મુન્દ્રાનુ એવર રેડી ટીન વિંગ્સ ગ્રુપ માનવ સેવામાં મોખરે

એવર રેડી ટીન વિંગ્સ નામનું ગ્રુપ આજકાલની યુવા પેઢી સામાજિક સેવાસેતુ નું ભગીરથ કાર્ય સુપેરે નિભાવી રહી છે. જે મુન્દ્રામાં (કચ્છ) ચાલે છે. જેમાં શહેરીજનોનો પણ ખુબ જ પ્રેરણાદાયી આર્થિક અને શારિરીક સહયોગ આપી માનવ મૂલ્યોને ઉજાગર કરતી આ કેડીને સતત સાથ અને સહકાર પુરો પાડે છે. આજના ડિજિટલ યુગમાં યુવાધન સતત મોબાઇલમાં રચ્યું પચ્યું રહે છે. . એવા સમયગાળામાં તેમને યોગ્ય દિશા તરફ વાળી, એક જૂથ કરીને, પોઝિટિવ માર્ગદર્શન વડે સેવાકાર્યનું જીવતું જાગતું ઉદાહરણ છે. મુન્દ્રાના શિક્ષિતમિત્રોએ શહેરના તરવરિયા વિધાર્થીઓને અને ઉત્સુક મિત્રોને સાથે જોડી આ ગ્રુપની રચના કરી. જે વિવિધ કાર્યક્રમો યોજે છે. જેમાં પુસ્તક પરબ અને સેવાસેતુ નું દર મહિનાના ચોથા શનિવારે મુખ્ય બજારમાં લોકો વચ્ચે આયોજન કરે છે. જેમાં કપડાં, રમકડાં અને વિવિધ પુસ્તકો અને મેગેઝિનનું વિનામુલ્યે(નિ:શુલ્ક) વિતરણ કરે છે. તથા જેની પાસે વધારાના પુસ્તકો કે કપડાં હોય તેનું નિર્મળ ભાવે દાન સ્વીકારે છે, જે જરૂરિયાત મંદોને સુધી પહોંચી શકે. આમ આ ગ્રુપ દ્વારા વાંચનનો વ્યાપ વધે એ જ હેતુને ધ્યાન રાખવામાં આવે છે. તથા ઝુંપડપટ્ટીમાં વસતી સામાન્ય ગરીબ વસતી સુધી કપડાં પહોચે એ જ ઉદેશ છે. તે સિવાય વિવિધ સામાજિક પ્રવૃત્તિઓનું અવારનવાર યોજે છે જેમાં વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન,સંસ્કાર કેન્દ્ર (જેમાં ગરીબ બાળકને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે) તથા જનજાગૃતિને જેવા કાર્યક્રમો યોજે છે ને સફળતાપૂર્વક પાર પાડે છે. આજની યુવા પેઢી માટે આ જૂથ એક જીવતુ જાગતું ઉદાહરણ છે. તેથી તેઓ સૌ કહે છે કે વાંચો અને વંચાવો.. સાથે સાથે એમનો સૂર એકસાથે સેવાસેતુ ના અવિરત કાર્યને આગળ ધપાવે છે. આમ, વિવિધ પ્રવૃત્તિઓ વડે સેવાસેતુની જ્યોત ને ઉજાગર કરે છે.ગૃપ ના સક્રિય માગૅદશૅક સભ્ય ભાવેશભાઈ રાવલ ની યાદી જણાવે છે.

Related posts

Leave a Comment