દાહોદને પીવાનું પાણી પૂરૂ પાડતો પાટાડુંગરી ઓવરફ્લો, હેઠવાસના ગામોને સતર્ક કરાયા

દાહોદ,

દાહોદ જિલ્લામાં સાર્વત્રિક શ્રીકાર વર્ષાને પગલે જળાશયોમાં નવા નીરની આવક થઇ રહી છે. જિલ્લાના મુખ્ય સાત પૈકી ૫ ડેમ ઓવર ફ્લો થઇ રહ્યાનું સિંચાઇ વિભાગ નોંધી રહ્યું છે. એવા સમયે દાહોદ નગરને પીવાનું પાણી પૂરૂ પાડી રહેલા ઠક્કર બાપા જળાશય એટલે કે પાટાડુંગરી ડેમ પણ આજ મંગળવારે સાંજના સમયે ઓવરફ્લો થયો છે. સિંચાઇ વિભાગની યાદી કહે છે કે, પાટાડુંગરી ડેમ તેની પૂર્ણ સપાટી ૧૭૦.૮૪ મિટર ઉપરથી ઓવર ફ્લો થઇ રહ્યો છે. જેના પગલે સાહડા, ગરબાડા, ગાંગરડી, ગુંગરડી, ટૂંકી વીજ, ટૂંક અનોપ, નાંધવા, પાંચવાડા, દેવધા, વરમખેડા, બોરખેડા, જાલત, મોટી ખરજ, પૂંસરી, દાહોદ કસ્બામાં રહેતાને હેઠળવાળા વિસ્તારમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

રિપોર્ટર : વિજય બચાની, દાહોદ

Related posts

Leave a Comment