રાજકોટ શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખીને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય

રાજકોટ,

રાજકોટ શહેર તા.૨૬.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ ગ્રામ્ય વિસ્તાર કોરોનાથી મૂકત રહ્યો હતો. પરંતુ અચાનક છેલ્લા થોડા દિવસોથી ઘણા કોરોનાના કેસો નોંધાયા છે. આમ કેસોની સંખ્યા વધતા જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયાએ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. જેમાં હવે જિલ્લાના કોઈ પણ ગામમાં જો કોઈ વ્યક્તિ બીમાર પડે તો તે વ્યક્તિના પરિવારજનોએ ફરજીયાત પણે તાત્કાલિક ગ્રામ પંચાયતને જાણ કરવાની રહેશે. જો પરિવારજનો ગ્રામ પંચાયતને જાણ નહિ કરે તો તેઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. તેવું જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાએ જિલ્લા વાસી જોગ જાહેર કર્યું છે. અત્યાર સુધીમાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાથી એકનું મોત પણ નીપજ્યું છે. કોરોનાથી સુરક્ષિત રહેલો રાજકોટનો ગ્રામ્ય વિસ્તાર અચાનક ખૂબ ટૂંકા ગાળામાં કોરોનાની ઝપેટમાં આવી જતા જિલ્લા વિકાસ અધિકારીએ આજે આ મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયને કારણે કોઈ વ્યક્તિ લાંબો સમય સુધી બીમાર નહિ રહી શકે. એટલે કે બીમાર થયાને તુરંત જ તંત્રને જાણ થઈ જશે અને તંત્ર જરૂર પડ્યે તાત્કાલિક કોરોનાનો રીપોર્ટ પણ કરાવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment