જૂનાગઢ જિલ્લામાં આરેણા ગામમાં આયુર્વેદ ચિકિત્સા દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

જૂનાગઢ જિલ્લામાં માંગરોળ તાલુકાના આરેણા ગામમાં આયુર્વેદ ચિકિત્સા દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.

આરેણા ગામમાં સરકારી આયુર્વેદ દવાખાનુ-વિસણવેલ દ્વારા મફત નિદાન અને સારવાર કેમ્પનુ સુંદર મજાનુ આયોજન થયુ હતુ.આ કેમ્પ જીલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.શાહ સાહેબના માર્ગદર્શન નીચે કરવામાં આવ્યો હતો.
આ કેમ્પને સફળ બનાવવામાં આરેણા ગામના સરપંચશ્રી સોમાતભાઈ રામ,શિવમ્ ચક્ષુદાન સલાહકેંદ્ર-આરેણાના સંચાલક નાથાભાઈ નંદાણિયા,આગેવાનો,આયુર્વેદ પ્રેમીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આજના આ કેમ્પમાં રોગપ્રતિકારક તેમજ શક્તિવર્ધક આયુર્વેદ ઉકાળાનુ પાન કરાવવામાં આવ્યુ હતુ.તેમજ આયુર્વેદ ડૉ.શ્રી જે.બી.ખેરાણી સાહેબ દ્વારા જનરલ ઓ.પી.ડી.લેવામાં આવી હતી.જેમા ૧૧૨ જેટલા દર્દીઓની સ્થળ પર તપાસ કરી સારવાર આપવામાં આવી હતી. તેમજ ૨૦ જેટલી સગર્ભા માતાઓની તપાસ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્યકેન્દ્ર શીલની ટીમ દ્વારા જહેમત ઉઠાવી સહકાર આપવામાં આવ્યો હતો.
આપણા ચાર વેદો અને પૂરાણોમાં આયુર્વેદ ગ્રંથનો મહિમા રહેલો છે.આયુર્વેદ ચિકિત્સા એ ભારતની પ્રાચિન ચિકિત્સા પધ્ધતિ છે.તેને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે.ભગવાન ધન્વંતરી આયુર્વેદના દેવ માનવામાં આવે છે.તેઓ સમુદ્રમંથન વખતે ઔષધી અને અમૃતકુંભ સાથે પ્રકટ થયા હતા.તેમણે મોટીધણેજ મુકામે તેમના શિષ્યોને રોગનિવારણ અર્થે આયુર્વેદનુ જ્ઞાન આપ્યુ હતુ.અને અંતે ત્યાં સમાધી લીધી હતી.બિજા દેવતા અશ્વિનીકુમારોને માનવામાં આવે છે.તેમણે ચ્યવન ઋષિને વૃધ્ધાવસ્થામાંથી ફરી નવયૌવન આપ્યુ હતુ.એ આપણા આયુર્વેદમાં શક્તિ રહેલી છે.આપણા આ મહામુલા ગ્રંથો અંગ્રેજો દ્વારા બાળી નાખવામાં આવ્યા છે.છતાં પણ તેમાનુ કઈક શેષ બચ્યુ તેના પ્રતાપે આ આયુર્વેદ ચિકિત્સા હજુ કાર્યરત છે.અને તેના ઘણા સારા પરિણામો આજે પણ રોગીઓની સારવારમાં જોવા મળે છે.આપણી આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિ ગાય અને વનસ્પતિ તેમજ કુદરતે નિર્માણ કરેલ પ્રકૃતિ પર આધારીત છે.પરંતુ આજે મનુષ્ય દ્વારા તેમાં ખલેલ પહોંચાડવામાં આવી છે.જેનો ભોગ આજે ખુદ મનુષ્ય જ બની રહ્યો છે.પ્રકૃતિની રક્ષા સાથે જ શરીર રક્ષા જોડાયેલ છે.ફરીથી આપણે આ આયુર્વેદ પધ્ધતિ અને પ્રકૃતિને જાળવશુ તો જ આપણે આવા ભયાનક રોગોથી બચી શકશુ.
આજે સરકારી આયુર્વેદ વિસણવેલ દ્વારા આ પ્રાચિન ચિકિત્સા પધ્ધતિનો લાભ આરેણા ગ્રામજનોને આપ્યો

રિપોર્ટર : મીલન બારડ ( માંગરોળ)

Related posts

Leave a Comment