હિન્દ ન્યુઝ, જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના ખાતે આવેલી કન્યા શાળા ખાતે ‘સેવાસેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવમાં આવી હતી.
સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ કેમ્પનું આયોજન કરી લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. જેમાં બિનચેપી રોગોના નિદાન માટે BP (બ્લડ પ્રેશર) અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી. તેમજ આયુષ્માન ભારત યોજના અંતર્ગત નવા કાર્ડ કાઢવા તેમજ તેને લગતી કામગીરી કરવામાં આવી હતી.
આ ઉપરાંત ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી HPV વેક્સિન અંગે મહિલાઓને વિગતવાર જાણકારી આપી જાગૃત કરવામાં આવ્યા હતા.

