ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગરમાં આજથી ૩૦ દિવસીય ‘મેદસ્વિતા મુક્તિ કેમ્પ’નો પ્રારંભ

સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત હિન્દ ન્યુઝ, જામનગર      પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી સમગ્ર વિશ્વમાં ૨૧મી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ગુજરાત સરકારના “મેદસ્વિતા મુક્ત અભિયાન” ને સફળતાપૂર્વક આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા “સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત” વિષય અંતર્ગત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.જે અન્વયે મેદસ્વિતા ઘટાડવા માટે સમગ્ર ગુજરાતમાં એકસાથે ૧૦૦ સ્થળોએ ૧૦ નવેમ્બર ૨૦૨૫ થી ૧૦ ડિસેમ્બર ૨૦૨૫ સુધી, દરરોજ સવારના ૦૬:૩૦ થી ૦૮:૦૦ કલાક દરમિયાન ૧૦૦ લોકો સાથે ૩૦ દિવસીય ‘રિઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વિતા કેમ્પ’ નું આયોજન કરવામાં આવેલ…

Read More

સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની ઉજવણી

હિન્દ ન્યુઝ, નર્મદા ભારત પર્વ 2025       સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ‘ભારત પર્વ’ની ઉજવણી અંતર્ગત એકતાનગર રંગબેરંગી લાઈટિંગ્સના પ્રકાશથી ઝગમગી ઉઠ્યું. સરદાર પટેલની પ્રતિમાથી લઈને સરદાર સરોવર ડેમ રોશનીથી ઝળહળી ઉઠ્યા.       પ્રકાશ પર્વ પેવેલિયનમાં 5 પ્રકારની LED લાઈટિંગ ટેક્નોલોજી દ્વારા ડેકોરેટિવ સુશોભન કરાયું; સાથે જ મિશન ચંદ્રયાન, ઓપરેશન સિંદૂરની થીમ, પક્ષીઓ – પ્રાણીઓ, વૃક્ષો – ફૂલો, ધાર્મિક ચિહ્નો, સૌરમંડળની અદભૂત સંકલ્પનાઓને પ્રકાશરૂપે વ્યક્ત કરાયા. સરદાર સરોવર ડેમ ખાતે ખાસ ડિઝાઈન કરાયેલ ડાયનેમિક ડેમ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી…

Read More

મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર        ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત જામનગર જિલ્લામાં હાલ બીએલઓ દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરીની સમીક્ષા અંગે જામનગર કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કર અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી ડી.એન.મોદીના અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.      આ બેઠકમાં મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ તથા અધિક મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે EF (Enumeration Form)…

Read More

નાયબ મુખ્યમંત્રીએ ‘બદલાવ સ્વયંથી’ નો સંકલ્પ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘હર ઘર સ્વદેશી’ અભિયાનને મિશન મોડ પર લઈ જવા રાજ્યના તમામ વિભાગોના વડા – ઉચ્ચ અધિકારીઓ સાથે ગાંધીનગર ખાતે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ.      નાયબ મુખ્યમંત્રીએ ‘બદલાવ સ્વયંથી’ નો સંકલ્પ લઈ સૌ પ્રથમ તમામ વિભાગો સ્વદેશી વૈકલ્પિક ચીજવસ્તુઓ અપનાવે તે માટેનું ભારપૂર્વક સૂચન કર્યું; સરકારી વિભાગો દ્વારા સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગની શરૂઆત થતાં એક સકારાત્મક સંદેશ જનતામાં જશે અને આ મુહિમને વધુ વેગ મળશે.

Read More

છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે લીધી શુભેચ્છા મુલાકાત

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એકતાનગરમાં હાલ ચાલી રહેલા ભારત પર્વમાં સહભાગી થવા ગુજરાત પધારેલ છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈએ ગાંધીનગર ખાતે શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે ગુજરાતે વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોત્તર સફળતાને પગલે મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટનું સ્થાન મેળવ્યું છે તે વિશે જણાવવામાં ઊંડો રસ દાખવ્યો હતો.  મુખ્યમંત્રીએ છત્તીસગઢના મુખ્યમંત્રીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં આ વર્ષે રિજનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સના પ્રયોગ દ્વારા ગુજરાતના જિલ્લાઓમાં ઔદ્યોગિક રોકાણોને પ્રોત્સાહિત કરીને વોકલ ફોર લોકલ, લોકલ ટુ ગ્લોબલના ઉદ્દેશ સાથે વર્લ્ડ માર્કેટ આપવાના અભિગમથી માહિતગાર કર્યા હતા. છત્તીસગઢના મુખ્યમંત્રીએ ગુજરાતની…

