હિન્દ ન્યુઝ, આણંદ કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા BU પરમિશન/ફાયર એનઓસી વગર વાણિજ્ય હેતુસર ઉપયોગમાં લેવાતા હોટલ બાપુ નો ઓટલો અને અનઅધિકૃત રીતે કરેલ દબાણ માટે રોસેટા કાફે સીલ કરાયા.
Read MoreMonth: March 2026
‘માતાની પછેડી’
હિન્દ ન્યુઝ, ગાંધીનગર અંદાજિત 400 વર્ષ જૂની અમદાવાદની આ હસ્તકળા GI ટેગના કારણે આજે આંતરરાષ્ટ્રીય સીમાઓ ઓળંગીને વૈશ્વિક સ્વીકૃતિ પામી છે. આ કળામાં લોખંડના કાટ તથા ગોળના મિશ્રણમાંથી ઘેરો કાળો રંગ તેમજ ફટકડી અને મજીઠના મૂળમાંથી લાલ રંગ બનાવવામાં આવે છે. કાપડની મધ્યમાં આદ્યશક્તિ માતાજી બિરાજમાન હોય છે, જ્યારે આ કાપડને મોટા ચોરસ આકારમાં તૈયાર કરવામાં આવે છે, ત્યારે તેને ‘માતાનો ચંદરવો’ કહેવામાં આવે છે.
Read Moreકેન્દ્ર સરકારના સંયુક્ત સચિવ કે. કે. નિરાલા દાહોદની મુલાકાતે
હિન્દ ન્યુઝ, દાહોદ ભારત સરકારના સંયુક્ત સચિવ કે. કે. નિરાલા દાહોદ જિલ્લાની મુલાકાતે આવતાં તેમણે પ્રથમ દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાની મુલાકાત લીધી હતી. જેમાં પીએમ રાધેગોવિંદ પ્રાથમિક શાળાની મુલાકાત મુલાકાત લીધી હતી. જેમાં સંયુક્ત સચિવ નિરાલાએ શાળાના આચાર્યા સાથે ચર્ચા કરીને શાળાની સમગ્રતયા માહિતી મેળવી હતી. એ સાથે કોમ્પ્યુટર લેબનું નિરીક્ષણ કરીને વર્ગમાં અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ સાથે રૂબરૂ સંવાદ કર્યો હતો. ત્યાર બાદ નાની ખજુરી, અંતેલા ખાતે આવેલ પીએમ GLRS સ્કૂલ (ગર્લ્સ લિટરેસી રેસીડેન્સીયલ સ્કૂલ) ની પણ મુલાકાત લઈને શાળાનું નિરીક્ષણ કર્યું હતું. શાળાની વિદ્યાર્થીનીઓએ ઉમળકાભેર…
Read Moreપ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા ખેડૂતોએ સૌથી પહેલા શું કરવું ? શું છે પ્રાકૃતિક ખેતી અને જાણો તેના ફાયદા
હિન્દ ન્યુઝ, ડાંગ આઝાદી પછી એટલે કે ૬૦-૭૦ વર્ષ પહેલા દેશમાં ખાદ્યાન્ન ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે હરિત ક્રાંતિ માટે રાસાયણિક કૃષિ એ સમયની માંગ હતી. પરંતુ, હવે રાસાયણિક ખેતીની વિપરીત અસરો સામે આવી રહી છે. પરંતુ, હવે પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે અને ખેતીના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ પણ છે. પ્રાકૃતિક કૃષિથી કૃષિના નવા યુગનો પ્રારંભ થયો છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના જન અભિયાને વેગ પકડ્યો છે, ત્યારે આ લેખમાં આપણે પ્રાકૃતિક કૃષિ શું છે, શા માટે છે અને તેના…
Read Moreઆદિજાતિના બાળકો અને મહિલાઓના પોષણ માટે ગુજરાત સરકાર કરી રહી છે દરકાર
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાત સરકાર દ્વારા બાળકો અને મહિલાઓના પોષણને પ્રાથમિકતા આપવાના ભાગરૂપે શરૂ કરાયેલા સંકલિત પ્રયાસો સફળ થઈ રહ્યા છે. કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે શરૂ કરાયેલ CMAM (Community-Based Management of Acute Malnutrition ) કાર્યક્રમ હેઠળ, દાહોદના દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડાના નાના ગામના બાળક બેબીને નવું જીવન મળ્યું છે, જે સરકારી યોજનાઓની સફળતાનું જીવંત ઉદાહરણ પૂરું પાડે છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના દેગાવાડા ગામમાં રહેતા જગદીશભાઈ બારિયાનો બે વર્ષ અને દસ મહિનાનો પુત્ર મોહિત, મધ્યમ કુપોષિત (MAM – Moderate actute malnutrition)ની શ્રેણીમાં આવતો હતો. આંગણવાડી…
Read Moreસુરત જિલ્લાના બાંધકામ શ્રમિકોના આરોગ્ય સુખાકારી માટે વધુ બે ‘ધન્વંતરી આરોગ્ય રથ’ અને એક ‘શ્રમ આરોગ્ય સંજીવની રથ’ કાર્યરત કરાયા
હિન્દ ન્યુઝ, સુરત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા બાંધકામ ક્ષેત્રના શ્રમિકોને તેમના કાર્યસ્થળે જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે તે હેતુથી સુરત જિલ્લામાં વધુ ૨-ધન્વંતરી આરોગ્ય રથ તથા ૧-શ્રમ આરોગ્ય સંજીવની રથને કાર્યરત કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ આ આરોગ્ય રથોને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલ, ઇ.એમ.ઓ. ડૉ. મિતેશ પટેલ તથા આરોગ્ય વિભાગના વહીવટી અધિકારી એમ. બી. ચીખલકર અને એમ. કે. ગામીત દ્વારા જનસેવામાં કાર્યરત કરવામાં આવ્યા હતા અને આરોગ્ય રથની…
Read Moreગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગના કસાડબારી ગામમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના તમામ તાલુકાઓમાં ક્લસ્ટર બેઇઝ તાલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત સુબીર તાલુકાના કસાડબારી ગામમાં પ્રાકૃતિક કૃષિ અંગેની તાલીમ યોજાઇ હતી. જેમાં પ્રગતિશીલ ખેડુત દ્વારા પ્રાકૃતિક ખેતીની પદ્ધતિઓ, તેના લાભો અને હાલની પરિસ્થિતિમાં તેની ઉપયોગિતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સાથે જ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવાથી આપણે ઝેર મુક્ત અનાજ અને શાકભાજીની ખેતી કરી દરેક લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે પણ માહિતી આપવામાં આવી હતી.
Read Moreમુખ્યમંત્રીનો AI સેક્ટરના યુવા સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહિત કરતો અનોખો અભિગમ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતને યુવા સ્ટાર્ટ-અપ્સના સ્કેલેબલ અને ઈફેક્ટિવ સોલ્યુશન્સથી વધુ સક્ષમ કરીને AI અને ઉભરતી ટેક્નોલોજી માટે ગ્લોબલ સેન્ટર બનાવવાની દિશામાં સ્ટાર્ટ-અપ સંવાદનું ગાંધીનગર ખાતે આયોજન કરાયું; દેશના વિવિધ રાજ્યોના ઉચ્ચ સંભવિત સ્ટાર્ટ-અપ્સ સાથે મુખ્યમંત્રીએ પ્રત્યક્ષ સંવાદ કર્યો. રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને સર્વમ AI તથા MIKO સ્ટાર્ટ-અપ સાથે MoU કરવામાં આવ્યા. આ MoU અન્વયે સર્વમ AI દ્વારા આધુનિક Sovereign AI પાર્ક ઊભું કરાશે. ઉપરાંત, AI સેન્ટર ઓફ એક્સેલન્સ, ગુજરાતની પેમેન્ટ મોડાલિટીઝનું પણ લોકાર્પણ કરાયું. ગુજરાત AI ટેક્નોલોજીના અમલીકરણમાં દેશનું અગ્રેસર…
Read Moreદાહોદ જિલ્લા પંચાયત તેમજ સુખસર, ઝાલોદ, ફત્તેપુરા અને ગોવિંદ ગુરૂ લીમડી તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાર મંડળોની રચના તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો આખરી આદેશ પ્રસિદ્ઘ કરવા બાબત
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા પંચાયત તેમજ સુખસર, ઝાલોદ, ફતેપુરા અને ગોવિંદ ગુરૂ લીમડી તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાર મંડળોની રચના તથા અનામત બેઠકોની ફાળવણી અંગેના આખરી આદેશોની ૨૦ પ્રતો આ સાથે સામેલ રાખેલ છે. રાજ્ય ચૂંટણી આયોગ, દાહોદ જિલ્લા પંચાયત તેમજ સુખસર, ઝાલોદ, ફત્તેપુરા અને ગોવિંદ ગુરૂ લીમડી તાલુકા પંચાયતોની ચૂંટણી માટે મતદાર મંડળોની રચના તથા અનામત બેઠકોની ફાળવણી અંગેનો આખરી આદેશ તા. ૧૬ – ૦૩ – ૨૦૨૬ ના રોજ બહાર પાડયા છે.
Read Moreડાંગ જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને “સમગ્ર શિક્ષા ડાંગ” અંતર્ગત કારોભારી સમિતિની બેઠક યોજાઇ
હિન્દ ન્યુઝ, ડાંગ તા: ૧૮: વર્ષ – ૨૦૨૫/૨૬ માં સમગ્ર શિક્ષા ડાંગ અંતર્ગત આરજરોજ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિની બેઠક ડાંગ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાઇ હતી. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ સમગ્ર શિક્ષાની યોજના અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સમગ્ર શિક્ષાની વિવિધ અમલીકૃત યોજનાઓની પ્રગતિ, જેમા સયુંકત શાળા ગ્રાન્ટનો ઉપયોગ ક્વોલિટી એજ્યુકેશન, શાળા સલામતી, સાયન્સ એક્સિબિશન, સાથોસાથ દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, એસકોર્ટ એલાઉન્સ, ટ્રાન્સ પોર્ટ એલાઉન્સ, રીડર એલાઉન્સ, હોમ બેઇઝ એજ્યુકેશન, દીકરી માટે ગર્લ્સ સ્ટાઇપેન્ડની સુવિધા, કસ્તુરબા…
Read More