કાલાવડના ભાવાભી ખીજડીયા પાસે ટ્રક અને કાર અકસ્માત થતા પાંચ ના મોત

કાલાવડના ભાવાભી ખીજડીયા પાસે આજરોજ સાંજે પાંચ વાગ્યા ના અરસામાં એક કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં જામનગર જિલ્લાના પાંચ લોકોનુ કમકમાટી ભર્યુ મોત નીપજવા પામ્યુ છે.

આ અકસ્માત માં મોત નીપજનાર પાંચેય લોકો જામનગર ના હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યુ છે.

આ ગંભીર અકસ્માત ના પગલે થોડા સમય માટે રસ્તા ઉપર ટ્રાફિક જામ ની સ્થિતિ સર્જાય હતી. જોકે પોલીસે તાત્કાલિક આવી ટ્રાફિક હળવો કરી વધુ તપાસ હાથ ધરી હતી

Related posts

Leave a Comment