લાઠી,
કોવિડ- 19 અંતર્ગત નારાયણનગર માં લોકડાઉન દરમિયાન આરોગ્ય વિભાગની સુંદર કામગીરી સાથે બહારગામ થી આવેલ અત્યાર સુધીમાં ટોટલ કુલ 198 લોકોને હોમ કોરોનટાઈન કરેલ જેમાં હાલ માં 49 લોકો હોમ કોરોટાઈન ની તારીખ નીચે છે. જેમાં ચાવંડ p.h.c.(સબ સેંટર ) નીચેના ડૉક્ટર સિંઘ અને તેમના સ્ટાફ દ્વારા નારાયણનગર માં આશાવર્કર બહેનો ( સોનલબેન સુપર વાયઝર ) અને આશાવર્કર( પ્રભાબેન ઉર્ફે હંસાબેન ચૌહાણ ) તથા ગીતાબેન ગઢવી તેમજ વનીતાબેન ચૌહાણ ઉપરોક્ત તમામ આશાવર્કર બહેનો દ્વારા નારાયણનગર માં સતત પોત પોતાના વિસ્તાર માં ઘરે ઘરે જઈ ને કોરોના જેવી મહામારી વચ્ચે આરોગ્ય ની ટીમ સાથે સંકલનમાં રહીને તમામ આશાવર્કર બહેનો એ ખુબજ સારી કામગીરી કરેલ છે તેમજ નારાયણનગર ગ્રામજનો તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળેલ છે તેમજ નારાયણનગર ના ગ્રામજનો આશાવર્કરોની મહેનત અને સુંદર કામગીરી કરવા બદલ ખુબ ખુબ આભાર વ્યકત કર્યો છે.
રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા