જામનગર જિલ્લાના ખેડૂતોને બહુવર્ષાયુ ફળપાકોના ઘટકોમાં મળવાપાત્ર સહાય જોગ

જામનગર જિલ્લાના ખેડૂતોને બહુવર્ષાયુ ફળપાકોના ઘટકોમાં

 મળવાપાત્ર સહાય જોગ

જામનગર તા.૦૬ ડિસેમ્બર,જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને જણાવવાનુ કે, ચાલુ વર્ષે બહુવર્ષાયુ ફળપાકોના ઘટકોમાં (ઘનિષ્ઠ ખેતીથી વાવેલા ફળપાકો અને વધુ ખેતી ખર્ચ સિવાયના ફળપાકો) સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૩૧/૧૨/૨૦૧૯ સુધી ખુલ્લા મુકવામાં આવેલ ઓનલાઈન આઈ-ખેડુત પોર્ટલ ઉપર અરજી કરી, અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતીના દાખલા (અનુસુચીત જાતી માટે),આધારકાર્ડ, રેશનકાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ નાયબ બાગાયતનિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, સુભાષ પુલ પાસે, જામનગર (ફોન નં ૦૨૮૮ ૨૫૭૧૫૬૫)નો સંપર્ક કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment