હિન્દ ન્યુઝ, જામ ખંભાળિયા
મહાશિવરાત્રી નિમિત્તે એકતા યુવક મંડળ દ્વારા કથા દ્ર્શ્યમ :
દક્ષ રાજા દ્વારા યજ્ઞ કરવામાં આવેલ અને તેમાં મહાદેવજીનું ક્યાં સ્થાન નહીં અને આમંત્રણ પણ નહીં અને જ્યાં માન નહીં ત્યાં જવાય નહીં તેવું વિચારીને મહાદેવજી ત્યાં યજ્ઞમાં ગયા નહીં અને પાર્વતીની જીદ ના કારણે પાર્વતીજી તેના પિતાને ઘેર ગયા ને ત્યાં હવન ચાલતો હતો પણ તેમનું તે અપમાન કરવામાં આવ્યું તેથી તેથી તે હવનમાં જ પાર્વતીજી હોમાઈ ગયા અને આ સમાચાર મહાદેવને મળતા જ મહાદેવજીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી પાર્વતીજીને હવનકુંડમાંથી લઈ તાંડવ નૃત્ય કરવા લાગ્યા અને આ સ્વરૂપને જોઈ નારદજી વિષ્ણુ પાસે ગયા અને મહાદેવને શાંત કરવા માટે વિનંતી કરી ત્યારે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્ર દ્વારા સતીના 51 ટુકડા કરીને 51 શક્તિપીઠ ની સ્થાપના કરી તે દ્રશ્ય સતવારા વાડ ખાતે એકતા યુવક મંડળ દ્વારા ઊભું કરવામાં આવેલ છે. આ કથા ને સમજવા તેમજ નિહાળવા માટે સવાર થી જ ભક્તો ની મોટી ભીડ જોવા મળી.
રિપોર્ટર : સાહિલ રાયચુરા, જામ ખંભાળિયા