જુના-નવા સાયકલ-સ્‍કૂટર-મોપેડ-બાઇકની લે-વેચ કરતા વેપારીઓએ દસ્‍તાવેજી પુરાવા રાખવાના રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ દેશમાં બનતા ગુનાઓમાં સીરીયલ બોમ્‍બ બ્‍લાસ્‍ટ જેવા હુમલાઓમાં સાયકલ/મોપડે/બાઈકનો ઉપયોગ કરવામાં આવેલ હોવાનું તપાસમાં ધ્‍યાને આવેલ છે. આ પ્રકારના હુમલાઓમાં સાયકલ, સ્કૂટર, ટીફીન કે પાઇપનો ઉપયોગ થતો હોય છે. જેથી નવા જુના સાયકલ, સ્‍કૂટર, મોપેડ, બાઇક ખરીદી સમયે ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે વેપારીઓએ કોઇ માન્‍યતા પ્રાપ્‍ત દસ્‍તાવેજી પુરાવા રાખવા માટે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ફરમાવેલ છે કે, કચ્છ જિલ્લામાં મહેસૂલી હદમાં આવેલ તમામ જૂના/નવા સાયકલ/સ્કૂટર/મોપેડ/બાઈક લે-વેચ કરતાં વેપારીઓ જૂના નવા સાયકલ/સ્કુટર/મોપેડ/બાઈકના ખરીદ વેચાણ માટે નિયમોનું પાલન કરવાનું રહેશે. હુકમ અનુસાર…

Read More

ખાનગી ટયુશન કલાસીસો સવારે ૮ કલાકથી સાંજે ૧૯ કલાક સુધી ચાલુ રાખી શકાશે, તે સિવાયના સમયમાં ટયુશન કલાસીસ ચલાવવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ                કચ્‍છ જિલ્‍લામાં તાલુકા મથકો પર વિવિધ શૈક્ષણિક સંસ્‍થાઓ આવેલી છે અને આવી શૈક્ષણિક સંસ્‍થાઓમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓને પૂરક અને વધુ તાલીમ માટે દરેક તાલુકા મથકો ઉપર વિવિધ ખાનગી ટયુશન કલાસીસ અસ્‍તિત્‍વમાં આવેલ છે. આ ટયુશન કલાસીસ રાત દિવસ ધમધમતા હોય છે. ઘણા ટયુશન કલાસમાં વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ રાત્રિના સમયમાં કે વહેલી સવારે ટયુશન કલાસ ભરવા જતા હોવાનું ધ્‍યાને આવેલ છે. અને તે દરમિયાન ઘણી વિદ્યાર્થીનીઓ સાથે છેડતી કે બીજા કાયદો વ્‍યવસ્‍થાને લગતા પ્રશ્‍નો ઉપસ્‍થિત થતા હોવાનું ધ્‍યાને આવેલ છે. આ ઉપરાંત…

Read More

ઔદ્યોગિક એકમો/ઠેકેદારોએ મજૂરો માટે પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલય તેમજ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવી પડશે

 હિન્દ ન્યુઝ, ભુજ                      જિલ્‍લામાં ભૂકંપ પછી મોટી સંખ્‍યામાં ઔદ્યોગિક એકમોના આગમનથી પરપ્રાંતિય શ્રમિકો મોટી સંખ્‍યામાં વસવાટ કરે છે. તેઓને પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયની પ્રાથમિક સુવિધાઓ કોન્‍ટ્રાકટરો તરફથી મળે તે જોવું ઈચ્‍છનીય છે.            આથી જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્‍વયે જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો, બાંધકામની જગ્‍યાઓ, ઈંટના ભઠ્ઠાઓ, ખાણો ખાતે મજૂરી કરતા મજૂરોને લેબર કોન્‍ટ્રાકટર દ્વારા પાણી, વીજળી, રહેણાંક અને શૌચાલયને લગતી પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવાની રહેશે.…

Read More

ઔદ્યોગિક એકમોના મજૂરોની તમામ વિગતોનું રજિસ્ટર નિભાવવા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડયું

