પરીક્ષા ની તારીખ નક્કી ન થતા બેકાર વિધાર્થીઓ એ પતંગ દોરા ના સ્ટોલ લગાવ્યા

દિયોદર ઉતરાયણ ને કોરોના નું ગ્રહણ નડતા વિધાર્થીઓ ની આશા નિરાશા બની

હિન્દ ન્યૂઝ, દિયોદર

ઉતરાયણ ના હવે માત્ર ને માત્ર ગણતરી ના દિવસો બાકી છે અને જિલ્લા ના અનેક શહેરો માં વહેપારીઓ દ્વારા પતંગ અને દોરા ના સ્ટોલો લગાવી દીધા છે. પરંતુ આ વખતે દિયોદર શહેર માં પરીક્ષા ની તારીખ નક્કી ન થતા વિધાર્થીઓ ના એક ગ્રુપ દ્વારા બેકારી માં રોજગારી મળી રહે તે માટે સ્ટોલ લગાવ્યા હતા પરંતુ નહિવત ધંધા હોવાથી તેની અસર પડી છે.

દિયોદર જૈન દેરાશન સામે ઉતરાયણ ના પદર દિવસ પહેલા સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓ કરતા વિધાર્થીઓ ના એક ગ્રુપે પરીક્ષા ની કોઈ તારીખ નક્કી ન થતા બેકારી વચ્ચે રોજગારી મળી રહે તે માટે પતંગ અને દોરો ના સ્ટોલ લગાવ્યા હતા અને હજારો રૂપિયા નું રોકાણ કરી પતંગ અને દોરો ખરીદી બજાર માં સ્ટોલ લગાવ્યા છે. પરંતુ આ વખતે કોરોના વાઈરસ નું ગ્રહણ લાગતા બજાર માં નહિવત માહોલ જોવા મળી રહો છે અને પતંગ રસિયા પણ ખરીદી કરવા ના આવતા હોવાથી વિધાર્થીઓ ની રોજગારી બેકારી તરફ ધકેલાતી હોવાનું દેખાઈ રહ્યું છે.આ બાબતે વિધાર્થી દશરથ ઠાકોરે જણાવેલ કે સ્પર્ધાત્મક પરીક્ષા ની અમો તૈયારી કરી રહ્યા છે પરંતુ પરીક્ષા ની કોઈ તારીખ નક્કી ન થતા અમો બેકાર બેઠા હતા. જેથી અમો એ એક વિચાર કરી આ વખતે ઉતરાયણ પહેલા અમારા ગ્રુપે રોજગારી મળી રહે તે માટે આ વખતે પતંગ અને દોરો ના સ્ટોલ લગાવ્યા હતા. પરંતુ અત્યારે બજાર માં માહોલ મંદી તરફ હોવાથી ધંધા રોજગાર નથી છતાં અમો ચલાવીએ છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા દિયોદર

Related posts

Leave a Comment