હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૨૯મી મે,૨૦૨૫ને ગુરુવારના રોજ સવારના ૧૦:૩૦ કલાકે ડૉ. આંબેડકર ભવન,પાનવાડી ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં બી.ઇ.મિકેનિકલ,એમ.એસ.ડબલ્યુ, એમ.કોમ, એમ.એચ.આર.ડી, આઇ.ટી.આઇ(કોપા, આર.એફ.એમ., ઇન્સ્ટ્રુમેન્ટ), સ્નાતક તેમજ ૧૦ પાસ, ૧૨ પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૫ એકમ (કંપની)માં આર.બી.એમ. બેન્ક મિત્ર, એજન્ટ, સર્વિસ એડવાઇઝર, ફ્લોર સુપરવાઇઝર, ટેલિકોલર વગેરે જગ્યાઓ ભરવાની છે.
નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૫ નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા તેમજ નોકરીદાતા, જગ્યા અને જરૂરી લાયકાત અંગેની વિસ્તૃત માહિતી માટે જિલ્લા રોજગાર કચેરીની ટેલિગ્રામ ચેનલ EMPLOYMENT OFFICE-BHAVNAGAR (GOG)ની મુલાકાત લેવી તેમ જિલ્લા રોજગાર કચેરી, ભાવનગરની એક યાદીમાં જણાવાયું છે.
