હિન્દ ન્યુઝ, રાજકોટ
આધુનિક જીવનશૈલીને કારણે મેદસ્વિતા વૈશ્વિક ચિંતાનો વિષય બની રહી છે. આ સમસ્યા માટે અસંતુલિત આહાર, બેઠાડું જીવનશૈલી, આનુવંશિકતા અને હોર્મોનલ ફેરફારો જેવા અનેક પરિબળો જવાબદાર છે. મેદસ્વિતા માત્ર શારીરિક દેખાવને જ નહીં, પણ સ્વાસ્થ્યને ગંભીર રીતે અસર કરે છે. સ્થૂળતા ઓછી ન કરવામાં આવે તો તે શારીરિક અને માનસિક અનેક બીમારીઓનું કારણ બની શકે છે. આથી, ગુજરાત સરકાર ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન થકી ‘પહેલું સુખ તે જાતે નર્યા’ કહેવતને ચરિતાર્થ કરવા નાગરિકોને સ્વાસ્થ્યની જાગૃતિ તથા મેદસ્વિતાના નિયંત્રણ માટે પ્રેરિત કરી રહી છે. ત્યારે મેદસ્વિતાના કારણો, અસરો અને નિવારણ જાણીએ અને સ્થૂળતા દૂર કરીને તંદુરસ્ત થવાનો પ્રયત્ન કરીએ.
✅ 1️⃣ સંતુલિત આહાર
🌽 ફળો 🍎, શાકભાજી 🥦, આખા અનાજ 🍚 અને લો-ફેટ અને હાઈ પ્રોટીનયુક્ત પદાર્થો આહારમાં લેવા।
🚫 ફાસ્ટ ફૂડ 🍔, મીઠાઈ 🍰 અને પ્રોસેસ્ડ આહારનો ઓછામાં ઓછો ઉપયોગ કરો।
✅ 2️⃣ નિયમિત શારીરિક પ્રવૃત્તિ
🏃♂️ દરરોજ ઓછામાં ઓછી ૩૦ મિનિટ ચાલવું, દોડવું, યોગ 🧘♀️ અથવા જિમ સ્ટ્રેન્થ ટ્રેનિંગ 💪 કરવાથી પાચનક્રિયા સુધરે છે અને શરીર મજબૂત બને છે।
✅ 3️⃣ પૂરતી ઊંઘ
🛌 દરરોજ ૭ થી ૮ કલાક ઊંઘ લેવી જોઈએ… ઓછી ઊંઘ વજન વધારવાનું કારણ બની શકે છે।
✅ 4️⃣ તણાવ ઘટાડવો
🌸 ધ્યાન, યોગ 🧘♂️, શ્વસન કસરતો કરવાથી મન શાંત થાય છે અને પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓ પણ ટળે છે।
💡 આજથી શરૂ કરો અને સ્વયંના સ્વસ્થ જીવન માટે પ્રતિજ્ઞા લો!
🚀 “તંદુરસ્ત જીવન માટે આજથી જ શરૂઆત કરો – ફાસ્ટ ફૂડને અલવિદા કરો અને પ્રાકૃતિક ખોરાકનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરો!”
મેદસ્વિતાના કારણો :-
– અસંતુલિત આહાર, ફાસ્ટ ફૂડ, શર્કરાયુક્ત પીણાં અને વધુ કેલરીવાળા આહારનું વધુ પડતું સેવન કરવાથી મેદસ્વિતાની સમસ્યા સર્જાય છે.
– બેસી રહેવાની જીવનશૈલી, ઓછી કસરત અને ટેક્નોલોજી પર વધુ પડતી નિર્ભરતાના કારણે શારીરિક રીતે નિષ્ક્રિયતા સર્જાતી હોય છે. જેના પરિણામે સ્થૂળતા આવે છે.
– લોકોમાં આનુવંશિક પરિબળોને કારણે ચરબીનું સંચય થવાની સંભાવના વધે છે.
– હોર્મોનલ અસંતુલનની સ્થિતિમાં થાઇરોઇડ, પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ જેવી સ્થિતિઓ વજન વધારી શકે છે.
– માનસિક તણાવ, ચિંતા અને ડિપ્રેશનના લીધે વાળું વધુ પડતું ખાવાની વજન વધારે છે.
– દવાઓ (જેમ કે સ્ટીરોઇડ્સ) અને બીમારીઓ વજનમાં વધારો કરી શકે છે.
મેદસ્વિતાની અસરો :-
– હૃદય રોગ, ઉચ્ચ રક્તચાપ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધે છે.
– ડાયાબિટીસની શક્યતા વધે છે.
– સાંધાનો દુખાવો થાય છે. વધુ વજનને કારણે ઘૂંટણ અને કમરના સાંધાઓ પર દબાણ વધે છે.
– શ્વાસની તકલીફ થઈ શકે છે.
– આત્મગ્લાનિ, ડિપ્રેશન અને સામાજિક અલગતા જેવી માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સર્જાય છે.
