ભુરીયા ગામે અગિયાર મુખી હનુમાનજીના મંદિરે સુંદરકાંડનું આયોજન

હિન્દ ન્યુઝ, થરાદ

થરાદ પંથકમાં એક માત્ર અગિયાર મુખી હનુમાનજીનું મંદિર ગણાતું ભુરીયા ગામે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. થરાદ તાલુકાના ભુરીયા ગામે ઘેવરદાસ સાધુના ખેતરમાં અગિયાર મુખી હનુમાનજીના મંદિરે દરેક શનિવારે સુંદરકાંડનું આયોજન થાય છે. જેમાં સંતશ્રી ઘેવરદાસ સાધુને તેમના ગુરૂની પ્રેરણાથી એક વર્ષ સુધી સુંદરકાંડનું પઠન કરવાનો સંકલ્પ કર્યો હતો. જે અંતર્ગત દર શનિવારે હનુમાનજી મહારાજનો સુંદરકાંડ પઠન કરવામાં આવે છે. ત્યારે તારીખ ૯/૧/૨૦૨૧ ના રોજ સુંદરકાંડ પઠનમાં થરાદના સુપ્રસિદ્ધ કથાકાર સિધ્ધરાજભાઈ શાસ્ત્રી ડેડાવાવાળા ઉપસ્થિત રહી સુંદરકાંડનું પઠન કર્યું હતું. અગાઉના શનિવારોમાં શાસ્ત્રી વિક્રમભાઈ દવે, નરશીદાસ રામાનંદી, કેતનદાસ સાધું બાપા સીતારામ આશ્રમ, વિષ્ણુદાસ બાપું પીંપળી આશ્રમ, મોન્ટુંભાઈ દવે બળીયા હનુમાન થરાદ, કમલેશભાઈ શાસ્ત્રી કરબુણવાળા સહિતના સુપ્રસિધ્ધ કથાકારો દ્વારા થરાદના ભુરીયા મુકામે અગિયાર મુખી હનુમાનજીના મંદિરે સુંદરકાંડ પાઠનું પઠન કરી ચૂક્યા છે તેમજ દૂર દૂરથી હનુમાનભક્તો અગિયાર મુખી હનુમાનજીના મંદિરે આવે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેવું ભક્તજનોએ જણાવ્યું હતું. ટૂંક સમયમાં અગિયાર મુખી હનુમાનજીનું સ્થાન ભુરીયા મુકામે ૩૧ ફૂટની વિરાટ પ્રતિમા સાથે પંચમુખી, સપ્તમુખી વગેરે સ્વરૂપોનું અગિયાર મુખી હનુમાનજીનું ધામ બનશે, હનુમાનજીના ભક્તોએ એક વખત દર્શનનો અવશ્ય લહાવો લેવા જેવો છે.

રિપોર્ટર : પરેશ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment