હિન્દ ન્યુઝ, નવસારી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરાના ગૌહરબાગ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં થયેલી સોના-ચાંદીની પ્રાચીન મૂર્તિઓ અને રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલી નવસારી પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે દેરાસરના ટ્રસ્ટીઓને મૂર્તિઓ પરત કરવામાં આવી હતી. ચોરીનો ભેદ માત્ર ૧૬ જ દિવસમાં ઉકેલવા બદલ શ્રી સંઘવીએ નવસારી એસ.પી, નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન પાઠવ્યા હતા. સુરતના વેસુ ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રીના હસ્તે ‘તેરા તુજકો અર્પણ’ પહેલ અંતર્ગત ચોરાયેલી મૂર્તિઓ દેરાસરને પુન: અર્પણ કરાઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી આરોપીઓને ચાર…
Read MoreDay: December 7, 2024
રાજયના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી અને પારડી તાલુકામાં રૂ. ૫૦ કરોડના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયુ
હિન્દ ન્યુઝ, વલસાડ રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં વિકાસ કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે, જેને પગલે પ્રજાની સુવિધામાં પણ વધારો થઈ રહ્યો છે. તા. ૬ ડિસેમ્બરના રોજ સાંજે મંત્રીશ્રીના હસ્તે પારડી અને વાપી તાલુકામાં એક સાથે ચાર ગામ બલિઠા, ટુકવાડા, બાલદા અને ઉમરસાડીમાં અંદાજે રૂ. ૫૦ કરોડ ૪૦ લાખના ખર્ચે નવીનીકરણ થનારા ૨૭. ૫૮ કિમીના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તા અંદાજે ૨૩૫૦૦૦ની વસ્તીને સીધા ઉપયોગી બનશે. જેને પગલે ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી હતી. રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ…
Read Moreપશુપાલન વ્યવસાયે કોકિલાબેનના જીવનમાં પાથર્યો પ્રકાશ : માસિક રૂ. ૧.૨૦ લાખની જંગી આવક
હિન્દ ન્યુઝ, નર્મદા ખેતી અને પશુપાલન ભારતીય લોકજીવનના અર્થતંત્રની જીવાદોરી સમાન છે. એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં મોટાભાગે આદિવાસી સમુદાય વસવાટ કરે છે. જેઓ આજીવિકા માટે ખેતી-પશુપાલન પર ખાસ નિર્ભર રહે છે. પશુપાલન અને ખેતી એક સિક્કાના બે પાસા છે. “જેટલી મહેનત કરો તેટલું ફળ મળે”… ખેતી સંલગ્ન પશુપાલન ખેડૂતોના આર્થિક આજીવિકા કમાણીનું મહત્વનું અંગ છે. મહિલાઓને ઘરે બેઠા સ્વરોજગારી મેળવી આર્થિક પગભર બને તે માટે રાજ્ય સરકારે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. તેમાં પશુપાલન-ખેતી મુખ્ય છે. તે કોઈપણ સરળતાથી કરી શકે છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ખેતી-પશુપાલન જેવા ગ્રામીણ આજીવિકા…
Read Moreજળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને નવસારીના એરૂ ખાતે સુરત ઝોન કક્ષાનો ભૂલકાં મેળો-૨૦૨૪ યોજાયો
હિન્દ ન્યુઝ, નવસારી કુપોષણ મુકત નવસારી ફેઝ-૪ હેઠળ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૫૨૮ ભુલકાઓને પોષણ કીટ વિતરણ તેમજ ગરમ પોશાક વિતરણ કરાયું – કુપોષણ મુકત નવસારી ફેઝ-૩ હેઠળ ઉચ્ચ કક્ષાની કામગીરી કરનાર આંગણવાડી વર્કરોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા આજરોજ નવસારી જિલ્લાના દયાળજી પાર્ટી પ્લોટ, ગાંધી સ્મૃતિ ફાટક નજીક, એરૂ ખાતે આઇસીડીએસ શાખા, નવસારી સહિત વિભાગીય નાયબ નિયામક સુરત ઝોનના સંયુકત ઉપક્રમે “પા પા પગલી પ્રોજેકટ અંતર્ગત” ભૂલકાં મેળો-૨૦૨૪ તથા કુપોષણ મુકત નવસારી ફેઝ-૪ હેઠળ પોષણ કીટ વિતરણ તેમજ ગરમ પોશાક વિતરણ” કાર્યક્રમ ભારત…
Read Moreનાંદોદ તાલુકાના રવિ કૃષિ મહોત્સવના બીજા દિવસે સ્ટોલની મુલાકાત કરતા ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ
હિન્દ ન્યુઝ, નાંદોદ રાજય સરકાર દ્વારા ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અને સરકારશ્રીની ખેડુતલક્ષી વિવિધ યોજનાઓ અંગેની માહિતી એક જ સ્થળેથી મળી રહે તેવા શુભ આશયથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે નાંદોદ તાલુકા મથકે સરદાર ટાઉનહોલના પ્રાંગણમાં બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. નાંદોદ તાલુકાના રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૪ના બીજા દિવસે પણ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ ટાઉનહોલ ખાતે વિવિધ વિભાગો દ્વારા ઊભા કરાયેલા સ્ટોલની મુલાકાત કરી હતી. તેઓની સાથે જિલ્લા ખેતીવાડી અધિકારી વિનોદભાઈ પટોલ પણ જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન…
Read Moreનડિયાદ-ખેડા ખાતે રાજ્યકક્ષાની ટેકવોન્ડો સ્પર્ધા યોજાઈ
હિન્દ ન્યુઝ, નડિયાદ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત રાજ્ય કક્ષા શાળાકીય (S.G.F.I) અન્ડર ૧૪, ૧૭ અને ૧૯ ટેકવોન્ડોની સ્પર્ધા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર નડિયાદ-ખેડા ખાતે તા. ૨૬ ઓકટોબર ૨૦૨૪ થી ૨૮ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન ૬૮ મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (રાજ્યકક્ષા ટેકવોન્ડો સ્પર્ધા) યોજાઈ હતી. આ સ્પર્ધામાં નર્મદા જિલ્લાના, ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા સંસ્થાનાં કુલ ૦૯ વિદ્યાર્થીઓએ ટેકવેન્ડો સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં અંડર-૧૪ (વેટ કેટેગરી ૧૮થી ૨૧) માં ભાગ લેનાર વિદ્યાર્થી વિવેક દિલીપભાઈ વસાવાએ સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ રાજપીપળા- નર્મદા…
Read Moreરાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે નવસારી જિલ્લામાં ૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો જિલ્લાવ્યાપી શુભારંભ કરાવ્યો
હિન્દ ન્યુઝ, નવસારી પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અંતર્ગત આજથી રાષ્ટ્રવ્યાપી ‘૧૦૦ દિવસની સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો’ શુભારંભ થયો છે, ત્યારે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે નવસારીમાં અનાવીલ સમાજની વાડી ખાતે આયોજીત કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને જિલ્લાવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાનની સફળતાની કામના કરીને તેમણે આ પ્રસંગે નિ:ક્ષય મિત્રો અને સ્વાસ્થ્ય કર્મીઓની કામગીરીને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો. ક્ષય હવે સાધ્ય રોગ છે અને સમયસર સારવાર થકી તેને હરાવી શકાય છે, તેમ કહીને મંત્રી પટેલે આજથી શરૂ…
Read Moreડાંગ જિલ્લામાં જિલ્લા કક્ષાના ‘સ્કિલ કોમ્પિટિશન કૌશલ્ય ઉત્સવ’ નું આયોજન કરાયું
હિન્દ ન્યુઝ, ડાંગ સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ડાંગ અને સમગ્ર શિક્ષા ડાંગના સંયુક્ત ઉપક્રમે ડાંગ જિલ્લા કક્ષાનો વર્ષ ૨૦૨૪- ૨૫ નો ‘સ્કિલ કોમ્પિટિશન કૌશલ્ય ઉત્સવ’ સરકારી માધ્યિક શાળા આહવા ખાતે યોજવામાં આવ્યો હતો. જિલ્લા કક્ષાના આ ઉત્સવમાં કુલ ૨૮ શાળાઓના ૩૯ અલગ અલગ ટ્રેડ દ્વારા વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજુ કરી હતી. જેમાં શાળાઓના એક વોકેશનલ ટ્રેનર અને ચાર બાળકો સાથે કુલ ૧૫૦ વિદ્યાર્થીઓએ પોતાની કૃતિઓ રજુ કરી હતી. શાળાના બાળકો શિક્ષણ સાથે વ્યવસાયલક્ષી શિક્ષણ મેળવે તે માટે સરકાર દ્વારા આ કાર્યક્રમોનું આયોજન કરવામાં…
Read Moreસિસોદ્રા ખાતે સંયુક્ત ખેતી નિયામક કે. વી. પટેલના અધ્યક્ષસ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાશે
હિન્દ ન્યુઝ, નવસારી આજ રોજ R.N.G. પટેલ સાર્વજનિક વિધ્યાલય ક્રીર્કેટ ગ્રાઉન્ડ, સિસોદ્રા, નવસારી ખાતે રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર નવસારી તાલુકામાં આયોજીત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના દ્રિતીય દિવસે તાલુકા પંચાયત નવસારીના પ્રમુખ પ્રતિભાબેન આહીર, સરપંચ તથા સુરત વિભાગના સયુક્ત ખેતી નિયામક (વી.) કે. વી. પટેલની વિશેષ ઉપસ્થિતી સાથે ડો. એ. આર. ગજેરા- જિલ્લા ખેતીવાડી અધિકારી, પી. બી. કોલડીયા – મદદનીશ ખેતી નિયામક અને કૃષિ વૈજ્ઞાનિકો પણ હાજર રહ્યા હતા. જેમાં…
Read Moreવન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે મજબૂતીકરણના કામોનું ખાતમુહુર્ત
હિન્દ ન્યુઝ, સુરત ચોર્યાસી તાલુકાના દેલાડવા ગામે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે રૂ.૧૧.૫૦ કરોડના ખર્ચે મજબૂતીકરણના કામોનું ખાતમુહુર્ત સરકારે વિજળી, પાણી અને માર્ગો જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છેવાડાના લોકોના કલ્યાણ માટે વિશેષ કાળજી લીધી છે રાજ્ય સરકાર શહેરી વિકાસ સાથે ગામડાઓના વિકાસને પણ સંતુલિત મહત્વ આપે છે – વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય સંદિપ દેસાઈ અને ઈશ્વરભાઈ પરમારની વિશેષ ઉપસ્થિત
Read More