ડીસામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા ગરીબોને કપડા સહિત જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, ડીસા

ડીસામાં કાર્યરત ‘હિન્દુ યુવા સંગઠન’ દ્વારા વર્ષ દરમિયાન ગરીબ પરિવારોને વિવિધ જરૂરિયાત ચીજ વસ્તુઓનું વિતરણ કરવાની સાથે મેડિકલ સારવાર નો ખર્ચ પણ આપવામાં આવે છે ત્યારે આ સંગઠનને આઠ વર્ષ પુરા થતા નવમા વર્ષમાં મંગળ પ્રવેશ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેરમાં ગરીબ પરિવારોને કપડા, ચપ્પલ, સ્વેટર સહિત વિવિધ ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘હિન્દુ યુવા સંગઠન’ ભારત રાષ્ટ્રીય અધ્યક્ષ અને ‘હિન્દુ યુવા સંગઠન’ ભારતના સ્થાપક રઘુવીરસિંહ જાડેજા દ્વારા આઠ વર્ષ પહેલા આ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે ગતરોજ આઠ વર્ષ પુરા કરી નવમા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યું છે, ત્યારે ઉત્તર ગુજરાતના અધ્યક્ષ ભુપેન્દ્રસિંહ કૂપાવત જીના માર્ગદર્શન હેઠળ હિન્દુ યુવા સંગઠન બનાસકાંઠા દ્વારા ડીસા શહેરના કાર્યકર્તા એવા મનોજ ઠાકોર, ચકાભાઇ ઠાકોર, હિતેશ રાજપૂત, કુલદીપ પરમાર, જીગાભાઈ ભોયણ, જીતુ લોધા, દિનેશ લોધા, ગોલ્ડન ઠક્કર અને પૂજન જોશી જેવા અનેક કાર્યકર્તાઓ દ્વારા શહેરના ઝૂપડપટ્ટીમાં રહેતા ગરીબ પરિવારને શિયાળા નિમિત્તે સ્વેટર સાલ. ચપ્પલ કપડાં જેવી અનેક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અહેવાલ : કંચનસિંહ વાઘેલા, ડીસા

Related posts

Leave a Comment