Read More

ગાંધીનગરમાં જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ લૉન્ચિંગ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરમાં જનગણના-સેન્સસ ગુજરાતની અદ્યતન વેબસાઈટ https://gujarat.census.gov.in/ નું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં લૉન્ચિંગ કર્યું. ગુજરાત, દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની જનગણના નિયામક કચેરી દ્વારા તૈયાર કરવામાં આવેલી જનગણના ગુજરાતની નવી વેબસાઈટમાં મોડર્ન એલિમેન્ટ્સ, ઈઝી મેનુ અને મલ્ટિ-લેંગ્વેજ ફંકશન સાથે યુઝર્સને સરળ એક્સેસ મળશે. ડિજિટલ ગવર્નન્સ દ્વારા જનગણનાથી જનકલ્યાણનો માનનીય વડાપ્રધાનનો હેતુ પાર પડશે અને કલ્યાણ યોજનાઓના અસરકારક આયોજન-અમલથી સંતુલિત વિકાસને બળ મળશે : મુખ્યમંત્રી મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનકલ્યાણની દરેક યોજનાઓના અસરકારક અમલ અને…

Read More

ओम बिरला ने नागालैंड विधानसभा सम्मेलन के उद्घाटन सत्र को संबोधित किया।

हिन्द न्यूज़, दिल्ली       ओम बिरला ने नागालैंड विधानसभा में 22वें वार्षिक Commonwealth Parliamentary Association (CPA), India Region, Zone–III सम्मेलन के उद्घाटन सत्र को संबोधित किया।      नागालैंड समृद्ध संस्कृति, प्रकृति, परम्पराओं, सुंदरता और वीरों की धरती रही है; जिसने लोकतांत्रिक संवाद को बढ़ावा देने में महत्वपूर्ण भूमिका निभाई है। यह देखना सुखद है कि आज इंफ्रास्ट्रक्चर से लेकर रोड, रेल, एयर और डिजिटल कनेक्टिविटी की दिशा में उत्तर पूर्वी राज्यों ने अभूतपूर्व प्रगति की है।       सम्मेलन में आज के विमर्श का विषय “नीति,…

Read More

દાહોદમાં દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેંટિયા ખાતે એક જ દિવસે કુલ ૫ ડિલિવરી સફળતા પૂર્વક કરાઈ

હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, રેંટિયા (PHC Rentiya) ખાતે આરોગ્ય વિભાગના તબીબી સ્ટાફના સહયોગથી એક જ દિવસે કુલ ૫ ડિલિવરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ પ્રસંગે કુલ ૪ બાળકી અને ૧ બાળકનો જન્મ થયો હતો. આનંદની વાત એ છે કે, તમામ માતાઓ અને નવજાત બાળકો સ્વસ્થ છે.  આરોગ્ય કેન્દ્રની ટીમે તાત્કાલિક તબીબી સુવિધાઓ અને યોગ્ય સંભાળ સાથે તમામ પ્રસવો સુરક્ષિત રીતે પૂર્ણ કર્યા છે. તમામ પરિવારોએ આરોગ્ય સ્ટાફ નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરી આનંદની લાગણી અનુભવી હતી. આ સફળ કામગીરી માટે રેંટિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સમગ્ર તબીબી…

Read More

જામનગર કલેક્ટરએ હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ શરૂ થતા જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે હાપા માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ વ્યવસ્થાઓની સમીક્ષા કરી જામનગર જિલ્લામાં વિવિધ 8 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાશે.

Read More

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં બીએલઓ દ્વારા ઘર-ઘર જઈ એન્યુમરેશન ફોર્મની કામગીરી કરવામાં આવી

હિન્દ ન્યુઝ, દાહોદ       ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૨૮ ઑક્ટોબર, ૨૦૨૫ મતદારયાદી શુદ્ધ અને ત્રુટિરહિત બનાવવા અર્થે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવિઝન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. દાહોદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ તમામ બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને મતદારોને એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. દાહોદ જિલ્લામાં ERO-133 ગરબાડા દ્વારા અભલોડ ગામ ખાતે ગ્રામજનોને SIR બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી તેમજ EF FORM કઈ રીતે ભરવું તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.

Read More