હિન્દ ન્યુઝ, ડાંગ
તા: ૧૮: વર્ષ – ૨૦૨૫/૨૬ માં સમગ્ર શિક્ષા ડાંગ અંતર્ગત આરજરોજ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવાના અધ્યક્ષ સ્થાને કારોબારી સમિતિની બેઠક ડાંગ જિલ્લા પંચાયત સભાખંડ ખાતે યોજાઇ હતી.
ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકાયેલ સમગ્ર શિક્ષાની યોજના અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ સમગ્ર શિક્ષાની વિવિધ અમલીકૃત યોજનાઓની પ્રગતિ, જેમા સયુંકત શાળા ગ્રાન્ટનો ઉપયોગ ક્વોલિટી એજ્યુકેશન, શાળા સલામતી, સાયન્સ એક્સિબિશન, સાથોસાથ દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય, એસકોર્ટ એલાઉન્સ, ટ્રાન્સ પોર્ટ એલાઉન્સ, રીડર એલાઉન્સ, હોમ બેઇઝ એજ્યુકેશન, દીકરી માટે ગર્લ્સ સ્ટાઇપેન્ડની સુવિધા, કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય (KGBV), સ્વરક્ષણ તાલીમ, સ્થળાંતર કરતાં વાલીઓના બાળકો માટે સિઝનલ હોસ્ટેલની સુવિધા, ટ્રાન્સપોર્ટની સુવિધા, વોકેશનલ એજ્યુકેશન તથા સિવીલ શાખા દ્વારા ગુણવત્તા યુક્ત બાંધકામ અંગેની સમીક્ષા કરવામાં આવી.
આ બેઠકમાં કમિટી અધ્યક્ષ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શૈક્ષણિક અને ભૌતિક ગુણવત્તા વધારવા, વિધાર્થીના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવા તેમજ યોજનાઓનું અસરકારક અમલીકરણ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકની સમગ્ર કાર્યવાહી સમિનિના સભ્ય સચિવ ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી. ડી. દેશમુખ દ્વારા કરવામાં આવી હતી.
