હિન્દ ન્યુઝ, ભુજ
જિલ્લામાં આવેલ બેંકો, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્સ્ટોલેશનો, ટોલનાકા, સિનેમાઘરો, હોટલો, શોપીંગ સેન્ટરો અને જવેલર્સની દુકાનો વિગેરેમાં રોજબરોજ નાણાંની લેવડદેવડ થતી હોય છે. મોટા ભાગના કિસ્સાઓમાં કોઇ સિકયોરીટી ગાર્ડસ રાખતા નથી. આવા સંજોગોમાં ભવિષ્યમાં આવા બેંક લૂંટ કે અન્ય કોઇ બનાવો ન બને અને બને તો તે અંગે તમામ ઇસમોની હરકત જાણી શકાય માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરા દ્વારા ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે કચ્છ જિલ્લાની મહેસૂલી હદમાં આવેલા તમામ રાષ્ટ્રીય, ખાનગી તેમજ સહકારી બેંકો, પેટ્રોલપંપ, જવેલર્સની દુકાનો, શોપીંગ સેન્ટર, હોટલ, ટોલનાકા તેમજ સિનેમાઘરોએ સીસીટીવી કેમેરા કેશીયરની કેબીન ઉપર, મેઇન દરવાજા ઉપર તથા ટ્રેઝરી ઉપર લગાવવા તેમજ તેમના હસ્તકના એ.ટી.એમ. સેન્ટરો, ગેર બેકીંગ સેન્ટરો (આંગણવાડી પેઢી, મની એકસચેન્જ) પેટ્રોલપંપો, ગેસ ફિલિંગ સેન્ટરો, વાઈટલ ઈન્સ્ટોલેશનો, જવેલર્સની દુકાનો, હેવી વોટર પ્લાન્ટ, તમામ પ્રાઈવેટ કંપનીઓ, શોપીંગ સેન્ટરો, મલ્ટીપ્લેસ થીયેટરો, કોર્મશિયલ સેન્ટરો, હોટલો, ગેસ્ટ હાઉસ, લોજીંગ-બોર્ડિગ, ધર્મશાળાઓ, અતિથિગૃહો, વિશ્રામગૃહો, રેસ્ટોરેન્ટ, ફાસ્ટફૂડ પાર્લર, બહુમાળી બિલ્ડીંગો, મોટા ધાર્મિક સ્થળો તેમજ જુદા જુદા પાર્ટી પ્લોટો તથા અતિથિગૃહો કે જયાં લગ્ન તેમજ અન્ય સામાજિક પ્રસંગોના આયોજન કરવામાં આવે છે તેના માલિકો/ઉપભોકતાઓ, વહીવટકર્તાઓએ તેમના કિલિયર ધંધાના સ્થળોએ પ્રવેશદ્વાર ઉપર પુરતા પ્રમાણમાં તાલીમબધ્ધ સિકયોરીટી ગાર્ડને મેટલ ડિટેકટર સાથે ફરજ પર નિયુકત કરવાના રહેશે અને ઉપરોકત તમામ જણાવેલ તમામ સ્થળો ઉપર સી.સી.ટી.વી. (નાઈટ વિઝન તથા હાઈ ડેફીનેશન સાથેના સારી ગુણવત્તાવાળા સી.સી.ટી.વી. કેમેરા લગાડવાના રહેશે. તમામ માણસોને અવર-જવર વ્યવસ્થિત રીતે તેમજ કિલયર જોઇ શકાય અને પ્રવેશ કરતાં વાહનોના રજિસ્ટ્રેશન નંબર પ્લેટ સ્પષ્ટ રીતે દેખાય તે રીતે સી.સી.ટી.વી. કેમેરા લગાડવા તેમજ પેટ્રોલ/ડિઝલ/ગેસ ફિલિંગ સ્ટેશન બહારના ભાગે PTZ (પાન-ટીલ્સ ઝૂમ) કેમેરા લગાડવાના રહેશે અને તેનો ડેટા એક માસ સુધી સાચવી રાખવા અને આ ડેટા પોલીસ અધિકારી તરફથી માંગણી કર્યે આપવા આ હુકમમાં જણાવાયું છે.
આ જાહેરનામું તા.૨૯/૦૧/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ હુકમ કચ્છ જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે લાગુ પડશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને ઈસમ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ની કલમ-૨૧૫ આદેશાત્મક જોગવાઈઓ ધ્યાને લઈ આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.