હિન્દ ન્યુઝ, રાજકોટ
સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૪ અન્વયે સીટીઝન એન્ગેજ્મેન્ટ અન્વયે સ્વચ્છ હોટલ, સ્વચ્છ હોસ્પિટલ, સ્વચ્છ સ્કૂલ, સ્વચ્છ રેસિડન્સ વેલ્ફેર એસોસિએશન/મોહલ્લા, સ્વચ્છ સરકારી ઓફિસ, સ્વચ્છ વોર્ડ તથા સ્વચ્છ માર્કેટ એસોસિએશન માટે સ્વચ્છતા રેન્કિંગનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરીજનો ભાગ લઈ પોતાના વિસ્તારને સ્વસ્છ બનાવવા માટે સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધા વિશે વધુ માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, આ સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેનારને સ્વચ્છતાના જુદા જુદા પેરામીટર્સ જેમ કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સર્વિસ મેન્ટેનન્સ અને લોકોના ફીડબેક તથા પરિસરની સ્વચ્છતા, શૌચાલયનું બાંધકામ તથા શૌચાલયની સ્વચ્છતા, દાદરા-લોબીની સ્વચ્છતા, કચરા પેટીની વ્યવસ્થા, ભીના કચરાનો વ્યવસ્થિત નિકાલ, પીવાના પાણીની વ્યવસ્થા ઉપર દરેક કેટેગરીમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવશે. આ સ્વચ્છતા રેન્કિંગમાં ભાગ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ WWW.RMC.GOV.IN ઉપરથી તા.૧૫/૦૪/૨૦૨૪ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
સ્પર્ધાના નિયમો:-
(૧) આ સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધા એક(૧) જ વખતની સ્પર્ધા રહેશે.
(૨) સ્વચ્છતા જાગૃતિ અંગેના બેનર તથા હોર્ડિંગ્સ લગાવવાના રહેશે તેમાં સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪નો લોગો ફરજીયાત લગાવવાનો રહેશે. (સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૨૪નો લોગો પ્રોગ્રામ ઈમ્પલીમેન્ટેશન યુનિટ (આઈ.ઈ.સી સેલ) પ્રથમ માળ રૂમ નં -૭, ઢેબર રોડ, સેન્ટ્રલ ઝોન, રાજકોટ મહાનગરપાલિકા ફોન ૨૨૨૮૧૭૭ પરથી મળી રહેશે અથવા IECCELLRMC@GMAIL.COM ઉપર સંપર્ક કરવો
(૩) આ સ્વચ્છતા રેન્કિંગ સ્પર્ધાનો આખરી નિર્ણય મ્યુનિસિપલ કમિશનર અને નાયબ મ્યુનિસિપલ કમિશનર હસ્તગત SWM કમિટીનો રહેશે જે દરેક ભાગ લેનાર સંસ્થાઓને બંધનકર્તા રહેશે.
(૪) ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી મુદ્દત તા.૧૫/૦૪/૨૦૨૪ રહેશે.