અરજદારો જન્મ-મરણ નોંધણી માટે જિલ્લા કક્ષા સુધી જવાને બદલે પ્રાંત કચેરી/એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કચેરીએથી કરી શકશે

હિન્દ ન્યુઝ, દાહોદ 

દાહોદ જિલ્લામાં અરજદારોને જિલ્લા કક્ષા સુધી જવું ન પડે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા “ આપણો તાલુકો-વાયબ્રન્ટ તાલુકો “ યોજના હેઠળ નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓ તથા એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટને સત્તા આપવામાં આવેલ હોઈ અરજદારો દ્વારા જન્મ-મરણ વિલંબિત નોંધણી માટે જિલ્લા કક્ષા સુધી જવાને બદલે પ્રાંત કચેરી/એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કચેરીએથી જ આવા હુકમો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું પાડવામાં આવ્યું છે. જે મુજબ પાલન કરવાની સુચના આપવામાં આવી છે. જેમાં જન્મ-મરણ નોંધણી અધિનિયમ – ૧૯૬૯ ની કલમ – ૧૩ ની પેટા કલમ – ૩ મુજબ ૧ વર્ષથી વધુ વિલંબના જન્મ-મરણ નોંધણીના આમુખ (૧) અને આમુખ (૨) થી જિલ્લા મેજીસ્ટ્રેટને અપાયેલ અધિકારો સંબંધિત તાલુકાના એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ અને મામલતદારને સોંપવા હુકમ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment