હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રોએ વિવિધ પાકોની સાથે પ્રાકૃતિક શાકભાજીનું વાવેતર કરીને ઝેરમુક્ત ખેતી અપનાવી છે. ખેડૂતો જો ઋતુ પ્રમાણે પ્રાકૃતિક શાકભાજીનું સમયસર વાવેતર કરે તો મબલક ઉત્પાદન મેળવી શકે છે. એ માટે બીજ માવજત, વાવેતર દરમિયાન રાખવાની થતી સાવચેતી, વાવવાની પધ્ધતિની સાથે જીવામૃતના ઉપયોગ અંગેની વિગતવાર જાણકારી મેળવીએ. બીજ માવજત: શાકભાજીના સારા ઉત્પાદન માટે બીજને બીજામૃતથી સંસ્કારિત કરો. બીજને સંસ્કારીત કરવાથી બીજમાં સારો ઉગાવો આવશે, તથા સારા પાકના રૂપમાં સારું ઉત્પાદન મળશે. બીજને જીવામૃતમાં ડુબાડો અને અમુક સામાન્ય બીજને ૬-૭ સેકન્ડ અને…
Read MoreCategory: Nature
તાલીમ થકી પ્રાકૃતિક ખેતીની માહિતી મેળવતાં ઉનાના ખેડૂતો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ઉનામાં જલારામ વાડી ખાતે તા.૦૩ જૂલાઈથી ૦૫ જૂલાઈના રોજ પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ હતી. જેમાં ઉના અને ગીર ગઢડા તાલુકાના ગામોમાંથી આશરે ૫૦ કરતાં વધારે ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ભાગ લીધો હતો. ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને આ ખેતીમાં આગળ વધી અને સાથે જ ગાય તેમજ પ્રકૃતિનું જતન કરે એવા હેતુસર આ તાલીમમાં જોડાયાં હતાં. આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીની વૈજ્ઞાનિક માહિતી માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનારના વૈજ્ઞાનિકોએ માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ દરમિયાન મનીષભાઈ બલદાણીયા દ્વારા પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિધ્ધાંતો અને પાયાની…
Read Moreદક્ષિણ ગુજરાતની ખાસ કરીને સુરત અને તાપી જિલ્લાની જીવાદોરી ગણાતી તાપી નદીનો આજે જન્મદિવસ
હિન્દ ન્યુઝ, સુરત થોડી તાપી નદી વિશેની માહિતી આજે અષાઢ સુદ સાતમ ને સૂર્યપુત્રી તાપી માતાનો જન્મ દિવસ છે. તાપી માતાની ઉત્પતિ 21 કલ્પ જૂની હોવાની શાસ્ત્રોની માન્યતા છે. 1 કલ્પમાં 4.32 કરોડ વર્ષ હોય છે. વળી સૂર્યપુત્રી પર તાપી પૂરાણ નામનો એક આખો ગ્રંથ છે જેમાં તાપી વિશે એકદમ ઝીણવટપૂર્વકની માહિતી છે. જેમાં ભગવાન રામ તાપી કિનારે ફરતા-ફરતા લંકા પહોંચ્યા હોવાનો ઉલ્લેખ છે. જ્યારે સૂર્યદેવની આંખમાંથી આંસુનું ટીપું પડ્યું ને લોકમાતાનો જન્મ થયો. સૂર્યપુત્રી તરીકે જાણીતી તાપી મૈયાની ઉત્ત્પત્તિને લઇને અનેક લોકવાયકાઓ છે. આજે શહેરીજનો…
Read Moreડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment યોજના અમલી