હિન્દ ન્યુઝ, ભુજ             જિલ્લામાં ભૂકંપ બાદ રાજ્ય સરકારની નીતિ અનુસાર મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયેલા છે અને ઔદ્યોગિક એકમોમાં રાજય અને જિલ્લા બહારથી આવતા અસામાજિક તત્વો ઉપર પુરતી વોચ રહે તેમજ પોલીસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં આવેલ તમામ ઔદ્યોગિક એકમો તરફથી જે લેબર કોન્ટ્રાકટરો પાસેથી મજૂરો મેળવવામાં આવે છે, તેઓને કામે રાખતા પહેલા તેઓ બાબતે નામ, સરનામા સહિતની જરૂરી વિગતો રખાય, તે ખૂબજ જરૂરી હોવાથી જિલ્‍લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ તમામ ઔદ્યોગિક એકમોએ…

Read More

મોબાઇલ લે-વેચ કરનાર વેપારીએ ગ્રાહકની સંપૂર્ણ ઓળખ રાખવી પડશે

હિન્દ ન્યુઝ, ભુજ રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોનનો ઉપયોગ થાય છે. તેમજ મોબાઇલ ચોરીના ગુનાઓનું પ્રમાણ વધવા પામેલ છે. આવા ગુનાઓ શોધી શકવા માટે ગુનામાં વપરાયેલ અથવા ખોવાઇ ગયેલા મોબાઇલ ફોનના IMEI નંબરનું ટ્રેકીંગ કરી ગુનાના મૂળ સુધી પહોંચવા પ્રયત્‍નો કરવામાં આવે છે. ઘણી વખતે મોબાઇલ ફોનના વપરાશકર્તા સુધી પહોંચવામાં આવે ત્‍યારે જાણવા મળે છે કે તેમને કોઇ અજાણ્‍યા માણસ પાસેથી મોબાઇલ ખરીદેલ છે જે મોબાઇલ વેચનાર/ખરીદ કરનારને ચોરાયેલ અથવા ગુનામાં વપરાયેલ હોવાની માહિતી હોતી નથી. પ્રસ્‍તુત બાબતે આવા ગુનાઓના મૂળ સુધી પહોંચવા સાચા આરોપીને શોધી કાઢવા માટે જુના મોબાઇલના…

Read More

સીમકાર્ડના ખરીદ વેચાણ ઉપર કાનૂની નિયંત્રણ- જાહેરનામું જારી કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લામાં બનતા ગુનાઓમાં મોબાઇલ ફોન તેમજ ખોટા નામે લીધેલા સીમકાર્ડના ઉપયોગનું ધ્‍યાનમાં આવતાં જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરાએ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલ કોઇ અનિચ્‍છિનિય બનાવ ન બને તે હેતુથી સીમકાર્ડના ખરીદ તથા વેચાણ ઉપર કાયદાકીય નિયંત્રણ લાધ્‍યું છે. જાહેરનામા મુજબ કચ્‍છ જિલ્‍લામાં મોબાઇલ ફોન સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ, ડીસ્‍ટ્રીબ્‍યુટરો, જથ્‍થાબંધ અને છૂટક વેપારીઓ, સીમકાર્ડના ખરીદ અને વેચાણ અંગે તંત્રે સૂચવ્‍યા મુજબનું પાલન કરવાનું રહેશે. જેમાં વેપારીઓએ સીમકાર્ડના નંબરોનું રજિસ્‍ટર નિભાવવાનું રહેશે. જેમાં એરિયા તેમજ જે તે નંબર જે વ્‍યક્તિને વેચવામાં આવ્‍યો…

Read More

જિલ્‍લામાં ત્રાસવાદી અને અસામાજિક પ્રવૃતિ રોકવા હોટેલ માલિકોએ તકેદારીનાં પગલાંનો અમલ કરવા કલેકટરશ્રી દ્વારા જાહેરનામું જારી કરાયું

હિન્દ ન્યુઝ, ભુજ            રાષ્‍ટ્રીય સુરક્ષા અને જાહેર વ્‍યવસ્‍થા અને સલામતી માટે ભયજનક તત્‍વોને પકડવા કે તેમને લગતી માહિતી મેળવવા માટે તેમની હેરફેર અંગે સચોટ માહિતી પ્રાપ્‍ત થઇ શકે તે માટે કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્‍લાની મહેસૂલીએ જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલ તમામ હોટલ, ગેસ્‍ટહાઉસ અને લોજ માલિકો માટે એક જાહેરનામું બહાર પાડી તકેદારીનાં પગલાંઓનો ચૂસ્‍તપણે અમલ કરવા જણાવ્‍યું છે.         હોટલ, ગેસ્‍ટહાઉસ કે લોજમાં રહેવા આવનાર તમામ મુસાફરના સ્‍વહસ્‍તાક્ષરમાં નામ, સરનામું, ટેલિફોન નંબર, મોબાઇલ…

