટ શહેર થી થોડા દૂર ભાવનગર તરફના રાજ્ય ધોરીમાર્ગ…
Read Moreરાજકોટ શહેર કિશાન સંઘના પ્રમુખ સહિત દિલીપ સખીયા સહિત અંદાજે ૫૦ ખેડૂત આગેવાનોની અટકાયત
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ કિશાન સંઘના પ્રમુખ સહિત દિલીપ સખીયા સહિત અંદાજે ૫૦ ખેડૂત આગેવાનોની અટકાયત. જય જવાન જય કિસાન ના નારા લગાવ્યા. ખેડૂતોના પ્રશ્નોને લઈને રાજકોટના રેસકોર્ષ રીંગ રોડ પર વિરોધ કરતા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી. ખેડૂતોએ લસણ રસ્તા પર ઢોળીને વિરોધ કર્યો. ધિરાણ અને ખેડૂતોના ભાવ મુદ્દે ખેડૂત આગેવાનોએ ભારે વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી. ખેડુતોને ડુંગળીના ભાવ અને ધિરાણ ના અલગ અલગ પ્રશ્નોને લઇને ભારે વિરોધ કરવામાં આવે તે પહેલા જ પોલીસે પકડી લીધા. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read Moreરાજકોટ શહેર રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા શ્રી.મહારાણા પ્રતાપ જન્મજયંતીની ભાવપૂર્વક ઉજવણી
રાજકોટ, રાજકોટ શહેર તા.૨૫.૫.૨૦૨૦ ના રોજ શનિવારના જેઠ સુદ ત્રીજના રોજ તિથિ મુજબ હિંદવા સૂરજ ક્ષત્રિય કુળભૂષણ શ્રી.મહારાણા પ્રતાપસિંહના ૪૮૦મી જન્મજયંતિ નિમિતે સવારે ૯:૦૦ વાગ્યે રાજકોટ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા સોરઠીયાવાડી ચોક ખાતે શ્રી.મહારાણા પ્રતાપજીની પ્રતિમાને મહારાણા પ્રતાપ વંદના આરતી, હુલહાર તથા દીપક પ્રગટાવીને ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં કોરોના વાઇરસ કોવિડ-૧૯ સોશિયલ ડિસ્ટન્સ અને લોકડાઉનના નિયમોનું પાલન કરીને મર્યાદિત સંખ્યામાં ક્ષત્રિય બંધુઓએ હાજર રહીને ઉજવણી કરી હતી. રાત્રે ૯:૦૦ કલાકે પણ શ્રી.રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના કાર્યાલય ખાતે આરતી, ફુલહાર, વંદના કરવામાં આવશે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ
Read More