હિન્દ ન્યુઝ, મોરબી સરકાર દ્વારા રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો માટે સહાય યોજના હેઠળ રાજ્યના ડુંગળી ઉત્પાદન કરતા ખેડૂતોને માર્કેટ ઇન્ટરવેન્સન સ્કીમ (MIS) હેઠળ Price Deficiency payment યોજના અતંર્ગત રાજ્યની APMCમાં તા.૦૧/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ દરમિયાન ડુંગળીનું વેચાણ કર્યું હોય તેવા ખેડૂતો જ સહાયને પાત્ર રહેશે. ખેડૂત દીઠ મહત્તમ રૂ. ૨૦૦ પ્રતિ ક્વિન્ટલ અને ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) વેચાણ સુધી એટલે કે મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની સહાય મળવાપાત્ર રહેશે. આ યોજના હેઠળ લાભ મેળવવા ખેડૂતો માટે આઇ-ખેડૂત ૨.૦ (http//ikhedut.gujarat.gov.in) પોર્ટલ આગામી તા.૧૫/૦૭/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ…
Read More“લીંબોળી : પ્રાકૃતિક બાયો-ઇનપુટ માટેનું સોનાનું ફળ”
હિન્દ ન્યુઝ, આણંદ પ્રાકૃતિક કૃષિ એ હવે રાષ્ટ્રીય મિશન બનતું જાય છે.જે અન્વયે વિવિધ રાજ્યમાં પણ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે વિવિધ સ્તરે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિલક્ષી માહિતીથી માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. જે અન્વયે આજે આપણે લીમડાની લીંબોળી કે જે પ્રાકૃતિક ખેતી માટે સોનું ફળ સાબિત થયું છે. તેના વિશે વિસ્તૃત વિગતો જોઈએ. લીંબોળી શું છે? લીંબોળી એ લીંબડાના ઝાડ પરથી મળતી ફળ છે. જેમાં એઝાડીરેક્ટિન અને અન્ય બાયોએટીવ કોમ્પાઉન્ડ્સ હોય છે. આ રાસાયણિક તત્વો કૃત્રિમ કિટનાશકોની જેમ કાર્ય કરે છે અને કૃષિ જીવાતોને નિયંત્રિત…
Read Moreવેરાવળ અને ગીરગઢડામાં કુલ ૧૧૦૦ થી વધારે ખેડૂતોએ ખેતીલક્ષી માહિતી મેળવી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ પ્રિ-ખરીફ કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના પંદરમાં દિવસે કૃષિરથના માધ્યમથી ગીર ગઢડા અને વેરાવળ તાલુકાના ગામોમાં ખેડૂતોને ખેતીલક્ષી માહિતી પૂરી પાડવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન આગળ ધપી રહ્યું છે ત્યારે ગીરગઢડા તાલુકાના પીછવી, ઉમેદપરા અને ફાટસર તથા વેરાવળ તાલુકાના આણંદપરા, સુંદરપરા અને બોસન એમ કુલ ૬ ગામોમાં સેમિનારના માધ્યમથી ખેડૂતોને ખેતીલક્ષી માહિતી આપવામાં આવી હતી. તજજ્ઞો દ્વારા ચોમાસું ઋતુ માટે ખેતી અને પશુપાલન વિષયક તેમજ સરકારની વિવિધ યોજનાઓ, પ્રાકૃતિક ખેતી અને ડ્રોન ટેક્નોલોજી વિશે પ્રત્યક્ષ…
Read Moreપ્રાકૃતિક કૃષિમાં મિશ્ર પાકનુ વાવેતર કરવાથી સરેરાશ ઉત્પાદનમાં વધારો થાય છે : મિશ્ર પાકથી મુખ્ય પાકને નાઈટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ સહિત જરૂરી પોષક તત્વો મળી રહે છે