Read More

બોર કુવા/ટયૂબ વેલનું બાંધકામ શરૂ કરતાં પહેલા જગ્‍યાના માલિકે સ્‍થાનિક સત્તામંડળ તથા પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્‍લાની મહેસૂલી હદમાં બોર-કુવા બનાવવા પહેલાં તથા બનાવ્‍યા બાદ બોરવેલ/ટયૂબ વેલના માલિક/ઉપયોગ કર્તા/ડ્રીલીંગ એજન્‍સીએ બોર વેલ/ટયૂબ વેલનું બાંધકામ શરૂ કરતા પહેલા જગ્‍યાના માલિકે સત્તામંડળ તથા સ્‍થાનિક પોલીસને ૧૫ દિવસ પહેલા જાણ કરવાની રહેશે. તમામ સરકારી, અર્ધ સકારી, પ્રાઇવેટ ડ્રીલીંગ એજન્‍સીએ સ્‍થાનિક સતામંડળ પાસે રજિસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે. બોર વેલ/ ટયૂબ વેલનું બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્‍યારે એજન્સીની વિગતો સાથે સલામતી સૂચક સાઇનબોર્ડ લગાવવાનું રહેશે. બોર વેલ/ટયૂબ વેલના બાંધકામ અથવા સમારકામ ચાલુ હોય ત્‍યારે ડ્રીલીંગ…

Read More

બેંકો, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્‍સ્‍ટોલેશનો, ટોલનાકા, સિનેમાઘરો, હોટલો, શોપીંગ સેન્‍ટરો અને જવેલર્સ સહિતની જગ્‍યાએ સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે – જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ દ્વારા હુકમ જારી કરાયો

હિન્દ ન્યુઝ, ભુજ            જિલ્‍લામાં આવેલ બેંકો, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્‍સ્‍ટોલેશનો, ટોલનાકા, સિનેમાઘરો, હોટલો, શોપીંગ સેન્‍ટરો અને જવેલર્સની દુકાનો વિગેરેમાં રોજબરોજ નાણાંની લેવડદેવડ થતી હોય છે. મોટા ભાગના કિસ્‍સાઓમાં કોઇ સિકયોરીટી ગાર્ડસ રાખતા નથી. આવા સંજોગોમાં ભવિષ્‍યમાં આવા બેંક લૂંટ કે અન્‍ય કોઇ બનાવો ન બને અને બને તો તે અંગે તમામ ઇસમોની હરકત જાણી શકાય માટે જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્‍છ જિલ્‍લાની મહેસૂલી હદમાં આવેલા તમામ રાષ્‍ટ્રીય, ખાનગી તેમજ સહકારી બેંકો, પેટ્રોલપંપ, જવેલર્સની દુકાનો, શોપીંગ સેન્‍ટર, હોટલ, ટોલનાકા તેમજ…

Read More

સૈન્‍યના વસ્‍ત્રો કે અન્‍ય ચીજવસ્‍તુઓના બિનઅધિકૃત રીતે વેચાણ અને ઉપયોગ કરવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ભુજ જિલ્‍લામાં વિવિધ શહેરોમાં/ગામોમાં સૈન્‍ય તથા અન્‍ય સશસ્‍ત્ર દળોના ગણવેશ તથા તેની સામ્‍યતા ધરાવતા વસ્‍ત્રોનું વેચાણ તથા ઉપયોગ થતો હોય છે. આવા વસ્‍ત્રો ધારણ કરી અસામાજિક તત્‍વો દ્વારા દેશદ્રોહી/ગેરકાયદેસર પ્રવૃતિઓ માટે ઉપયોગ થવાનો સંભવ રહે છે. જેના કારણે રાષ્‍ટ્રીય સુરક્ષાને ગંભીર ખતરો ઉદભવી શકે છે. ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૧૬૮, ૨૦૪ અને ૨૦૫માં આ બાબતે જોગવાઇ કરવામાં આવેલી છે. આ બાબત સુરક્ષાના પરીપ્રેક્ષ્‍યમાં ઘણી ગંભીર પ્રકારની હોઇ, બજારમાં બિનઅધિકૃત રીતે વેચાતા અને ઉપયોગમાં લેવાતા સશસ્‍ત્ર દળોના ગણવેશ (પોશાક) તથા અન્‍ય ચીજવસ્‍તુઓ પર પ્રતિબંધ ફરમાવ્‍યો છે. જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી અમિત…

Read More