હિન્દ ન્યુઝ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતને યુવા સ્ટાર્ટ-અપ્સના સ્કેલેબલ અને ઈફેક્ટિવ સોલ્યુશન્સથી વધુ સક્ષમ કરીને AI અને ઉભરતી ટેક્નોલોજી માટે ગ્લોબલ સેન્ટર બનાવવાની દિશામાં સ્ટાર્ટ-અપ સંવાદનું ગાંધીનગર ખાતે આયોજન કરાયું; દેશના વિવિધ રાજ્યોના ઉચ્ચ સંભવિત સ્ટાર્ટ-અપ્સ સાથે મુખ્યમંત્રીએ પ્રત્યક્ષ સંવાદ કર્યો.
રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને સર્વમ AI તથા MIKO સ્ટાર્ટ-અપ સાથે MoU કરવામાં આવ્યા. આ MoU અન્વયે સર્વમ AI દ્વારા આધુનિક Sovereign AI પાર્ક ઊભું કરાશે. ઉપરાંત, AI સેન્ટર ઓફ એક્સેલન્સ, ગુજરાતની પેમેન્ટ મોડાલિટીઝનું પણ લોકાર્પણ કરાયું.
ગુજરાત AI ટેક્નોલોજીના અમલીકરણમાં દેશનું અગ્રેસર રાજ્ય બનશે: મુખ્યમંત્રી
સ્ટાર્ટ-અપને AI સોલ્યુશનના પ્રૂફ ઓફ કોન્સેપ્ટ (PoC) માટે રાજ્ય સરકાર દ્વારા ફાયનાન્સિયલ સપોર્ટ મોડલની જાહેરાત. આ અવસરે યુવા સ્ટાર્ટ-અપ્સે રાજ્ય સરકારની યુવા પ્રોત્સાહક કાર્યપદ્ધતિના મુક્તકંઠે વખાણ કર્યા.