હિન્દ ન્યુઝ, બોટાદ મુખ્ય પાકની સાથે વાવવામાં આવતા સહજીવી પાકની પસંદગીઃ જ્યારે મુખ્ય પાક એકદળ હોય ત્યારે સહજીવી પાક દ્વિદળ હોવો જોઈએ. જેમ કે, ઘઉંની સાથે ચણા, સરસવ, મસૂર, ધાણા, વટાણા સહિતના સહજીવી પાકો ઉગાડી શકાય છે. તેમજ જો મુખ્ય પાકનું મૂળ ઊંડું જતું હોય તો સહજીવી પાકનું મૂળ ઊંડે જમીનમાં વધારે ઊંડુ ના હોય તે રીતે મિશ્ર પાકની પસંદગી કરવી જોઈએ. જેમકે, કપાસ તેમ જ તુવેરનાં મૂળ ઊંડા જાય છે, જ્યારે મગ અને અડદના મૂળ ઉપર રહેતાં હોય છે. સહજીવી પાક મુખ્ય પાક કરતાં અડધી…
Read Moreવેળાવદર કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન મૂલાકાતીઓ માટે વર્ષાઋતુ દરમ્યાન બંઘ રહેશે
હિન્દ ન્યુઝ, ભાવનગર વર્ષાઋતુ દરમ્યાન મોટાભાગના વન્યપ્રાણીઓનો સંવનનકાળ હોવાથી તેના વસવાટ (હેબીટેટ) માં કોઇ ખલેલ ન પહોંચે તે હેતુથી અન્ય રાષ્ટ્રીય ઉદ્યાનોની જેમ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર પણ મૂલાકાતીઓ માટે તા.૧૬/૦૬/૨૦૨૫ થી તા.૧૫/૧૦/૨૦૨૫ સુધી બંઘ રાખવામાં આવશે જેની તમામ વન્યપ્રાણી પ્રેમીઓ તથા મૂલાકાતીઓએ નોંઘ લેવા મદદનીશ વન સંરક્ષકશ્રી, કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર, ભાવનગરની યાદીમાં જણાવાયું છે.
Read Moreવિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા 2025′ અંતર્ગત સાણંદના મલેસણા ગામમાં ખેડૂત શિબિર યોજાઈ
હિન્દ ન્યુઝ, અમદાવાદ ખેડૂતોએ શિબિરમાં વૈજ્ઞાનિક ખેતી, પ્રાકૃતિક ખેતી, સરકારની વિવિધ કૃષિ યોજાનાઓની જાણકારી સાથે મધમાખી ઉછેરની માહિતી મેળવી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન યાત્રા 2025′ અંતર્ગત સાણંદના ચેખલા ગામમાં ખેડૂત શિબિર યોજાઈ પ્રાકૃતિક અને વૈજ્ઞાનિક ખેતીનું મહત્વ, કૃષિના અધતન સંશોધનો અને ગુજરાત સરકારની ખેડૂતલક્ષી યોજનાઓ બાબતે સર્વે ખેડૂતો માહિતગાર થયા
Read More૨૫ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત વિરસિંગ નલવાયાને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ષ ૨૦૧૩ માં ૫૧,૦૦૦ રૂ. ઇનામની સાથે શ્રેષ્ઠ ખેડૂત પુરસ્કાર એનાયત કરાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અંતરિયાળ ગામ એવા ભૂતરડી ગામના રહેવાસી અને હાલ ૮૩-૮૪ વર્ષીય વિરસીંગભાઈ નલવાયાએ વર્ષ ૨૦૦૦ માં નક્કી કર્યું હતું કે, મારે રાસાયણિક ખાતર, દવા કે બિયારણ વાળું અનાજ નથી પકવવું કે નથી તો એવો ખોરાક મારા પરિવારને ખવડાવવો. છેલ્લાં ૨૫ વર્ષથી પ્રાકૃતિક ખેતીને વરેલા વિરસીંગભાઈનું કહેવું હતું કે, રસાયણ એ એવું ઝેર છે કે, જે ધીમે ધીમે આપણા શરીરમાં પ્રવેશીને ઘર કરી દે છે, જેની અસર રૂપે નાની-મોટી સમસ્યાઓ થી લઈને ગંભીર રોગો થવાની શક્યતા રહેલી છે. માણસો તો ઠીક પણ પશુ-પક્ષીઓ માટે…
Read More